Skip to main content

The magic of memory..[ યાદગીરી નો જાદુ ]

મિત્રો , 

પ્રભુ એક તસવીર જ બસ છે તારી ભક્તિ માટે , 
મારે ક્યા સ્વર્ગલોક માં વાસ જોઈએ છે.
દર્શન કરી લઉં રોજ હું તારા, 
બસ એટલો જ પ્રસાદ જોઈએ છે.  
જી હા દોસ્તો ઈશ્વર તો અત્ર તત્ર સર્વત્ર છે અને એની છબી મનમાં કે આંખ સામે હોય તો તો ભયો ભયો..આખી જીંદગી એની ભક્તિ કરવામાં વીતી જાય.મીરાંબાઈ પાસે ક્યાં  ભગવાન કૃષ્ણ સાક્ષાત હતા..એમની પાસે માત્ર કૃષ્ણની મૂર્તિ જ હતી ને. એક છબી એક તસવીર.. એક સેલ્ફી જ બસ છે. 

                              
જો કે ફોટો, તસવીર પાડવી હવે એ બધાના હાથની વાત છે. દરેકના હાથમાં મોબાઈલ છે અને દરેકનાં મોબાઈલમાં કેમેરો છે..જે તસવીર અને વિડીયો બંને ની કમી પૂરી કરે છે. રસ્તામાં બે કુતરા લડતા હોય તો ય લોકો એનો વિડીયો બનાવતા હોય છે, કોઈ એક્સીડેન્ટ થઇ જાય તો મરતા માણસને બચાવવાનું ભૂલી એકસીડન્ટ સ્પોટ નો વિડીયો કે તસવીર ક્લિક કરીને પોસ્ટ કરવી આજકાલ ગર્વ ની વાત થઇ ગઈ છે. દીકરી પોતાની શોપિંગ કરવા ગઈ હોય અને એને મમ્મી માટે કોઈ વસ્તુ ગમી જાય તો શોપમાંથી જ એ ડ્રેસ કે ચપ્પલના ફોટા મમ્મીને સેન્ટ કરી પૂછે મમ્મી જોઇને કહે કયો કલર કે કઈ ડીઝાઈન તને ગમે છે.? 

તસવીરો પર તો આજે કેટલાય બીઝનેસ ચાલે છે કોઈ નવો બીઝનેસ ચાલુ કરો કે તમારી પ્રોડક્ટની તસવીર ગ્રુપમાં કે મિત્રોને સેન્ટ કરો બસ..ઓર્ડર આવવા માંડે. જો કે અમુક સમય પહેલા તસવીરો પાડવી એ કોઈ ટેલેન્ટેડ વ્યક્તિનું કામ ગણાતું. લગ્ન સમારંભ કે કોઈ શુભ પ્રસંગે સ્પેશીયલ ફોટોગ્રાફરને બોલાવવામાં આવતા, આજે પણ બોલાવાય છે પણ હવે એ ફોટો પાડે એની સાથે સાથે આમંત્રિત દરેક યક્તિ મોબાઈલમાં ફોટા પડે. ફોટોગ્રાફરે પાડેલા ફોટા તમારા સુધી પહોચે એ પહેલા તો કેટલાય ફોટા ગ્રુપમાં ફરતા થઇ જાય. 

મને યાદ છે કે ગણપતિ અને નવરાત્રીમાં ગણપતિ લાવીએ કે વિસર્જન હોય , કથા રાખી હોય અથવા નવરાત્રીના દાંડિયા રમાતા હોય ત્યારે એક ફોટોગ્રાફર આસપાસ ફરતો હોય. અને એને ગમે એ દિશામાં જોઇને ક્લિક કરે..[ એને ગમતી દિશામાં જોઇને ] અમે કહીએ અમારો ફોટો પાડ ને..તો કહે ૩૬ ફોટાનો જ રોલ છે..ત્રીસ પડી ગયા છે છ બાકી છે..તારો વારો પછી..અથવા તો અમારું મન રાખવા એ ફોટો પાડવા રાજી થાય તો અમે બે ત્રણ મિત્રો એક બીજાના ખભે હાથ મૂકી સ્ટાઇલમાં ઉભા રહીએ અને એ માત્ર ફ્લેશ પાડે..અમને એમ કે અમારો ફોટો પડી ગયો..બધા ફોટા આવે ત્યારે ખબર પડે કે અમે તો લલ્લુ બની ગયા. પણ મિત્રો એ સમય પણ ગજબ હતો.ફોટા ભલે ન પડે પણ આપણો વટ પડે.

