હલ્લો મિત્રો, ઘણા સમય બાદ બ્લોગ કન્ટીન્યુ કર્યો, આ બીજીવાર થયું પહેલા પણ અલ્પવિરામ મુકાઇ ગયું હતું..જો કે આળસ અને માણસ બંને વચ્ચે સંઘર્ષ ચાલતો જ રહે છે. પૂર્ણવિરામ ને મે જીવનમાં સ્થાન આપ્યું જ નથી સંબંધો માં પણ અલ્પવિરામ રાખ્યા છે. આજે મુંબઇમાં ચારેબાજુ ચર્ચાના બે જ વિષય છે એક છે મુંબઈમાં મેટ્રોના કામને લીધે થાતો ટ્રાફિક અને બીજો છે ‘કાશ્મીર ફાઇલ્સ’, એક એવી ફિલ્મ જેને જોવા માટે થિયેટરમાં ન જતો દર્શક વર્ગ પણ ફિલ્મ જોવા તૈયાર થઈ ગયો, કોલેજીયનો એક સાથે ગ્રુપ માં જોવા નીકળ્યા, સોસાયટી અને સંસ્થા વાળાઓએ સાથે ટીકીટ્સ કઢાવી, અને ભૂતકાળમાં કાશ્મીરમાં શું બન્યું હતું એ જોવાનું કુતૂહલ જાગ્યું. સોશ્યલ મીડિયાનો જબરદસ્ત ઉપયોગ થયો અને લોકોએ પોતાના રિવ્યુ આપ્યા, ભૂતકાળના સુકાઈ ગયેલા ઘા ને વર્તમાનમાં દર્દ ઉપડ્યું. ટૂંકમાં કાશ્મીર અને કાશ્મીરી પંડિત ચર્ચાનો વિષય બની ગયા. ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ લાવ્યા હતાં જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. અને ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ પછી હવે વિવેક અગ્નિહોત્રી ‘ધ કા...
something new