મિત્રો, ઘણા વખતે આજે ફરી બ્લોગ લખવાનું મન થયું, અને લખવાનું શરુ કર્યું.. દેનેવાલા જબભી દેતા દેતા છપ્પર ફાડકે. નસીબ કોના ક્યારે કેવી રીતે ચમકે એ કોઈ કહી નથી શકતું. જાનું મેરી જાને મન બસપન કા પ્યાર ભૂલ નહી જાના રે.. જેસ્સા મેરા પ્યાર હૈ..એસ્સા મૈને કિયા હે..બસપન કા પ્યાર મેરા ભૂલ નહિ જાના રે.. યહાં વહાં જહાં તહાં..આજકાલ આ ગીત ચર્ચામાં છે. છત્તીસગઢનાં સુકમા જીલ્લાના નાનકડા ગામના તાલુકામાં તો દસ વર્ષનો સહદેવ દીર્દો નામનો છોકરો રાતોરાત સોશ્યલ મીડિયા પર સ્ટાર થઇ ગયો. રોક સ્ટાર બાદશાહ એ એને કાસ્ટ કરીને ગીત પણ બનાવી નાખ્યું અને એ ગીત પણ આજે લોકોના મોઢે છે. રાતોરાત સ્ટાર બની ગયેલો સહદેવ આજે સેલીબ્રીટી છે. મૂળ આ ગીત ગુજરાત હાલોલના એક લોકગાયક કમલેશ બારોટનું છે. પણ આજે આટલા વર્ષે નસીબ ખુલ્યું સહદેવનું. આવી જ સેલીબ્રીટી બની હતી કલક્તાનાં એક પ્લેટફોર્મ પર ગીત ગાતી રાનૂ મંડલે લતા મંગેશકરનું ગીત ' એક પ્યાર કા નગમા હૈ ' ગાયુ હતુ , જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયુ હતુ. જે પછી રાનૂ મંડલનુ મેકઓવર કરી આપવાની લાઇન લાગી હતી. અત્યંત ગરીબીમાં જીવતા અચાનક સુપર સ્ટાર બની જતા આવ
something new