Skip to main content

waah ramji , bye PUBG [ આવજો PUBG ]

 

મિત્રો,

ચાલ ભણવા બેસ..”હા મમ્મી બસ પાંચ મિનીટ..” કહીને લગભગ પોણો કલાક કાઢી નાખનાર દીકરો મોબાઈલમાં જ પબજી રમતો હતો અને આજે એ જ દિકરો મમ્મીએ આપેલા બટેટાની છાલ કાઢતો હતો.

લોકડાઉન ખુલ્યા બાદ રામજી ફરી ઘરકામ કરવા આવતો થયો ત્યાં દાદી બોલ્યા આ મુઈ સરકાર નો કોઈ ભરોસો નથ, માંડ રામજી કામે આવ્યો કે એના ઉપર પણ બેન લગાડ્યો.

વહુ એ કહ્યું મમ્મી સરકારે રામજી પર નહિ પબજી પર બેન લગાડ્યો છે..પબજી એક રમત છે જેમાં છોકરાઓ આખો દિ માથું નાખીને પડ્યા રહેતા હતા.

પબજી પર બેન લાગતા જ વીણાબેન,બીનાબેન,સરીતાબેન,છાયાબેન,કુસુમબેન, બધી બેનોએ પબજી ગઈ તો અંબાજી નો ધન્યવાદ માન્યો. અભ્યાસ અને કામકાજ માં ધ્યાન ન આપતા અડધા ગાંડા જેવા થઇ ગયેલા બાળકો આખો દિવસ તો ઠીક આખી આખી રાત આ રમતમાં ડૂબ્યા રહેતા નશાનો બંધાણી જેમ નશો કર્યા વગર ન રહી શકે એમ બાકળ આ ગેમ રમ્યા વગર ન રહી શકે. અરે નાના તો ઠીક મોટા લોકો પણ આ ગેમ નાં બંધાણી થઇ ગયા હતા, કોલેજ નાં સ્ટુડન્ટ અને ઘણા સેલ્સમાર્કેટિંગ કરતા મેનેજરોને તો મેં એક સાથે ચાયની ટપરીએ કે કોઈ પાન,માવા,સિગરેટની દુકાનની આસપાસ નવરાત્રીના પાસ લેવા ભેગા થયા હોય એમ ટોળું વળીને ગેમ રમતા હોય.. અરે..માર..માર..પીછે..યાર..તેરે પીછે..દીવાલ કે પાસ ખડે રહે..અભી આયેગા..અરે...### ગયા હાથસે, તું ભી યાર ## હૈ..મારના ચાહિયે નાં #### કો, આવા અનેક સભ્ય સમાજનો અસભ્ય વાર્તાલાપ સાંભળવા મળતો..લોકડાઉન બાદ આ ડાયલોગ ઘરનાં ખૂણે ખાંચરે કે બેડરૂમ માં સંભળાવા લાગ્યા.અને આજે સરકારે આ અવાજો પર લગભગ પૂર્ણવિરામ મૂકી દીધો છે.

જો કે પબજી જેવી જ બીજી લત ફેલાતી જાય છે “રમી” , “તીનપત્તી” સાતમ આઠમ નાં રમાતી આ લોકપ્રિય રમત પણ હવે મોબાઇલમાં ઓનલાઈન ગેમ ખોલતા જ હાજર થઈ જાય છે, સાથે આ ગેમ કંપની તમને પ્રથમ સામેથી રમવા માટે રૂપિયા આપે છે અને પછી તમને જ ખંખેરે છે..[  કોઇપણ વેપારી રૂપિયા આપીને વેપાર કરી જ ન શકે ] ઓનલાઇન ગેમ રમવાની લતે ઘણાં યુવકોને ગુના કરવા મજબૂર કરતા હોય એવા કિસ્સાઓ સામે આવ્યા છે,  રમી કે તીન પત્તી ઓક્ટ્રો અને પબજી ગેમ રમવા માટે રોયલ પાસ મેળવવા અમદાવાદ અને મુંબઇમાં લોકોનાં ડેબીટ કાર્ડમાંથી પૈસા મેળવવાની ઘટનામાં સાઈબર ક્રાઇમને પોલીસે અમુક યુવાનોને અંદર કર્યા હતા.

