Skip to main content

I have faith [ મને વિશ્વાસ છે ]

 મિત્રો,

ટોલ્સટોયે કહ્યું છે કે 'Faith is the force of life.' — વિશ્વાસ એ જીવનનું બળ છે.   જો કે વાત તો સાચી વિશ્વાસ એ એક સિક્રેટ સકસેસ બુસ્ટરનું કામ કરે છે. પછી એ વિશ્વાસ ઈશ્વર પર હોય આપણી જાત પર હોય આપણે જે કામ કરીએ એના ઉપર હોય અથવા તો જેમની પાસે કામ કરાવતા હોઈએ એ વ્યક્તિ પર હોય. વિશ્વાસ નો પાયો કહીએ તો પતિ પત્ની નાં સંબંધ કહી શકાય જે એકબીજા પર વિશ્વાસ રાખી આખું જીવન કાઢી નાખે. પ્રેમી પ્રેમિકાનાં જીવનમાં પણ વિશ્વાસ મોટો ભાગ ભજવે છે. 

ધોની ને એના ખેલાડીઓ પર વિશ્વાસ હોય તો જ મેચ જીતી શકાય અને એ ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જગાડવો એ જ એક મોટી ચેલેન્જ છે. મોટી મોટી ફિલ્મો કે સિરિયલો બને છે એ બધામાં મૂળમાં હોય છે વિશ્વાસ. નિર્માતાને કથા વાર્તા લઈને આવેલા લેખકની વાર્તામાં અથવા તો લેખક ની ટેલેન્ટમાં વિશ્વાસ બેસે ત્યારે જ શોલે, ત્રિશુલ અથવા સાસ ભી કભી બહુ થી કે તારક મહેતાકા ઉલ્ટા ચશ્માંનું નિર્માણ થાય. સકસેસફૂલ નાટકો માટે સૌ પ્રથમ સ્ક્રીપ્ટ માં વિશ્વાસ અને એ લખનારા લેખકમાં વિશ્વાસ હોય તો જ નિર્માતા લાખો રૂપિયા રોકવા તૈયાર થાય. 

જો કે દરેક ક્ષેત્રમાં વિશ્વાસ જરૂરી છે. વોલ્વો બસ ચલાવતા ડ્રાઈવર પર એના માલિક ને વિશ્વાસ હોય છે ત્યારે એ કરોડોની વોલ્વો એને ચલાવવા આપે છે. અને આપણે એ ડ્રાઈવર ની ઓળખ વિના એની ડ્રાઈવિંગ સ્કીલ પર વિશ્વાસ મૂકી આંખ બંધ કરી બસમાં સફર કરીએ છીએ.જો કે સૌથી મોટો વિશ્વાસ આપણને ઈશ્વર ઉપર હોય છે કે એ મને કઈ નહિ થવા દે.સ્કુલ કોલેજના શિક્ષકો પર વિશ્વાસ હોય તો જ બાળકોને ત્યાં શિક્ષણ માટે મોકલાય..બાકી જેને શિક્ષણ સાથે સંબંધ જ ન હોય એ જો બાળકોને ભણાવે તો બાળક શું ભણશે એની કલ્પના કરવી અશક્ય છે. ટ્યુશન ટીચર રાખતા પહેલા એના વિષે ઇન્ક્વાયરી કર્યા બાદ એના ઉપર વિશ્વાસ બેસે છે કે આ ટીચર નાંહાથ નીચે મારું બાળક સારા માર્ક લાવશે. 

