Skip to main content

Book first friend [ પ્રથમ મિત્ર પુસ્તક ]

 મિત્રો,

ટ્રેન,બસ કે ટ્રાવેલિંગનાં કોઈ પણ સફરમાં આપણી સાથે ભલે કોઈ ન હોય પણ જો સાથે એક સારું પુસ્તક હોય તો ભયો..ભયો..જો ક પુસ્તક માત્ર હાથમાં રાખીને એની સોભા વધારવા નહિ પણ વાંચવા માટે સાથે રાખવું જરૂરી છે..કેમકે જેટલું વધુ વાંચશો એટલું વધુ જાણશો, જેટલું વધુ જાણશો એટલું વધુ શીખશો, જેટલું વધુ શીખશો, એટલા વધુ સ્થળોએ તમે ફરશો. આ જાદુ માત્ર પુસ્તકો જ કરી શકે છે.

'ક' કમળ નો 'ક' અને 'ખ' ખટારાનો 'ખ' શીખતા હતા ત્યારે ખબર જ ક્યાં હતી કે આ જ વાંચન આદત પડી જશે અને પુસ્તકો સાથે, પુસ્તકો માટે, પુસ્તકોની આસપાસ કામ કરવું પડશે. સાચે જ એકાંતનો સૌથી બેસ્ટ સાથી છે પુસ્તક. એમાય જો મનગમતી પુસ્તક હાથમાં આવે તો સમય ની પણ ખબર નથી રહેતી દરેક પાને અક્ષરોની દુનિયામાં આપણે એટલા દુર નીકળી જઈએ કે " ચાલો જમવા" અથવા તો " હવે બસ કરો" અથવા તો મોબાઈલની રિંગ કે ડોરબેલ આપણી પુસ્તક વાંચન ની ધ્યાનમગ્ન અવસ્થા માં અવરોધ નાખે તો જ આપણે ફરી કોરોનાકાળ  માં પાછા આવીએ.

મિત્રો, પુસ્તક એટલે લેખકના વિચારોનો આઈનો એણે ધારેલા માનેલા પ્રસંગોની, વાતોની ,અનુભવોની, વિચારોની હારમાળા . એ વિચારના અનેક સ્વરૂપો હોઇ શકે  ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, લેખ, કવિતા, ગઝલ કે સાહિત્યના કોઈપણ સ્વરૂપે.

કોઈ એક સરસ પુસ્તક વ્યક્તિના વિચારો બદલી શકે છે; અને એ વિચારોથી એની સમજ બદલાય, એની સમજથી એનો સ્વભાવ બદલાય, એના સ્વભાવથી એનું વ્યક્તિત્વ બદલાય, અને એનું વ્યક્તિત્વ બદલાય એટલે વ્યક્તિ આખી અંદરથી બદલાઈ જાય.પુસ્તકના વાંચન નો પ્રભાવ અનોખો હોય છે. વ્યક્તિને વાંચન નો ચસકો કે નશો થઇ જાય તો એ બ્હારથી એવો જ દેખાતો હોય, પણ અંદરથી એ પરિવર્તિત થઈ જાય છે. પહેલા હતો એના કરતાં વધુ સમજદાર બને છે. નવા ઉમદા વિચારો માણસની સમજમાં સ્પષ્ટતા લાવે છે; એને અંદરથી નિખારે છે; વિચારોનું વોશિંગ કરી એને ચળકતા ઉજળા કરી નાખે. દુનિયાને જોવાની નજર જ બદલાઈ જાય. 

