Skip to main content

cleanliness is must [ ચોખ્ખાઇ તો જોઈએ ]

મિત્રો, 

હું અને મારી દિકરી સ્ટેશનથી સાથે આવી રહ્યા હતા અને દીકરી કેડબરી ચોકલેટ ખાઈ રહી હતી અડધી રેપર સાથે એણે અડધી ચોકલેટ મને આપી અને મેં ચોકલેટ લઈને રેપર રસ્તા પર ફેંક્યું..થોડા આગળ ગયા એટલે દીકરી અચાનક પાછળ દોડી અને રસ્તામાં પડેલું ચોકલેટનું રેપર ઉપાડી એણે પોતાના પર્સ માં મુક્યું અને ફરી મારી સાથે ચાલવા લાગી. મેં કહ્યું આવા કેટલા કચરા પર્સમાં ભેગા કર્યા છે..નાખી દે..ત્યાં રસ્તામાં આવેલા ડસ્ટબિનમાં એણે પર્સમાંથી ત્રણ ચાર બીજા રેપર કાઢી ને નાખ્યા. અને મને કહ્યું પપ્પા આવા રસ્તામાં ડસ્ટબિન છે ને, પછી રસ્તામાં શા માટે કચરો કરવાનો. બે સેકેન્ડ માટે હું બ્લેન્ક થઇ ગયો. અને મેં એને સામેથી સોરી કહ્યું, સ્વચ્છતા અને ચોખ્ખાઈનું રિપીટ જ્ઞાન મને દીકરી પાસેથી મળ્યું. 

જો કે એની વાત સાચી જ હતી આજની જાગૃત સરકાર જે પ્રમાણે સ્વચ્છતાનો પ્રચાર કરે છે એ જોઈ ખરેખર ભૂલ મારી જ હતી, આજનું જનરેશન સ્વચ્છતા અને ચોખ્ખાઈની બાબતમાં જાગૃત છે જ સજાગ છે. જો કે સ્વચ્છતા માત્ર ઘર,ઓફીસ કે જ્યાં કામ કરતા હોઈએ ત્યાની જ નહિ આપણા દરેક કામમાં હોવી જોઈએ. જ્યાં બેસીને કામ કરતા હોઈએ ત્યાં હોવી જોઈએ, આસપાસ હોવી જોઈએ.નાનપણમાં ચોખ્ખાઇ નાં ઘણા પાઠ ભણ્યા હોઈશું પણ કદાચ ઉતાવળમાં,ઘાઈ ઘાઈમાં કે કામકાજમાં એ તરફ ધ્યાન ઓછુ જાય પણ વિચારો કે આપણી આજુ બાજુ જે કોઈ વ્યક્તિ કામ કરે છે એ કામમાં તો ચેમ્પિયન હોય પણ એ ગંદો, લઘર વઘર અથવા ચોખ્ખાઈ વગર કામ કરો હોય તો કેવું લાગે ? નાનપણમાં અક્ષર સારા કાઢવા માટે શિક્ષક કહેતા પણ મારા અક્ષર મરોડદાર કે મોતી જેવા થયા જ નહિ આખરે લેપટોપ પર કામ કરવાનો વારો આવ્યો. ગાંધીજીએ સ્વચ્છતા ઝુબેશ શરુ કરી હતી પણ એમના અક્ષર પણ ડોક્ટરની પ્રિસ્ક્રીપ્શન જેવા હતા, જો કે સ્વચ્છતાનાં આગ્રહી, એટલે આસપાસ બધું ચોખ્ખું રાખતા. 

મંદિરમાં જતા વાતાવરણ પવિત્ર લાગે એનું એક કારણ એ પણ હોઈ શકે કે ત્યાં ચોખ્ખાઇ હોય, ધૂપ, દીપ, કપૂર, અગરબત્તીની સુગંધથી વાતાવરણ પવિત્ર હોય એટલે જ ત્યાં બે ઘડી ઉભા રહી ભગવાન નાં દર્શન કરવાનું મન થાય. આપણે જ્યાં કામ કરીએ છીએ એ જગ્યા પણ જો મંદિર જેવી હોય તો ત્યાં થતા દરેક કામ જાણે ઈશ્વરના આશિર્વાદ હોય એવા થાય. સાથે સાથે જે કામ કરીએ છીએ એમાં પણ ચોખ્ખાઇ હોવી જોઈએ.