આજેય જુના ફોટા નો આલ્બમ કાઢી ઘરના વડીલો આજની યુવાપેઢીને એમના સમયની ઓળખાણ આપતી હોય છે અમુક ફોટા પર હાથ ફેરવતા એ જુના સમયનો અહેસાસ અને સુગંધ નો અનુભવ શબ્દોમાં લખી શકાય એમ નથી. 

એમાય કોઈ ગમતી વ્યક્તિ નો ફોટો હોય અને આપણે પરિવાર કે મિત્રો સાથે એને આલ્બમમાં જોઈએ ત્યારે માત્ર એને જ જોતા હોઈએ અને મનમાં ખુશ થઇ એક સ્મિત સાથે આંખોના ખૂણા ભીના કરી લઈએ..મમ્મી પપ્પા કે ઘર પરિવારના જુના ફોટાઓ ખરેખર એક અદભૂત યાદગીરી છે. જો કે જુના ફોટા જે બગડી જાય કે ખોવાઈ જાય તો એના માટે પણ આજે ડીજીટલ લોકર ઉપલબ્ધ છે મારા ખાસ મિત્ર રાજેશ ભાઈનું આ જ કામકાજ છે "સ્માર્ટ ફોન આલ્બમ" જેમાં  જુના કે નવા હજારો ફોટાને એક લોકરમાં કેદ કરી દુનિયાના કોઈ પણ ખૂણે તમે એક જ ક્લિક અને પાસવર્ડ વડે  શેયર કરી શકો. https://youtu.be/Klp9_BrG_t8 આ લીંક પર વધુ ડીટેઈલ માહિતી મળી શકશે. 

અહિયાં ખાસ આ લીંક મુકવાનું કારણ અમારા એક મિત્ર નાં ઘરમાં આગ લાગી હતી જેમાં એમનાં કામના કાગળીયાની  સાથે લગ્ન નાં આલ્બમ અને વર્લ્ડ ટુઅર નાં ઘણા ફોટા રાખ થઇ ગયા ત્યારે એમને દુ:ખ થયું હતું.એ પછી એમણે દરેક પ્રસંગના ફોટા સ્માર્ટફોન આલ્બમ માં મુકવાનું નક્કી કર્યું.

                                   

 વાત ફરી તસવીરની કરીએ તો એક તસવીર તમારો મુડ બદલી શકે છે. એ તસવીર કોઈ પણ હોઈ શકે છે. જૂની યાદોની કે કોઈ ભગવાનની, ગુરુદેવની અથવા તો પ્રેમી કે પ્રેમિકા  ની..જેમની તસવીરની એક ઝલક જોઈ ક્યારેક પ્રાર્થના કરવાનું, ક્યારેક એને પ્રણામ કરવાનું તો ક્યારેક મનની વ્યથા કહેવાનું મન થઇ આવે. અને ક્યારેક એકલામાં વાતો કરવાની ઈચ્છા પણ ન રોકી શકાય. તસવીર તો યાદગીરી છે. આજેય કેટલા લોકો પાસે એમની જૂની યાદોની યાદગીરી તસવીર રૂપે એમના ખજાનામાં અથવા ડાયરીના કોઈ પાનામાં કેદ કરેલી પડી હશે.હિંદી ફિલ્મોમાં તો તસવીર ને લગતા કેટલાંય ગીતો આવી ગયા..

તસવીર તેરી દિલમે જિસ દિનસે છુપાઈ હૈ...

જરા તસ્વીર સે તુ નિકાલકર સામને આ મેરી મહેબુબા..

માંગ લુંગા મૈ તુઝે તકદીર સે..આબ જી નહિ ભરતા તેરી તસ્વીર સે..

અત્યારે આટલા જ યાદ આવ્યા..વધુનું લીસ્ટ ગુગલ બેન પાસે હશે..

મારા ઈશ્વરની તસ્વીર મારી પાસે છે અને એના દર્શન કરતી વખતે રોજ મનમાં એક પ્રાર્થના કરું છું કે "જેવા સમયમાંથી હું પસાર થયો એવા સમયમાંથી કોઈ પસાર ન થાય. સર્વેનાં સપનાઓ પુરા કરજે... અને...બસ...

સમજે તે સમજદાર. 

છેલ્લે..લેખને અનુરૂપ આ ચાર લાઈનો સાથે બ્લોગ ને વીરામ.. 

ભલે હવે કોઈ દિ ન મળાય, તસવીર જોઇને જીવી જવાય.

યાદોનો ખજાનો છે એક તસવીરમાં,કોઈને ક્યાં કઈ કહેવાય ?

