Skip to main content

Mind control..no control.. [ વિચાર પર કાબુ..બેકાબુ.. ]

 મિત્રો, 
યાર મને એક વિચાર આવે છે. બસ આ વિચાર શબ્દ સંભળાય કે એક સાથે અનેક વિચારો સામેવાળાના મગજમાં રમવા માંડે કે શું વિચાર હશે ? કેવો વિચાર હશે ? શું કહેશે ? અથવા શું થશે ? અને એમાય પાછુ મિત્ર કહે કે જવા દે પછી કહું છું. એમાં તો મગજમાં વિચારોનો જ્વાળામુખી ફાટે કે યાર આ શું વાત કહેશે? જો કે વિચારોનું આવું જ છે વિચારનું વમળ પેદા થાય તો એમાં એક નહિ અનેક વિચારો જન્મે અને મૃત્યુ પામે. પાંચ સેકેન્ડમાં માણસ આકાશમાં ઉડી આવે અને પાતાળમાં વિઝીટ કરી આવે, કોઈ કૈલાશ પર જઈ આવે તો કોઈ કેટરિના સાથે કોફી પી આવે. વિચારોમાં. કહેવાય છે ને કે વિચારવાના ક્યાં પૈસા લાગે છે ? પણ હવે લાગશે. 
આખો દિવસ આપણે [ શહેરનાં લોકો ] લગભગ મોબાઈલ,લેપટોપ કે પી.સી. સામે બેઠા બેઠા કામ કરતા હોઈએ છીએ ગુગલ પર એક શબ્દ લખો કે એ જ શબ્દ ને લગતા અનેક લેખ, ચિત્રો આપણી સામે હાજર થઇ જાય જેમાં આપણી પસંદગીની વસ્તુ લગભગ સૌથી ઉપર હોય, ધીમે ધીમે તમે જ્યારે જ્યારે નેટ સર્ફિંગ કરો કે તમને ગમતી પસંદગીની વસ્તુઓની એડ આજુ બાજુ શરુ થઇ જાય અને તમને એ વસ્તુ લેવા લલચાવે મજબુર કરે. કેમકે તમારા વિચાર તમે નેટ પર મુક્યા અને હવે તમારા વિચારોને અનુરૂપ વાનગી ઈન્ટરનેટ તમને પીરસવા માંડ્યું. ધીમે ધીમે તમારી ગમતી ન ગમતી દરેક બાબતો કોમ્પ્યુટર ને ખબર પાડવા માંડે અને એનો ડાટા તમારા મોબાઈલની કંપની અને તમે મોબાઈલમાં જે જે એપ ડાઉનલોડ કરો છો એ દરેક કંપની પાસે પહોચી જાય એટલે તમારા વિચારો તમારી જાણ બ્હાર દુનિયામાં કોની કોની પાસે હશે એની જાણ કદાચ તમને તો નહિ જ હોય.

આપણા મગજનું વાયરીંગ કેવું છે એની આપણને ખબર જ નથી અને મગજની સ્ક્રીન પર લખાતો વિચાર કે જેની પેન મન નાં હાથમાં છે એ મન હંમેશા વિચાર લખે અને ભૂસે, લખે અને ભૂસે ઉપરવાળાએ એક ગજબનો સોફ્ટવેયર આપણી અંદર ફીટ કર્યો છે. જેના સુધી હવે આજનું માણસ મગજ પહોચવાના પ્રયત્નો કરે છે. જી હા આપણે જ આપણા સારા નરસા વિચારો ટાઈપ કરીએ છીએ અને કોમ્યુટરને આપણને ઓપરેટ કરવાની ચાવી સોપીએ છીએ, અત્યારે આપણે એની સ્વીચ ઓન ઓફ કરીએ છીએ એ સમય દુર નથી કે એ આપણાં મગજની સ્વીચ ઓન ઓફ કરશે. પેલું રજનીકાન્તની "રોબો" ફિલ્મમાં દેખાડેલું એમ. એમણે ચિટ્ટી બનાવ્યો અને પછી ચિટ્ટી એ એને બનાવ્યો. 
 
મિત્રો, આપણી વિશેષતા થોડા સમયમાં કદાચ આપણી વિવશતા બની જશે ફેસબુકની આર્થિક સહાયથી આપણા મગજ અને કોમ્યુટરનાં વાયરીંગ જોડાણ કરવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ જોડાણ સફળ થાય તો.. મેં કહ્યું એમ કોમ્પુટર આપણા વિચારો બારોબાર વાંચી શકશે. ઉકેલી શકશે અને જો એમાં કોઈનો આદેશ હોય તો અમલ પણ કરી શકશે.
                               