કહેવાય છે કે જે ઓફીસ ઘરમાં સ્વચ્છતા હોય સાફસફાઈ ધૂપ દીપ અગરબત્તી થતા હોય દિવસમાં એકવાર ઝાડું અને પોતા થતા હોય એ ઘર ઓફિસમાં માં લક્ષ્મીનો વાસ હોય. ઝાડું ની તો ઘણી જગ્યાએ પૂજા કરવામાં આવે છે. ટૂંકમાં જ્યાં સ્વચ્છતા, ચોખ્ખાઇ [ દરેક જગ્યાએ ઘરમાં ને કામમાં ] હોય ત્યાં ઈશ્વરનો વાસ હોય.  

                                               

અત્યારે જે મહામારી ચાલે છે એમાં તો લોકો સ્વચ્છતા પ્રત્યે વધુ જાગૃત થઇ ગયા છે સેનેટાઈઝર હાથમાં ઘસી ઘસીને હાથની રેખાઓ ભૂસી નાખી છે.ઓફીસ એટલી વાર સેનેટાઈઝ કરી હશે કે ત્યાના વાંદા ગરોળી પણ કહેતા હશે "યાર આટલી ચોખ્ખાઇ અમે અમારા જીવનમાં નથી જોઈ." સવારે ઉઠતાની સાથે જ જે ધરતી ઉપર આપણે પગ મુકીએ છીએ એ ધરતી માતાને સ્વચ્છ રાખવી આપણો પ્રથમ ધર્મ છે. એના પછી આપણે જ્યાં કામ કરીએ છીએ એ જગ્યા. તમારા આસપાસ ની જગ્યા અને તમે જો ચોક્ખા સ્વચ્છ હશો તો લક્ષ્મી સદાય પ્રસન્ન રહેશે જ.   

છેલ્લે બ્લોગ વિરામ પહેલા..

મેલ ભર્યો છે મનના મહેલમાં ત્યાં 

શરીર સ્વચ્છતા ક્યાં..??

પહેર્યા છે કપડાં જૂઠના નામે ત્યાં 

વિચારોની સ્વચ્છતા ક્યાં..??

રાખ્યું સ્વચ્છ મન જેણે વસી છે આજે પ્રભુ ત્યાં...

એટલું જ લખું અંતમાં 

"સ્વચ્છતા છે જ્યાં પ્રભુતા છે ત્યાં"..

સમજે તે સમજદાર.

Friends,


My daughter and I were coming and my daughter was eating Cadbury chocolate. She gave it to me with half a wrapper and I took the chocolate and threw it on the road. And started walking with me again. I asked him how many such rubbish he had collected in his purse .. throw it away .. he took out three or four other wrappers from the purse in the dustbin on the way and ate them. And Dad told me there is a dust bin in such a road and then why waste on the road. For two seconds I was blank. And I apologized to her. I got the repeated knowledge of cleanliness and purity from my daughter.

                                     

Although it was true that the way today's conscious government promotes cleanliness is really my mistake, today's generation is aware of cleanliness and cleanliness. However, hygiene should be present in all our work, not just in the home, office or where we work. You should be around where you are sitting and working. Even though you have learned many lessons of accuracy in your childhood, you may pay less attention to it in a hurry, in a hurry or in work, but think that the person who works around us is a champion in work. How does it feel to work without dirt, clutter or clutter? As a child, even though the teacher told me to write good letters, my letters didn't get twisted or twisted. Eventually, it was my turn to work on a laptop. Gandhiji started a hygiene campaign but even his letters were like a doctor's prescription, although the insistence on hygiene meant keeping everything around clean. One of the reasons why the atmosphere in the temple feels holy is that if there is purity, the atmosphere is pure with the fragrance of incense, lamp, camphor, agarbatti, that is why one feels like standing there for two hours to see God. Even if the place where we work is like a temple, every work done there seems to be a blessing from God. At the same time, there must be accuracy in the work we do.

It is said that the office which has cleanliness in the house, the incense lamp, the incense burner, the broom once a day and the house itself is the abode of Lakshmi. The bush is worshiped in many places. In short, where there is cleanliness, purity [everywhere in the house and at work], there is the abode of God.

In the current epidemic, people have become more aware of hygiene. The sanitizer has been rubbed in the hands and the lines of the hands have been erased. As soon as we wake up in the morning, our first religion is to keep Mother Earth clean. Then the place where we work. Lakshmi will always be happy if the space around you and you are clean.

Finally before the blog break ..

Mail is full. Where is the body hygiene in the palace of the mind?

Wearing clothes in the name of lies, where is the cleanliness of thoughts .. ??

Keep a clean mind that has settled today, God is there ...

Just write at the end "Cleanliness is where there is dominance".

                                       


Understandably sensible.

©


Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...