Skip to main content

Navratri 2020 [ નવરાત્રી ૨૦૨૦ ]

 મિત્રો, 

 હાલ ગોરી હાલ તને લોકડાઉન નાં સમ,

બીજાને તું જાવા દે બસ મારી હારે રમ.

ધરતી આજે ધ્રુજશે ધમ ધમા ધમ ધમ,

હે..ય હાલ ગોરી હાલ તને લોડાઉન નાં સમ. 

ફાલ્ગુની પાઠક અને મુસાપાઈક નો લેટેસ્ટ ગરબો કદાચ આવો હોઈ શકે.યસ આ લોકડાઉન સમયમાં જ્યાં ટ્રેન સેવા હજુ ક્યારે શરુ થશે એની ખબર નથી જે સેવા ચાલુ છે એ સેવા નાં ઠેકાણા નથી કામકાજ મંદા ઠંડા છે ત્યાં નવરાત્રી માં કદાચ રંગબેરંગી ભરત ભરેલી પી.પી.ટી કીટ પહેરીને મોઢે નવરંગી માસ્ક પહેરી ગરબા કરે તો નવાઈ નહિ ભાઈ ભાઈ... મને તો લાગે છે કે આ વખતે લોકો ઘેર ઘેર ગરબા રમશે.

જ્યારે જ્યારે અતિ થાય ત્યારે આવા ચમત્કાર થાય. સમજે તે સમજદાર  જો કે જે થાય તે સારું થાય એ સમજી માતાજીને વધાવવા જોઈએ..આજે પહેલાનો સમય યાદ આવી ગયો. 

જો કે પહેલાના સમયમાં આવી રીતે જ નવરાત્રી ઉજવાતી લોકો પોતાની સોસાયટી કે ઘરના આંગણિયે ભેગા થઇ માતાજીના ગરબા ગાતા અસ્સલ ગરબા..જેમાં ઝળહળતી લાઈટો નહિ પણ પેટ્રોમેક્સ રાખતા અને એક ગરબો અને માતાજી ની છબી વચ્ચે સ્ટુલ પર હોય અને આસપાસ ગરબા રમતા. પછી ધીરે ધીરે શેરીએ અને ગલીએ ગલીએ માતાજીની ગરબીનો રીવાજ આવ્યો ત્યારે ઢોલ અને શરણાઈ પર ગરબા થતા, ખાસ કચ્છથી ઢોલ અને શરણાઈનાં ચેમ્પિયન ને બોલાવાતા અને આખી આખી રાત ગરબા થતા. પછી ધીરે ધીરે ગરબા માં ઢોલ ને બદલે ડ્રમસેટ અને શરણાઈ ને બદલે કેશિયો [ વિદેશી હાર્મોનિયમ ] વપરાવા લાગ્યા અને નાનકડા માઈકની જગ્યા લીધી વુફર સ્પીકરે એક સાથે આઠ દસ સ્પીકર જેમાં રેકોર્ડીંગ સ્ટુડીયોમાં ગવાયેલા ગરબા મસમોટા અવાજે ચાલુ થતા ચા...લો પેલા..બાબુબીટસનાં ગરબા રમવા જઈએ....અને એ અવાજ ઇન્દ્રલોક સુધી જાય એવડો.

સાથે સાથે લાઈવ ગરબા નો ટ્રેન્ડ શરુ થયો સ્ટેજ પર એક તરફ માતાજી ખુણામાં બધાનું ધ્યાન રાખે અને વચ્ચે માતાજીનાં ભગત એવા ગાયકો સ્પેશીયલ નવરાત્રી માટે ડીઝાઈન કરેલા વાઘા એટલે કે ડ્રેસ પહેરીને છાપરેથી,રથમાં,ઘોડા પર કે કમળમાંથી સરપ્રાઈઝ એન્ટ્રી મારવા લાગ્યા અને હે....ય...હા....લો...કરતા મંડી પડે..જો કે એ હા....લો....સામાન્ય નાગરિક ને મોઘું પડે..કેમકે એ હા.....લો....સાથે તાલ મિલાવવા માટે ગાંઠનાં ગોપીચંદ ખરચવા પડે. પાસ લેવા પડે, કેમકે એ નવરાત્રીનું આયોજન સમાજના માનવંતા લોકોએ કર્યું હોય જે ભગવાન ને એક હજાર ધરાવી ને એક કરોડ માંગવાની શક્તિ રાખતા હોય. 