સાનફ્રાન્સિસ્કો ની યુનીવર્સીટી ઓફ કેલિફોર્નિયાનાં સંશોધકો આ સંશોધન કરી રહ્યા છે. મશીન દ્વારા માણસ પર એના મન મગજ પર કંટ્રોલ આ કામ કરતી કંપની ન્યૂરોલિન્ક દ્વારા થોડા વખત પહેલા જ જાહેર કરવામાં આવેલું કે એ લોકો કોઈ સુક્ષ્મ ચીપ [ કાર્ડ ] બનાવી રહ્યા છે જે એક નાનકડી સર્જરી દ્વારા માણસના શરીરમાં નાખવાથી માણસના મન મગજના વિચારો જાણી શકાય એના પર કંટ્રોલ કરી શકાય.
  
 શું તમે આવું વાયરિંગ તમારા મગજમાં કરાવવા તૈયાર થશો

આપણા મન  મસ્તિષ્ક પર આપણો જ કાબુ હોય એ સારું, બાકી જે દિવસે માણસ મશીન ને આધીન થયો કે માણસ પરાધીન થયો.વિચારો શું શું થઇ શકે..?
માટે જ..ટાઈપ કરતાં વિચારવું.

છેલ્લે..બ્લોગ ને વિરામ આપતા પહેલા..
 
પત્ની : કહું છું સાંભળો છો..? આજે શું બનાવું ?
પતિ : કોરોના ની વેક્સીન બનાવતા આવડે તો બનાવ.
પત્ની : તમને પરણી એટલે ટેલેન્ટ પૂરું થઇ ગયું બાકી બનાવી નાખત.
પતિ :  ટેલેન્ટ પાછું આવી જતું હોય તો હું તને છુટાછેડા આપવા તૈયાર છું. આખરે આખી દુનિયાને બચાવવાનો સવાલ છે. 

સમજે તે સમજદાર. 

Friends,

Dude I have an idea. Just the word 'idea' is heard and at the same time several ideas start playing in the mind of the opponent, what will be the idea? What would be the idea? What will say Or what will happen? And Amy says back then friend let go then say. In this, a volcano of thoughts erupts in the mind that what will this man say? However, this is the case with thoughts. If a whirlpool of thoughts is created, not one but many thoughts are born and die. In five seconds a man flies in the sky and visits the abyss, someone goes to Kailash and someone drinks coffee with Katrina. In thoughts. It is said that it costs money to think. But it will happen.
Throughout the day we [city dwellers] spend almost all time on mobile, laptop or PC. We are working in front of you. Write a word on Google. Many articles related to the same word, pictures will appear in front of us in which the item of our choice is almost at the top. This side starts and forces you to take that thing. Because you put your ideas on the net and now the internet has started serving you a dish that suits your ideas. Gradually the computer starts to let you know everything you like and dislikes and its data reaches your mobile company and every company that you download the mobile to so your thoughts will be known to the outside world. If not.

We don't even know what the wiring of our brain is like and the idea written on the screen of the brain whose pen is in the hand of the mind, the mind always writes the idea and the person above it has written a wonderful software inside you. As far as today's man is trying to reach the brain. Gee yes we are the ones who type our good narcissistic thoughts and hand over the key to operate the commuter to us, now that we switch it on it is not far off that it will switch your brain on and off. The same was seen in Rajinikanth's "Robo" movie. He made chitti and then chitti made it.

Friends, our specialty will soon become our specialty. With the financial support of Facebook, a project is underway to connect the wiring of your brain and computer. If this connection is successful, I said, the computer will be able to read your thoughts right away. Will be able to solve and also execute if there is any order in it.

Researchers at the University of California, San Francisco are conducting this research. Machine Controls Man's Mind and Brain The company Neurolink recently announced that they were developing a micro-chip [card] that could be inserted into a person's body through a minor surgery to detect a person's brain thoughts. Can be controlled.
Would you be willing to do such wiring in your mind?
It is better for you to have control over our mind and brain, the rest of the day man became subject to machine or man became dependent.

Finally..before pausing the blog

Wife: Do you hear me say ..? What to make today
Husband: Corona's vaccine is being developed.
Wife: Marrying means you have run out of talent.
Husband: I am ready to divorce you if the talent comes back. Ultimately it is a question of saving the whole world.
Understandably sensible.

 

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા