Skip to main content

BIG dream. [ બચ્ચન નું સપનું ]

  મિત્રો,

 "મહાનાયક" આ  સાંભળતા જ સામ અમિતાભ બચ્ચનનો ચહેરો આવે, જી હા આજે બીજા  કોઈ વિષય પર વાત નથી કરવી પણ મહાનાયકની મહાનતાની વાત કરાવી છે. અને એટલા માટે કે એ વાત સાથે આપણા કાઠીયાવાડી ગુજરાતી મહાશયનું નામ જોડાયું છે, જો કે અમિતાભ બચ્ચન જે કરે તે નોખું અનોખું જ હોય, આ ઉમરે પણ જુવાનીયાઓને શરમાવે એવી સ્ફૂર્તિ સાથે કોરોના પોઝીટીવ આવ્યા બાદ ઈશ્વરે એમને સાજા કર્યા અને સ્વયં ઈશ્વર બોલ્યા અમિતજી  " આપકા સમય શુરુ હોતા હૈ અબ " ફરી કૌન બનેગા કરોડપતિ રમાડતા થઇ ગયા. ફિલ્મ લાઈનના અનેક યુવાનોના આદર્શ,ભગવાન એવા અમિતજી વિશેની વાત મેં સાંભળી અને એ તમારી સાથે શેયર કરકરતા હું પોતાને રોકી ન શક્યો..

મહાનાયક અમિતાભ બચ્ચનને એક પત્રકારે થોડા સમય પહેલાં પૂછ્યું: 

"અભિનય ક્ષેત્રે આટલી વિરાટ છલાંગ લગાવ્યા બાદ અને ભાતભાતની ભૂમિકાઓ ભજવ્યા બાદ હવે કોઈ ઝંખના ખરી ? "

 " જી, ફ્રાન્સના  આંતરરાષ્ટ્રીય ખ્યાતીપ્રાપ્ત કુશળ ફિલ્મ-દિગ્દર્શક PAN NALIN ની ફિલ્મમાં કામ કરવાની એક ઝંખના છે ! "

તો કોણ છે આ PAN NALIN ,જેની ફિલ્મમાં કામ કરવા આ મહાનાયક આતુર છે ? 

PAN NALIN નામનો આ આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રતિભાવંત ફિલ્મકાર એ એક ગુજરાતી છે, કાઠીયાવાડી છે.

આવો, હવે ફ્લેશબેકમાં જઈએ:

લગભગ 1975 ની આસપાસનો કોઇ શિયાળો ! અમરેલીના બે શિક્ષક-મિત્રો શિવરાત્રીના મેળાની મોજ માણવા જૂનાગઢ જવા માટે અમરેલીથી ટ્રેનમાં બેઠા.રસ્તામાં ખીજડીયા જંકશને ગાડી અર્ધો કલાક હોલ્ટ કરે.પેલા  અમરેલીવાળા બે મિત્રો ય નીચે ઉતરીને ચાની લારીએ ચા પીવા ગયા.દસ-બાર વરસનો એક છોકરો કપ-રકાબી સાફ કરી રહ્યો હતો.પેલા શિક્ષકે પૂછતાં લારીવાળાએ તે પોતાનો દીકરો હોવાનું અને તેને ભણવામાં રસ નહીં હોવાથી અત્રે પિતાને મદદ કરતો હોવાનું જણાવ્યું.શિક્ષકોને રસ પડ્યો ને છોકરાને પૂછ્યું: " ભણવું ગમતું નથી તો તને શું ગમે છે?  " છોકરાએ ભોળાભાવે  કહ્યું: "મને ચિત્રો દોરવાનું બહુ ગમે." એમ કહીને એ છોકરો સીગારેટનાં ખોખાં ઉપર પોતે દોરેલાં ચિત્રો શિક્ષકોને બતાવવા લાગ્યો.શિક્ષકે પેલા લારીવાળા ભાઇને કહ્યું :" તમારો આ છોકરો ખરેખર પ્રતિભાશાળી છે,અમે એને અમરેલી લઇ જૈ ભણાવશું.અમે જૂનાગઢથી વળતા આવીએ છીએ."

છોકરાના પિતાએ આ માટે સાનંદાશ્ચર્ય સંમતિ આપી ને એ શિક્ષક જૂનાગઢથી વળતા આવીને આ કપ-રકાબી સાફ કરતા છોકરાને પોતાની સાથે અમરેલી લઇ ગયા.એ છોકરાને એનાં મનગમતાં ક્ષેત્રમાં આગળ વધવા માટે તમામ પ્રકારની મદદ કરી.

બાદમાં એ યુવાન ફાઈનઆર્ટસ્ નો અભ્યાસ કરવા વડોદરા અને ત્યાંથી પછી મોહમયી મુંબઈ નગરીમાં પોતાની પ્રતિભાને વિકસાવવા જાય છે.થોડા સમયમાં જ એની પ્રતિભાને પોંખનારા ય મળી જાય છે.આર.કે.લક્ષ્મણની વિખ્યાત કાર્ટૂન સિરિઝ वागले की दूनिया નું નિર્માણ કરવાની તક મળે છે ને આ સિરિઝની ધરખમ સફળતા બાદ આ યુવાનની પ્રતિભા પરદેશમાં ય પોંખાય છે.આ યુવાન બાદમાં ફ્રાન્સમાં સેટલ થાય છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એની ફિલ્મ કળાનું કૌશલ્ય પોંખાય છે.

આ શિક્ષક તે અમરેલીના સુખ્યાત વિદ્વાન પ્રાધ્યાપક શ્રી ડૉ.વસંત પરીખ અને પેલો કપ-રકાબી સાફ કરનારો છોકરો તે આ વિખ્યાત ફિલ્મ-દિગ્દર્શક PAN NALIN એટલે કે પંડ્યા નલિનકુમાર રમણીકલાલ.

આ યુવાને પોતાનું નામ "નલિન" યથાવત રાખીને પોતાની અટક PANDYA માંથી ત્રણ અક્ષર PAN ને પૂર્વગ તરીકે રાખીને PAN NALIN તરીકે ઓળખાવાનું પસંદ કર્યું. "પાન નલિન" આજકાલ ગુજરાત/સૌરાષ્ટ્રમાં  છે.તેઓશ્રી આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુજરાતી ફિલ્મ "છેલ્લો શો "નાં શૂટિંગ માટે સમગ્ર ફિલ્મ-યુનિટ સાથે અહિયાં આવેલ છે.

આ ગુજરાતી ફિલ્મ "છેલ્લો શો " અનેક રીતે અનન્ય છે.આ ફિલ્મ ફ્રેન્ચ,જર્મન સહિત આઠ વૈશ્વિક ભાષાઓમાં ડબ થઈ રહી છે.

આ ફિલ્મમાં છ બાળકોની મુખ્ય ભૂમિકા છે,જે માટે સૌરાષ્ટ્રનાં 94 ગામડાંઓમાંથી આશરે ત્રણેક હજાર બાળકોના સ્ક્રીનટેસ્ટ લેવાયેલ,જેમાંથી આ 6 બાળકો સિલેક્ટ થયેલ છે.

ફિલ્મનાં ઘણા ખરા પ્રસંગો પોતાની અસ્સલ જિંદગીનાં જ હોવાનું નલિનભાઇએ જણાવેલ.

પાન નલિનની ભૂમિકામાં ભાવિન રબારી નામનો બાળકલાકાર છે,બાકીનાં બાળકલાકારો ય આપણા ગુજરાતનાં જ-પોરબંદર,લાઠી,જામનગર વગેરેના છે.

આ ફિલ્મનું શુટિંગ રાજકોટ,અમરેલી,સાસણ,ગીરજંગલનો વિસ્તાર,ધારી,બગસરા,લાઠી વગેરે સ્થળોએ થયેલ છે.

આ ફિલ્મ 2021 માં રજુ થવાની સંભાવના છે.

સૌરાષ્ટ્ર/ગુજરાતનું નામ રોશન કરનાર નલિનભાઇએ The Valley Of Flowers ,Ayurveda,Samsara જેવી ફિલ્મોનાં નિર્માણ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે.આંતરરાષ્ટ્રીય સ્તરે ગજુ કાઢનાર આ ગુર્જરરત્ન શ્રી નલિનકુમાર રમણિકલાલ પંડ્યા ઉર્ફે PAN NALIN ને આ સાથે ધન્યવાદ અને શુભકામનાઓ "છેલ્લો શો " માટે.

 છેલ્લે એક સુંદર રચના સાથે બ્લોગને વિરામ. 

वृक्ष हों भले खड़े,
हों घने हों बड़े,
एक पत्र छाँह भी,
माँग मत, माँग मत, माँग मत,
अग्निपथ अग्निपथ अग्निपथ।

तू न थकेगा कभी,
तू न रुकेगा कभी,
तू न मुड़ेगा कभी,
कर शपथ, कर शपथ, कर शपथ,
अग्निपथ अग्निपथ अग्निपथ।

यह महान दृश्य है,
चल रहा मनुष्य है,
अश्रु स्वेद रक्त से,
लथपथ लथपथ लथपथ,
अग्निपथ अग्निपथ अग्निपथ।

સમજે તે સમજદાર. 

Friends,


 "Mahanayak" Amitabh Bachchan's face comes as soon as he hears this. And because the name of our Kathiawadi Gujarati Mahashay is associated with that, although what Amitabh Bachchan does is very unique, even at this age, when Corona came positive with such a spirit that embarrassed the youth, God healed him and said Amitji "AAPKA SAMAY SHURU HOTA HAI AAB"Who will become a millionaire again. I heard about Amitji, the role model of many youngsters in the film line and I couldn't stop myself from sharing it with you.


A journalist recently asked Amitabh Bachchan:

"After making such a huge leap in the field of acting and playing various roles, is there any longing now?"
Then Amitabhji replied with sufficient transparency.
 "Gee, there is a longing to work in the film of the internationally acclaimed skilled film-director of France, PAN NALIN!"
So who is this PAN NALIN, in whose film this superhero is eager to work?
This internationally talented filmmaker named PAN NALIN is a Gujarati from Kathiawadi.
Come on in, let's flash:
Any winter around 1975! Two teachers-friends from Amreli boarded a train from Amreli to Junagadh to enjoy Shivratri fair. On the way, the car halted at Khijariya junction for half an hour. When asked by the teacher, Lariwala said that he was his son and was helping his father as he was not interested in teaching him. The teachers were interested and asked the boy: "What do you like if you don't like to study?" Like. " Saying this, the boy started showing the pictures he had drawn on the cigarette butts to the teachers. The teacher said to the brother with the lorry:
The boy's father consented to this and the teacher returned from Junagadh and took the boy with him to Amreli to clean the cups and saucers. He helped the boy in all possible ways to advance in his favorite field.
Later, the young man goes to Vadodara to study fine arts and from there to Mumbai to develop his talents. In a short time, his talents are found to flourish. After the huge success of the series, the young man's talent spread abroad. The young man later settled in France and his film skills spread internationally.
The teacher is the renowned scholar Professor Dr. Vasant Parikh of Amreli and the boy who cleans the cup-saucer is the famous film-director PAN NALIN i.e. Pandya Nalinkumar Ramaniklal. Chose to be known as PAN NALIN with prefix as.

According to the report, Mr. "Pan Nalin" is currently in Gujarat / Saurashtra. He is here with the entire film-unit for the shooting of the international level Gujarati film "Last Show".
This Gujarati film "Last Show" is unique in many ways.
The film is being dubbed in eight global languages, including French and German.
The film stars six children in the lead roles, for which a screen test of about three thousand children from 94 villages in Saurashtra has been taken, out of which these 6 children have been selected.
Nalinbhai said that many of the real episodes of the film are from his real life.
In the role of Pan Nalin, there is a child artist named Bhavin Rabari, the rest of the child actors are from our Gujarat - Porbandar, Lathi, Jamnagar etc.
The film has been shot in Rajkot, Amreli, Sasan, Girjangal area, Dhari, Bagasara, Lathi etc.
The film is expected to release in 2021.
Nalinbhai, who made Saurashtra / Gujarat famous, has made a name for himself internationally by producing films like The Valley Of Flowers, Ayurveda, Samsara.
Thanks to this internationally acclaimed Gurjarratna Shri Nalinkumar Ramaniklal Pandya alias PAN NALIN and best wishes for the "Last Show".

So coming back from flashback, Amitabh Bachchan's dreams should come true soon and this young man and Amitabh duo should make a noble film that is internationally acclaimed.


Finally break the blog with a beautiful composition.


Even if the trees are standing,
Be dense be big,
Even a letter,
Don't ask, don't ask, don't ask,
Agneepath Agneepath Agneepath.


You will never get tired
You will never stop
You will never turn,
Tax oath, tax oath, tax oath,
Agneepath Agneepath Agneepath.


This is a great scene,
The walking man is,
Tears with sweat blood,
Soaked soaked soaked,
Agneepath Agneepath Agneepath.


Understandably sensible.

 ©



Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...