મોટા મોટા મેદાનના,પાર્ટી પ્લોટનાં એડવાન્સ સોદા થાય અને ગાયકોની ખેચ તાણ. જ્યાં રૂપિયા વધારે ત્યાં ગાયક પણ મોંઘા અને એ ગાયક સામે ઉભા રહેવાની હોડ લાગે..અને રમનારા તો તમને ખબર જ છે ડ્રેસ માટે નવરાત્રીના દસ દિવસ પહેલાથી મંડી પડે..સોમવારે સફેદ,મંગળવારે પીળો, બુધવારે લીલો અને ગુરુવારે જે વ્હોટ્સએપ મેસેજમાં  કહ્યો હોય એ રંગ પહેરવાની જીદ સામે માં બાપ કંટાળી ગયા હોય અને આખરે દીકરા દીકરીની જીદ પૂરી કરે. સંતાનો પણ એમની ટોળકી સાથે એમને ગમતું ધાર્યું કરે..કરે..અને કરે..જ..મોટી મોટી નવરાત્રીમાં અંદર ખાણી પીણી નાં સ્ટોલ ની પણ બોલી બોલાય..અને ત્યાં પાણીની એક બાટલી સાઈઠ રૂપિયાની....જી હા મિત્રો સાઈઠ રૂપિયાની હોય..જે હોશે હોશે ખેલૈયાઓ લેવા મજબુર થાય.. અને ગરબા પુરા થયા બાદ બ્હાર મિત્રની બાઈક કે ગાડી માં બેસી આખી આખી રાત ખુલા રહેતા પાઉભાજી નાં સ્ટોલ પર મોઢામાંથી ધુમાડા કાઢતા સ્ટાઈલ આઇકોન બનતા હોય. જો કે આ ઉમર જ એવી છે. જુવાન નો જુવાળ રોકે રોકાયો છે ક્યારે એ એમનું ધાર્યું કરીને જ રહશે. પણ આ વખતે એ પણ ઘરમાં બેસી રહેશે..

નાં નાં એ લોકો ઘરમાં નહિ ભરાય એની ખાતરી ગરબાનાં ખેલૈયાઓ પોતાનો આનંદ લૂટવા સોસાયટી કે ટેરેસ કે ઓન લાઈન ગરબા કરશે જ પણ મોટી મોટી નવરાત્રીઓ નહિ થાય એ નક્કી. અથવા તો સરકારી ગાઈડલાઈન્સ ને અનુરૂપ ગરબા થશે, જો કે કોરોના કાળમાં જે લોકો માતાજી ને પ્રાર્થના કરતા કે હે માતાજી સૌની રક્ષા કરજો એ જ લોકો હવે માતાજી ને કહે છે કે માતાજી અમને ગરબા કરવા દે જો..પણ માતાજી માટે ગરબા કરતા એના ભક્તોની રક્ષા મહત્વની છે એટલે જ લગભગ ઘરે ઘરે ગરબા થશે.એમાં નવરાત્રીના આયોજકોને અને એની સાથે સાથે આ દસ દિવસ નાના મોટા ધંધા કરીને કમાતા લોકોની રોજી રોટી પર પણ અસર થશે પણ કહેવાય છે ને કે માતાજી એના સંતાનને ક્યારેય ભૂખ્યો નહિ સુવડાવે. જાન હૈ તો જહાન હૈ..કીડી ને કણ હાથીને મણ અને ભક્તોને પણ માતાજી આપી જ દેશે. અને આવનારા સમયમાં એટલું આપશે કે લોકો બે હાથ જોડી બોલશે જય ભવાની જય અંબે.


