Skip to main content

crow..pl come.. [ કાગડો ક્યાં છે ? ]

 મિત્રો,

એ સાવ કાગડા જેવો છે એનાં પેટમાં કોઈ વાત ટકતી જ નથી , એક સાથે અનેક કાગડા બોલવા લાગે ત્યારે અજુગતું કઈક થાય, કાગડા એટલે આપણા પિતૃ , કાગડા એટલે સાક્ષાત ઈશ્વરના દૂત, શનિ દેવ નું વાહન આવી અનેક વાતો તમે કાગડા વિષે સાંભળી હશે. 

મોટાભાગના લોકો પક્ષીઓમાં કાગડાને બિલકુલ પસંદ નથી કરતા. તેનું કારણ છે તેનો કાળો રંગ અને તેની કર્કશ બોલી. પરંતુ શાસ્ત્રોમાં કાગડાનું વિશેષ મહત્વ છે. જો તમારી આસપાસ વધારે કાગડા દેખાતા હોય તો તેનો ખાસ અર્થ હોઈ શકે છે. કાગડા ખૂબ જ ચતુર પક્ષી છે અને તેમના દિમાગની સાઈઝ ચિમ્પાન્ઝી જેટલી જ હોય છે. તેમની યાદશક્તિ ખૂબ જ તીક્ષ્ણ હોય છે અને નાનામાં નાની બાબત પણ તેમની નજરમાંથી છટકી શકતી નથી. 

આજકાલ માણસ કરતા કાગડાની ડિમાંડ વધી છે યસ, શ્રાદ્ધ પક્ષ માં કાગડા દેખાતા નથી આમાં તો રોજ ઘરની બારીએ કે બાલ્કનીએ જાણે ગુડમોર્નિંગ કરવા આવતા હોય એમ આવીને કાં કાં કરીને રીંગ વગાડી જાય. અને જયારે કાગડાની જરૂર હોય ત્યારે દેખાય જ નહિ..એ લોકો પાછા મોબાઈલ પણ ન રાખે. 

હમણાં મારા મિત્ર જગલા નાં ઘરે એમના બાપુજી નું  શ્રાદ્ધ હતું અને ઘરના સૌથી નાના દિકરા તરીકે મિત્ર  કાગવાસ નાંખવા ગયો સાથે એમના મોટાભાઈ અને હું પણ હતો..કાગડાનાં રૂપમાં એના પપ્પા કેવા લાગે એ જોવું હતું..કાગવાસ નાખ્યું તો એકેય કાગડો ન આવ્યો..સાથે આવેલા મોટા ભાઈએ કહ્યું કે બાપુજીના શ્રાદ્ધમાં ગયા વરસે પણ કાગડા નહોતા આવ્યા મેં પૂછ્યું કેમ ? તો કહે કે..બાપુજીને કાગડાઓ સાથે દુશ્મની હતી. જગલા એ પૂછ્યું કેવી દુશ્મની ? તો મોટાભાઈ કહે કે આપણી ગાડી બાપુજી ચલાવતા તો કોઈ છોકરાએ મજાક કરવા બાપુજીની ગાડી પાછળ મરેલો કાગડો બાંધી દીધો હતો. અને બાપુજીને ખબર નહિ બાપુજી પાછળ આખી કાગડાની ફોજ કાં કાં કરતી પડી ગઈ..જેવા બાપુજી ગાડીમાંથી ઉતર્યા કે કાગડાઓએ બાપુજીનાં માથે ચાંચ મારી મારી લોહી કાઢેલું. ત્યારથી બાપુજી કાગડાને જોતા કે એને મારતા. એટલે કાગડાઓ સાથે બાપુજીને છત્રીસનો આંકડો હતો, કાગડા નહિ આવે.