જો કે હવે સમય પ્રમાણે પુસ્તકોનાં વાંચનમાં પણ પરિવર્તન આવ્યું છે. પહેલા જેમ દૂધ મળતું અને હવે દુધનો પાવડર પણ મળેછે પહેલા બિરયાની કે રોટી બનાવવા મહેનત કરવી પડતી હવે એના ફ્રોજન ફૂડ પેકેટ રેડી આવે છે એમ પુસ્તકો પણ હાથવગા થઇ ગયા છે.ઇન્ટરનેટ,મોબાઈલ પર એવી ઘણી એપ છે જે આખે આખી લાયબ્રેરી તમારી સામે પીરસી દે. અને એમાય તમને ગમતી વસ્તુ કે શોખ લખો તો એને લગતા હજ્જારો પુસ્તકોનો ખજાનો ખડકી દે. વાંચવાનો કંટાળો આવે તો પોડકાસ્ટ ની સુવિધા પણ શરુ થઇ છે. આખી પુસ્તકનું કોઈ મહાશયે અક્ષરસહ પઠન કર્યું હોય તમારે માત્ર કાનમાં હેડફોન નાખી બુક સાંભળવાની.અને આખી બુક સાંભળવા નો કંટાળો આવે તો એ બુક ની સમરી એટલે કે ટૂંક સાર પણ યુ ટ્યુબ પર મળી જાય. બોલો છે ને કમાલ.

પણ દોસ્ત આ બધી પળોજણ માં પડવા કરતાં હાથમાં પુસ્તક લઈને વાંચવાની મઝા જ કઈ ઓર છે..મેઘાણી ની વાર્તા કોઈના સ્વરમાં સાંભળવી એના કરતા હાથમાં સૌરાષ્ટ્રની રસધાર લઈને આંખોનીબારીએથી મેઘાણીના અક્ષર પર નજર ફેરવો તો તમે ચોક્કસ કાઠીયાવાડની કોતરોમાં પહોચી જાઓ..પુસ્તક આપણને ૨૦૨૦ માંથી ૧૮૬૦ માં લઇ જાય સોફામાં કે હીંચકા પર બેઠા બેઠા વાંચતાં આપણી ઈમેજીનેશન ૫૦ વર્ષ આગળ કે પછી ૬૦ વર્ષ આગળ ભવિષ્યકાળમાં લઈ જાય છે; વાંચન એક પ્રકારનું ટાઈમ-ટ્રાવેલ જ તો છે. આ તાકાત પુસ્તકમાં છે. ફક્ત સરસ ઈમેજીનેશન ખીલવવી પડે,  અને આ ઈમેજીનેશન પુસ્તકો વાંચવાથી જ ઘડાય, તીક્ષ્ણ થાય, શરીર ને સંભાળવા  કસરત કરાય એમ મગજ ની ધાર કાઢવા વાંચન મસ્ટ છે.   

જો કે પુસ્તકો લેપટોપ.કે મોબાઈલ પર વાંચો..પણ વાંચો..પુસ્તકો દ્વારા જ આપણને નવી નવી વાતો જાણવા મળે છે..દરેક વ્યક્તિ સુધી આપણે નથી પહોચી શકતા પણ એના વિચારો એમની કલ્પના કે એમના અનુભવો આપણને શબ્દ દેહે પુસ્તકમાં જ મળે છે.

વાંચન નો શોખ પહેલા મને નહોતો..પણ હવે સામે જો કોઈ પુસ્તક,અખબાર કે સામાન્ય કોઈ લખેલો કાગળ પણ પડ્યો હોય તો એને ઉપાડી બાંચી લેવાનું મન થાય..ઉપર ઉપરથી વાંચતા વાત નો સંધાર્બ ખબર પડે. અને કઈક નવું જાણ્યા નો આનંદ. આ આનંદ આપ પણ માનતા હશો જ. એવી આશા સાથે વિરામ.. 

બ્લોગ ને વિરામ આપતા પહેલા પુસ્તક વિષે વાચેલી કવિતા. 

પુસ્તક મિત્ર છે
આપણા એકાંતનું,
તે વડીલ છે, સંસ્કારનું.
તે ભવિષ્ય છે આપણાં બાળકનું.

પુસ્તકત ને ખોલો છો તેની સાથે જ
ખુલવા લાગે છે તમારું હૃદય.
બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં
તમે તેમને અરીસાની જેમ
જોઈ શકો છો.

પુસ્તક અંધકારમાં દીવો લઈને
ઊભું હોય છે અજવાળું પાથરવા.

અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો
ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ
તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રદ્ધા ડગી જાય,
મન થાકી જાય, હૈયુ હારી જાય ત્યારે
નિર્જિવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ
તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે
પુસ્તક બહાર અને
ભીતર જોડાતો સેતુ છે.

પુસ્તક વિનાનો માણસ
ફરી પાછો કોઈ આરંભકાળનો
આદિવાસી બની જાય
તે પહેલા ચાલો,
પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.

-રાજેશ વ્યાસ’મિસ્કીન

સમજે તે સમજદાર. 

 

 Friends,


Even if no one is with us on any train, bus or traveling trip, if there is a good book with us, it is necessary to keep it with us not only to enhance its beauty but also to read it..because more The more you read, the more you learn, the more you learn, the more you learn, the more you learn, the more places you will travel. Only books can do this magic.

When I was learning 'K' Kamal's 'K' and 'B' Khatara's 'B', I knew that this same reading habit would fall and I would have to work around books for books. The book is truly the best companion of solitude. Amy doesn't even know the time if she gets her favorite book in hand. Every page we go so far in the world of letters that "let's eat" or "just do it now" or a mobile ring or a doorbell interrupts our reading. Only then do we return to the Coronation Age.

Friends, a book is a series of events, stories, experiences, thoughts of the author's thoughts. The idea can take many forms, be it a short story, a novel, an essay, an article, a poem, a ghazal or any form of literature.

One great book can change a person's thoughts; And those thoughts change his understanding, his understanding changes his nature, his nature changes his personality, and his personality changes so the person changes from within. The effect of reading a book is unique. If a person becomes addicted to reading or intoxicated, it may look the same from the outside, but it changes from the inside. Becomes more discreet than before. New noble ideas bring clarity to man's understanding; Brightens it from within; Wash the thoughts and make them shiny. The way you look at the world changes.

However, the reading of books has also changed over time. Books like "Before you get milk and now you also get milk powder, you have to work hard to make biryani or roti, now its frozen food packets are ready" are also available. There are many apps on the internet that serve the entire library in front of you. And if you write something you like or a hobby, it will be a treasure trove of thousands of books. If you get bored of reading, the facility of podcast has also started. If any gentleman has read the whole book with letters, you just have to put the headphones in your ears and listen to the book. Talk about rubbing salt in my wounds - d'oh!

But what is more fun to read with a book in hand than to fall into all these spree, my friend. Reading while sitting on a sofa or swing takes our imagination to the future 50 years later or 50 years later; Reading is a kind of time-travel. This strength is in the book. You just have to be more discriminating with the help you render toward other people. And reading these imagination books is a must to sharpen the brain, to sharpen the body, to exercise the body.


However, read books on laptop or mobile..but read..we get to know new things only through books..we can't reach every person but his thoughts, his ideas or his experiences we get only in Shabad Dehe book.

I didn't have a hobby of reading before..but now if there is a book, newspaper or even a written paper in front of me, I feel like picking it up and saving it..I know the context of reading from above And the joy of knowing something new. You must believe this joy too. Pause with such hope


A poem read about the book before pausing the blog.


The book is a friend
Of our solitude,
He is an elder, of the sacrament.
That is the future of our child.
Just as you open the book
Your heart seems to be opening.
In the space between the two words
You mirror them
Can see.
Book carrying a lamp in the dark
Stand up to light the bed.
And when in life you forget
Then his sentences and lines
Shows you the way
When faith is shaken,
When the mind gets tired, Haiyu loses
The pages of a seemingly lifeless book
There is life in you.
The book is a beacon
Out of the book and
There is a connecting bridge inside.
A man without a book
No beginnings again
Become tribal
Let's go first,
Let us into the world of the book.
-Rajesh Vyas' Miskin


Understandably sensible.

google translate 

©
 
 
 
 
 
 
 
 
 

Comments

  1. superb.. Pearson to be considered rich by his collections of books and not by his bank account ..thats what I always feel.. keep reading all

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...