વર્ષો થયા ને વર્ષો થશે, વર્ષો ગયા ને વર્ષો જશે. 

આમજ તસવીર નો સાથ રહેશે, આંખો ભીની હશે ને મન હસસે,

યાદગીરી સૌ પાસે હશે જ સાચવીને રાખજો, કોઈ નહિ હોય પાસે ત્યારે..

તસવીર તો હશે જ...તસ્વીર તો હશે જ..તસવીર તો હશે જ.. 

અશોક ઉપાધ્યાય.


જય હો...


Friends,


God is just a picture for your devotion,

What paradise do I want to live in?

Darshan kari lu roj hu tara,

That's all you need.

Yes, friends, God is everywhere, and if his image is in the mind or in front of the eyes, then he is scared. The whole life is spent in devotion to him. What Lord Krishna was real with Mirambai? She only had an idol of Krishna. An image is just a selfie.

However, taking a photo is now in everyone's hands. Everyone has a mobile in their hand and everyone has a camera in their mobile..which fills the lack of both picture and video. If two dogs are fighting on the road, other people are making a video of it. If there is an accident, forgetting to save the person who is killing, by clicking and posting the video or picture of the accident spot, nowadays it has become a matter of pride. If the daughter has gone shopping and she likes something for her mother, she sends a photo of the dress or slippers from the shop and asks her what color or design she likes.

                                             
How many businesses are running on pictures today? Start a new business or send a picture of your product to a group or friends. Just ... orders start coming. However, some time ago, taking pictures was considered the work of a talented person. When a special photographer is called for a wedding or any other auspicious occasion, it is still called today but now every person who is invited takes a photo and the photo falls in the mobile. Before the photos provided by the photographer reach you, how many photos are circulating in the group.

I remember bringing a Ganapati in Ganapati and Navratri or a photographer moving around while there is a dissolution, a story or a Navratri dandiya is playing. And click it by looking in any direction..we say take our photo..then there is a roll of ત્રી..thirty has fallen six is ​​left..then after your turn..or if we are willing to keep our mind Two or three friends put their hands on each other's shoulders and stand in style and it just flashes..we got our photo .. when all the photos come we know that we have become Lallu. But friends, that time was also wonderful.

The elders of the house are introducing their time to today's youth by releasing an album of old photos. The feeling of that time and the experience of fragrance cannot be written in words. Amy is a photo of a loved one and when we see it with family or friends, we just look at it and get happy and wet the corners of our eyes with a smile. Old photos of mom, dad or family are really a wonderful memory. However, a digital locker is available today for old photos that are damaged or lost. This is the work of my special friend Rajesh Bhai's "Smart Phone Album" in which you can capture thousands of old or new photos in one locker and you can be anywhere in the world. Click and share with password. More details can be found at this link https://youtu.be/Klp9_BrG_t8.

The reason for posting this link here is that a friend of ours had a fire in his house in which he was saddened when his work papers along with many photos of his wedding album and world tour were reduced to ashes. He then decided to put photos of each occasion in his smartphone album. .

Talking about a picture again, a picture can change your mood. That picture can be anyone. Old memories or of a god, Gurudev or even a mistress..whether seeing a glimpse, sometimes praying, sometimes bowing to it, sometimes saying the pain of the mind. And sometimes the desire to talk alone cannot be stopped. The picture is a memory. How many people today have the memory of his old memories captured in the form of a picture in his treasury or in a page of his diary. In Hindi films, there are many songs related to the picture.


Tasveer teri dilme jis dinse chupai hai ...

This is my love in front of you with a picture.

Mang lunga mai tuze takdir se..ab ji nahi bharta teri tasveer se ..

That's all I remember now..Google Ben will have a list of more ..

I have a picture of my God and every day while looking at it I pray in my mind that no one will go through the time I have gone through. Fulfill the dreams of the survey. And ... just ...

                                                   


Understandably sensible.

Finally..pause the blog with these four lines corresponding to the article  

Even if you don't meet any day now, 

live by looking at the picture.

There is a treasure of memories in a picture, 

where is someone called?

Years go by and years go by, 

years go by and years go by.

This will be accompanied by the picture, 

the eyes will be wet and the mind will laugh,

Everyone will have a memory, 

save it, when no one has it ..

There will be a picture ... 

there will be a picture .. 

there will be a picture ..

Ashok upadhyay. 


Jai Ho...

©

google translate.




 


Comments

  1. seeing black and white photo's from album is no where now ..now everyone is photographer and making pouts is everybody's pose :)

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...