મેં કહ્યું તો આ દૂધપાક પૂરી કુતરાને આપી દો..તો જગલાના મોટાભાઈ કહે કુતરા પણ નહિ ખાય..મેં કહ્યું કેમ ? એમની સાથે પણ તમારા બાપુજીને છત્રીસનો આંકડો હતો ? મોટાભાઈ કહે હા..એક રાત્રે જ્યારે ઘરે મોડા આવેલા ત્યારે રાતના અઢી ત્રણ થયા હશે અંધારામાં આવતા બાપુજીનો પગ એક આખા દિવસના થાક થી ઘસઘસાત સુતેલા કૂતરાની પૂછડી પર પડ્યો અને દીકું ભડક્યો. મેં કહ્યું દીકું કોણ ? તો કહે કે કુતરો એ કુતરાને બધા ગલીમાં દીકું કહીને બોલાવતા, દીકુના અવાજથી  આખી ગલીના કુતરાઓ બાપુજી પર તૂટી પડ્યા અને ત્યાર પછી બાપુજી જ્યારે જ્યારે જ્યારે કુતરાને જોતા કે એમના પર તૂટી પડતા..ક્યારેક તો બાપુજી કુતરાને જોઈ એના મનમાં શું ચાલે છે એ પણ સમજી જતાં. મેં કહ્યું તો આ દૂધપાક પૂરી નું શું કરીશું..? ત્યાં જ અવાજ આવ્યો..અંકલ તમારે આ બધું કાગડાને ખવડાવવું છે ? જગલો બોલ્યો હા..પેલા છોકરાએ કહ્યું કે ત્યાં જાવ ત્યાં બધા કાગડા ને ખવડાવે છે. 

અમે છોકરાએ કહ્યું એ જગ્યાએ ગયા તો ત્યાં લાંબી લાઈન લાગી હતી બધા નાં હાથમાં કાગવાસ હતું અને સૌથી આગળ એક ભાઈ જેમણે કાગડો પાળ્યો હતો. એ કાગડાને લઈને ઉભા હતા [ જેમ લોકો પોપટ,ચકલી પાળે એમ કોઈને કાગડા પાળવાનો પણ શોખ હોય ] કાગડાને કાગવાસ ખવડાવવાના પચાસ રૂપિયા લેતા હતા. આમેય માર્કેટમાં કાગડા નહોતા આજે કાગડાની ડીમાંડ હતી અમે લાઈનમાં ઉભા રહી ગયા અને જલ્દી નંબર પણ આવી ગયો..અમને જોઈ કાગડાનો માલિક બોલ્યો..ભાઈ બસ હવે કાગડાને નહિ ખવડાવી શકાય જગલો બોલ્યો કેમ ? પેલો કહે કે કાગડાનું પેટ ભરાઈ ગયું છે. મોટાભાઈ બોલ્યા યાર એક બટકું શુકનનું ખવડાવી લેવા દે. પેલો નાં પાડતો હતો..અને જોકે કાગડાની પણ ઈચ્છા નહોતી એવું એના એક્સપ્રેશન્સ પરથી લાગતું હતું. મોટાભાઈએ કહ્યું ભાઈ પચાસ નાં સો લઈલે પણ વિધિ પ્રમાણે કાગવાસ કરવા દે નહિ તો બાપુજી તૃપ્ત નહિ થાય. પેલો માને જ નહિ આખરે પાંચસો આપવાની વાત કરી ત્યારે એનો કાગડો કાં કાં કરવા માંડ્યો મેં કહ્યું જો ભાઈ તારો કાગડો જ હા પાડે છે..જગલો બોલ્યો બાપુજી હંમેશા ખાવામાં નખરા કરતા..બા ને કહેતા આ રસોઈ કેમ કરી પછી ખાઈ લેતા, ખોટા પાંચસો નો ચાંદલો..ત્યાં અચાનક એનો કાગડો ઉડી ગયો. એ બિચારો પાછળ દોડ્યો. અને અમારા ઉપર ભડક્યો કહે કે તમારા કારણે મારો કાગડો ઉડી ગયો..પાંચસો તો લીધા સાથે ઝઘડો કરીને બીજા પાંચસો લીધા બાપુજીનાં શ્રાદ્ધ નું કાગવાસ અમને એક હજારમાં પડ્યું ઘરે બ્રામ્હણને પાંચસો એક અને એક શર્ટપીસ ધોતિયું આપ્યા એ અલગ.


 
થોડી વારે બાલ્કનીમાંથી જોયું તો પેલાનો કાગડો સામેની ડાળ પર કોઈ કાગડી સાથે બેઠો હતો.. અને નીચેથી પેલો માણસ એને બોલાવતો હતો..કાં..કાં..કાં..આમાં કાગડો કોણ..? 

સમજે તે સમજદાર. 

છેલ્લે બ્લોગ ને વિરામ આપતા પહેલા રમેશ પારેખ ની કાગડા પરની આ ગઝલ પેશ છે. 