વિશ્વાસ નામની પાતળી ધાર પર અનેક સંબંધો ટકી રહ્યા હોય છે. દર્દીને ડોક્ટર પર વિશ્વાસ હોય, બોસ ને એના કર્મચારી પર વિશ્વાસ હોય, ડીરેક્ટરને રાઈટર, કેરેક્ટર અને પોતાની આવડત વિશ્વાસ હોય, એ.આર રહેમાન સંગીત આપે તો પબ્લિક ને વિશ્વાસ હોય કઈ નોખું અનોખું જ હશે. સંજયલીલા ભણસાલી કઈ બનાવે તો એ અનોખો જ વિષય હશે એવો વિશ્વાસ દરેક ને હોય છે. કોઈ મહાન લેખક નવલકથા લખવાની શરૂઆત કરે તો એની નવલકથા હટકે હશે એવો વિશ્વાસ એના વાચકવર્ગ ને હોય.સામાન્ય જનતાને સરકારમાં વિશ્વાસ હોય કે આ સરકાર કોઈ જાદુ કરશે.

જો કે દરેક વખતે વિશ્વાસનો વિજય થશે જ એવું નક્કી નથી હોતું મોટી મોટી બેન્કોએ વિશ્વાસ કરીને મોટા વેપારીઓને લોન આપી હતી એ વેપારીઓ બેન્કનો વિશ્વાસઘાત કરીને અબજોપતિ થઇ ગયા છે અને વિદેશમાં રાજ કરે છે. જો કે કોઈનો વિશ્વાસ જીતવા માટે સૌથી પહેલા જરૂરી છે ઈમાનદારી. ઈમાનદારી થકી સામેવાળા નો વિશ્વાસ જીતી તમે ધારો તે કરી શકો. સામેવાળા નાં હૈયામાં જગ્યા બનાવી શકો અથવાતો એની આંખોમાંથી નીચે પણ પડી શકો. બધો આધાર છે તમારી ઈમાનદારી પર. મંદિરનાં ટ્રસ્ટ માં આપેલ દાન ત્યાના ટ્રસ્ટીઓ સદમાર્ગે વાપરશે જ એવો વિશ્વાસ ભક્તોને હોય તો જ મંદિરની આસ્થા અને શ્રદ્ધા ટકી રહે. એવી જ રીતે સંતાનોમાં માં બાપ ને વિશ્વાસ હોય અને ઇમાનદારીના પાઠ શીખવ્યા હોય તો જ આગળ જતા સંતાનો માં બાપનું નામ રોશન કરે. અને એમના વિશ્વાસ પર ખરા ઉતરે. 

ટૂંકમાં તમને તમારા કાર્યમાં, તમે જેમની સાથે કામ કરો છો એમનામાં અને ખાસ તો પોતાની જાતમાં વિશ્વાસ હોય તો સફળતા ક્યારેય તમારાથી નારાજ ન થાય.

વિશ્વાસ વિષે નાં અમુક મંતવ્યો 

  • વિશ્વાસ એવું પક્ષી છે જે પ્રભાતના પહેલા અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે.

  • વિશ્વાસ જીવનની શક્તિ છે.

  • વિશ્વાસ બધા જ વરદાનોનો આધાર છે.

  • વિશ્વાસ પ્રેમની પહેલી સીડી છે.

  • વિશ્વાસનો અભાવ અજ્ઞાન છે.

  • પ્રબળ વિશ્વાસ એ જ મહાન કાર્યોનો જનક છે.

  • વિશ્વાસથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને અવિશ્વાસ થી અવિશ્વાસ, આ એક પ્રાકુતિક નિયમ છે.

  • વિશ્વાસ એવી શક્તિ છે જે માનવને જીવિત રાખે છે, વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે.

  • વિશ્વાસમાં વિશ્વાસ, પોતાનામાં વિશ્વાસ, ઈશ્વરમાં વિશ્વાસ- આ જ મહાનતાનું રહસ્ય છે.

  • આપણી અંદર ઈશ્વરની ઉપસ્થિતિ એ જ વિશ્વાસ છે.

વિશ્વાસમાં એવી પ્રબળ અને અનન્ય શક્તિ છે કે જે પાણીને ઘીમાં અને રેતીને ખાંડમા ફેરવી શકે છે. 

છેલ્લે બ્લોગ ને વિરામ આપતા પહેલા.. 

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.