 
છેલ્લે બ્લોગ ને વિરામ આપતા પહેલા શરુ કરેલા ગરબાની બાકીની ચાર લાઈનો પણ હાજર છે.

હું તારો કાન અને તું મારી રાધા,

તોડી નાખ આજ ઘરમાં રેવાની બાધા.

આવતી રે બ્હાર રમવા છોડી લાજ શરમ..

હાલ ગોરી હાલ તને લોકડાઉન નાં સમ..

બીજાને તું જાવા દે બસ મારી હારે રમ..

સમજે તે સમજદાર. 

Friends,


 Hal gori haal tane lockdown na sam,

bijane tu java de bas maari sathe ram,

dharati aaj dhrujashe  Dham Dham Dham Dham,

Hey..haal gori haal tane loadown na sam.

Falguni Pathak and Musapaik's latest pride may be like this. It is not known when the train service will start in this lockdown time. The service is not running. Don't be surprised if you wear PPT kit and wear colorful mask on your face, brother, brother ... I think this time people will play garba at home.

Such miracles happen whenever it happens. She understands, however, she understands that whatever happens will be better, Mataji should be applauded. I remembered the time before today.

However, people who used to celebrate Navratri in the same way in the past used to gather in the courtyard of their society or house and sing Mataji's Garba, Assal Garba .. in which there were no flashing lights but Petromax and one was on a stool between Garbo and Mataji's image and playing Garba around. Then slowly in the streets and alleys, when the custom of Mataji's Garbi came, Garba would be on Dhol and Sharanai, especially the champion of Dhol and Sharanai from Kutch would be called and Garba would be all night. Then gradually Garba began to use cassio [foreign harmonium] instead of drums and strings instead of drums and the small mic was replaced by a woofer speaker with eight to ten speakers at a time in which the Garba sung in the recording studio turned on loudly and At the same time, the trend of live Garba started. On one side of the stage, Mataji keeps an eye on everything in the corner and in between, singers who are devotees of Mataji started making surprise entry from the roof, chariot, horse or lotus by wearing Wagha i.e. dress designed for special Navratri. Yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes, yes ..Gopichand of the knot has to be spent to keep pace with. Because the Navratri was organized by the humane people of the society who have the power to ask God for a thousand and a crore.

Advance deals on the big stage happen and the pull of the singers strains. Where there is more money, the singer is also expensive and it is a bet to stand in front of that singer..and you know the players, the market for the dress is ten days before Navratri..white white on Monday, yellow on Tuesday, green on Wednesday and what you said in the WhatsApp message on Thursday. In the face of the insistence of wearing color, the father is bored and eventually the insistence of the son and daughter is fulfilled. Even the children, with their group, think that they like it..do..and do..j..in a big Navratri, there is also a talk of a food and drink stall inside..and there is a bottle of water for sixty rupees .... yes friends sixty If there is money..who will be forced to take the players .. and after the Garba is over, sitting outside in a friend's bike or car and staying open all night on the stall of Paubhaji, becoming a style icon, emitting smoke from the mouth. However, this is the age. When the youth's jealousy has stopped, he will have to guess. But this time he will also stay at home.

Or it will be Garba according to the government guidelines, although the same people who used to pray to Mataji in the time of Koro, "Hey Mataji, protect everyone" now tell Mataji that Mataji allows us to do Garba if ... but protect her devotees who are doing Garba for Mataji. That is why it is important to be proud almost at home. This will affect the daily bread of the organizers of Navratri as well as those who earn by doing small and big business for these ten days but it is said that Mataji will never feed her children hungry. Jaan hai to jahan hai. And in the time to come it will give so much that people will speak with both hands.

The last four lines of Garba, which started before the last pause of the blog, are also present.

hu taaro kaan ane tu maari radha,

todi naakh aaj gharmaa revaani badha.

 aavti re ramva tu chodi laaj sharam,

haal gori haal tane lockdawn na sam  


Understandably sensible.

google translate 

©

 


  







Comments

  1. nice one .. seriously this year every festival will be different in the manner of celebration: ) jai mata di

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...