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો
ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે
જમાવી એ રીતે પડાવ કાગડો મરી ગયો

આ કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?
તું એ સિદ્ધ કરી બતાવ કાગડો મરી ગયો

શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો
ગમે તે અર્થ ઘટાવ કાગડો મરી ગયો

શું કામ જઈને બેસતો એ વીજળીના તાર પર?
નડ્યો છે જોખમી સ્વભાવ કાગડો મરી ગયો

અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?
કરી કરીને કાંવ… કાંવ… કાગડો મરી ગયો

સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો?
લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો

લ્યો, કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો
હવે આ રાષ્ટ્રગીત ગાવ” ‘કાગડો મરી ગયો’…

રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા
You.. stop… stop… stop… now કાગડો મરી ગયો

– રમેશ પારેખ

Friends,

It is like a crow, nothing stays in its stomach, something strange happens when several crows start talking at the same time, crow is our father, crow is the messenger of the true God, the vehicle of Saturn God, you may have heard many such things about crows. 

Most people do not like crows at all. This is because of its black color and its intrusive accent. But the crow has a special significance in the scriptures. This can have special meaning if you see more crows around you. Crows are very clever birds and their brains are about the size of chimpanzees. His memory is very sharp and even the smallest thing cannot escape his gaze.

Nowadays, the demand for crows is higher than that of human beings. Yes, crows do not appear in the Shraddha Paksha. And they don't even appear when crows are needed.

Right now my friend Jagla's house had his shraddha of Bapuji and as the youngest son of the house my friend went to leave Kagvas along with his elder brother and I too..I had to see what his father would look like in the form of a crow..if I put Kagvas, not a single paper came .. The elder brother who came with him said that crows did not come in Bapuji's shraddha even last year. I asked why? So say that .. Bapuji had enmity with crows. Jagala asked what kind of enemy? So the elder brother says that while Bapuji was driving our car, a boy tied a dead crow behind Bapuji's car to make a joke. And Bapuji did not know why the whole army of crows fell behind Bapuji..as if Bapuji got out of the car that the crows had spilled my blood on Bapuji's head. From then on, Bapuji would see the crow or kill it. So Bapuji has a figure of thirty-six with crows.

If I said give this milk to the complete dog..then Jagala's elder brother says even the dog will not eat..why did I say? Even with him, did your Bapuji have a figure of thirty-six? Motabhai says yes..one night when he came home late, it must have been two and a half in the night. I said who is the son? So to say that the dog called the dog Diku in all the streets, the dogs of the whole street fell on Bapuji with Diku's voice and after that Bapuji whenever he saw the dog or fell on him..sometimes Bapuji also understood what was going on in his mind when he saw the dog Going. If I said what will we do with this milkshake .. there was a noise .. uncle do you want to feed this crow? Jagalo said yes..the boy said go there and feed all the crows.

When we went to the place where the boy said, there was a long line. Everyone had Kagwas in their hands and at the forefront was a brother who kept the papers. He was standing with a crow [just like people like parrots and cockatiels who like to raise crows], they used to take fifty rupees to feed crows to crows. We didn't have crows in the market. There was a demand for crows today. We stood in line and soon the number came. Seeing us, the owner of the crows spoke. Brother, just now the crows cannot be fed. He says the crow's stomach is full. Motabhai bolya yaar ek batku shukannu khavadavi le le. Pello was not giving..and although the crow did not want it, it seemed from his expressions. The elder brother said, "Brother, if you don't allow him to do kagvas as per the rules, even if he takes fifty hundred, he will not be satisfied. I don't believe him. When he finally talked about giving five hundred, he started doing it. I said, 'If only your crow gives yes.' Always flirting with food..false five hundred chandlo..there suddenly his paper flew. He ran after Bicharo. And he got angry with us and said that because of you, my papers flew away.

After a while I saw from the balcony that the crow was sitting with another crow on the opposite branch .. and the man from below was calling him..who..who..who..who is the crow in this ..?

Understandably sensible.

This ghazal on Ramesh Parekh's crow is presented before finally pausing the blog.

The crow died in the middle of the road
The crow died
Keep a close eye on her
The camping crow died that way
Did this crow die or did its crow die?
You proved it and the crow died
Did the crow fly out of the crow's disguise
Whatever the meaning, the crow died
Does he go to work and sit on the electric wire?
Nadyo is a dangerous nature crow died
Who gave a voice and snatched his words?
By doing so, the crow died
Who was always looking for a dead body in it?
Taking all the mystery crow died
Leo, his program to be a crow is over
Now sing this national anthem "Crow is dead"
Ramesh, you are like a crow in Karanj
You .. stop… stop… stop… now the crow is dead
- Ramesh Parekh

©


Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...