ચાઈના કંપની નિર્મિત આ રમત પર બેન જરૂરી હતો, આજે ચાઈના સાથે ભારતના જે સંબંધો થયા છે એ જોતા સરકારે લોકોની સુરક્ષા માટે જ આ પગલું ભર્યું છે [ બીજા ૧૧૮ ચાઈના નાં એપ્પ પણ બેન કર્યા છે ] આખી દુનિયામાં ચીન ની એપ્પ યુઝ કરતા લગભગ ૬૦ કરોડ લોકો છે જેમાંથી લગભગ ૧૭ કરોડ ભારતમાં છે. એ દરેક નો પર્સનલ ડેટા ચીન સરકાર પાસે છે. ચીનમાં કાયદો છે કે દરેક મોબાઈલ કંપનીએ સંપૂર્ણ ડાટા સરકાર સાથે પણ શેયર કરવો. એટલે તમારી મારી માહિતી કે મોબાઈલમાં થયેલી દરેક હરકત કોઈને કોઈ રીતે ચીના પાસે છે. જે દેશ પાસે સૌથી વધુ ડેટા હશે એ જ આગામી વર્ષોમાં સર્વોપરી હશે એમાં બે મત નથી એટલે  સરકારનાં ચાઈના સાથેના અ વ્યવહારને લોકોએ વખાણ્યો છે.

જો કે ચીનાઓ ઘુસણખોરી કરવામાં એક્કા છે એ બીજા કોઈ રસ્તે પબજી કે એના જેવી બીજી કોઈ રમત કોઈ બીજા દેશનાં ખભે મૂકી ભારતમાં ઘુસાડશે જ. કેમકે એમને ખબર છે કે જે આખી દુનિયામાં નથી એ ભારતમાં છે. સમજવાનું આપણે છે કે આપણે દેશને કેટલા વફાદાર છીએ.  

છેલ્લે બ્લોગ ને વિરામ આપતા પહેલા એક સરસ ગઝલ.

આપણો વહેવાર જૂઠો, આપણી સમજણ ગલત,
લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.

સાત સપનાં, એક સૂડો, પાંદડાનું આ જગત,
થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત.

પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં,
ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત.

વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી,
ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત.

શોધમાં ઇર્શાદછે, ચહેરા વગરનો આદમી,
જે નથી હોતો કદી તારો ફકત, મારો ફકત.

ચિનુ મોદી

સમજે તે સમજદાર


Friends,

The son who wasted almost half an hour saying "Yes mom just five minutes ..." was playing Pubji on his mobile and today the same son was peeling the potatoes given by his mother,

When Ramji came to do housework again after the lockdown was opened, the grandmother said that the Mui government had no confidence in him.

Vahu said, "Mommy, the government has put a ban on pubji, not on pubji. Pubji is a game in which the boys used to keep their heads down."

Veenaben, Binaben, Saritaben, Chhayaben, Kusumben, all Beno thanked Ambaji as soon as Ben appeared on the pub. Children who have become like half mad without paying attention to study and work cannot stay without playing this game as if they are intoxicated by being intoxicated in this game all day and all night. Even small and big people were addicted to this game. College students and many sales marketing managers are playing the game together as if they were gathered around a pan, mawa, cigarette shop to get a Navratri pass. .. Hey..beat..beat..behind..friends..behind you..the wall or pass will remain standing..it will come..are ... ### I don't want to #### Ko, I used to hear the rude conversations of many such members of the society. After the lockdown, these dialogues started being heard in the corner of the house or in the bedroom. And today the government has almost put an end to these voices.

However, like Pubji, other addictions like "Rami", "Teenpatti", the popular game of 7th and 8th, are now available as soon as you open an online game on your mobile. There are cases where many youngsters are being forced to commit crimes by playing online games, playing or playing Teen Patti Octro and Pubji in Ahmedabad and Mumbai to get a Royal Pass. In the incident of getting money from people's debit cards, the cyber crime was done by the police inside some youths.

The Chinese company-made game needed a ban, given India's relations with China today, the government has taken this step only for the safety of the people [another 116 Chinese apps have also been banned], with nearly 200 million Chinese app users worldwide. There are people out of which about 150 million are in India. The Chinese government has the personal data of each of them. China has a law that every mobile company should also share complete data with the government. That means your information that every move made in the mobile is somehow with the Chinese. The country that has the most data will be paramount in the coming years. There are no two opinions on this, so people have praised the government's dealings with China.

However, if the Chinese are adamant in infiltrating, then another way or another game like this will put it on the shoulders of another country and push it into India. Because he knows that what is not in the whole world is in India. We have to understand how loyal we are to the country.

Finally a nice ghazal before pausing the blog.


Our dealings are false, our understanding is wrong,

Emotional toy is your game, my game.

Seven dreams, one pseudo, this world of leaves,

Occurs green-dry star times, my times.

Taking water from the belly of the stones in hand,

I will go to the sleeping house, your condition, my condition.

Vanzia is heavily indebted to the area of ​​the term,

Well saved your asat, my asat.

In search is 'Irshad', a man without a face,

Which is never your star only, mine only.

- Chinu Modi

Understandably sensible

©

 

 

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...