ઘા સમય જે રૂઝવી શક્તો નથી,
તું એ રૂઝવે છે, મને અહેસાસ છે.

કેવા ઝઘડા આપણે કરતા હતા,
યાદ કરવામાંય શો ઉલ્લાસ છે !

બાળપણની મામૂલી ઘટનાઓ, દોસ્ત !
આપણા જીવનનો સાચો ક્યાસ છે.

વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.

હાસ્ય ભેગાં થઈ કરે છે જાગરણ,
તકલીફોના કાયમી ઉપવાસ છે.

એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.

– વિવેક મનહર ટેલર


સમજે તે સમજદાર 

 

Friends,


Tolstoy said that 'Faith is the force of life.' - Faith is the life force. However, true faith works like a secret success booster. Then the faith is in God, in ourselves, in the work we do, or in the person we work with.તIf we say the foundation of faith, then it can be said that the relationship between husband and wife is the one who trusts each other and spends his whole life. Faith also plays a big part in the life of a lover.

The match can only be won if Dhoni has faith in his players and building confidence in those players is a big challenge. The big movies or serials that are made are all rooted in the story of the author who brought the story of faith. For successful plays, the producer is willing to invest millions of rupees only if he has faith in the script and the author who writes it.

However confidence is required in every field. When the owner of the Volvo bus is trusted by the driver, then Volvo gives him millions to drive. And we travel in a bus without knowing the driver, believing in his driving skills, closing our eyes and traveling in a bus. However, our greatest faith is in God that He will not let anything happen to me. Only if we have faith in the teachers of school and college It is impossible to imagine what the child will learn if he teaches the rest who have nothing to do with education. After having inquired about it before hiring a tuition teacher, I am confident that this teacher will bring good marks to my child.

Many relationships are surviving on a thin edge called trust. If the boss has faith in his staff, the director has faith in the writer, the character and his own skills, if AR Rahman gives music, the public will have faith, what will be unique. Everyone is confident that what Sanjay Leela Bhansali makes will be a unique subject. If a great writer starts writing a novel, his readers will have faith that his novel will be successful. The general public has faith in the government that this government will do some magic.

However, it is not always certain that trust will prevail. The big banks that gave loans to big businessmen by trust have become billionaires by betraying the bank and ruling abroad. However, the first step in winning someone's trust is honesty. Honesty is tired of winning the trust of the other person, you can do whatever you want, you can make room in the face of the other person or you can even fall out of his eyes. It all depends on your honesty. The faith and devotion of the temple can only be maintained if the devotees have faith that the donations given in the temple trust will be used by the trustees in the right way. In the same way, only if the children have faith in the father and have taught the lessons of honesty, let the name of the father shine in the children going forward. And live up to their faith.

In short, if you have faith in the people you work with, and especially in yourself, success will never offend you.


Some opinions about faith

  • Faith is a bird that experiences light in the darkness before dawn.
  • Faith is the power of life.
  • Faith is the basis of all blessings.
  • Faith is the first step to love.
  • Lack of faith is ignorance.
  • Strong faith is the father of great deeds.
  • Faith produces faith and from disbelief to disbelief, this is a natural law.
  • Faith is the power that keeps man alive, lack of faith is the death of life.
  • Faith in faith, faith in oneself, faith in God - this is the secret of greatness.
  • The presence of God within us is the same faith.


Faith has a powerful and unique power that can turn water into ghee and sand into sugar.


Before finally pausing the blog ..


There is more faith than breath,

Friend! You are also special to God.

Wounded time that cannot be healed,

You heal it, I realize.

What fights we had,

The show to be remembered is hilarious!

Trivial childhood events, dude!

Is the true cache of our lives.

Viti, Vite, Vitshe without you

Those moments are not life, they are ridicule.

Laughter comes together,

There is a permanent fast of suffering.

It won't work if it doesn't have shoulders,

Where is that shoulder That is my breath.

- Vivek Manhar Taylor




Understandably sensible






Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...