હલ્લો મિત્રો,
ઘણા
સમય બાદ બ્લોગ કન્ટીન્યુ કર્યો, આ બીજીવાર થયું પહેલા પણ અલ્પવિરામ મુકાઇ ગયું હતું..જો
કે આળસ અને માણસ બંને વચ્ચે સંઘર્ષ ચાલતો જ રહે છે. પૂર્ણવિરામ ને મે જીવનમાં સ્થાન
આપ્યું જ નથી સંબંધો માં પણ અલ્પવિરામ રાખ્યા છે.
આજે
મુંબઇમાં ચારેબાજુ ચર્ચાના બે જ વિષય છે એક છે મુંબઈમાં મેટ્રોના કામને લીધે થાતો ટ્રાફિક
અને બીજો છે ‘કાશ્મીર ફાઇલ્સ’, એક એવી ફિલ્મ જેને જોવા માટે થિયેટરમાં ન જતો દર્શક
વર્ગ પણ ફિલ્મ જોવા તૈયાર થઈ ગયો, કોલેજીયનો એક સાથે ગ્રુપ માં જોવા નીકળ્યા, સોસાયટી
અને સંસ્થા વાળાઓએ સાથે ટીકીટ્સ કઢાવી, અને ભૂતકાળમાં કાશ્મીરમાં શું બન્યું હતું એ
જોવાનું કુતૂહલ જાગ્યું. સોશ્યલ મીડિયાનો જબરદસ્ત ઉપયોગ થયો અને લોકોએ પોતાના રિવ્યુ
આપ્યા, ભૂતકાળના સુકાઈ ગયેલા ઘા ને વર્તમાનમાં દર્દ ઉપડ્યું. ટૂંકમાં કાશ્મીર અને કાશ્મીરી
પંડિત ચર્ચાનો વિષય બની ગયા.ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ લાવ્યા હતાં જે બોક્સ ઓફિસ પર
હિટ સાબિત થઈ હતી. અને ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ પછી હવે વિવેક અગ્નિહોત્રી ‘ધ
કાશ્મીર ફાઇલ્સ’ લઈને આવ્યા, જેમાં તેમણે 90ના દાયકામાં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને હિંદુઓના
નરસંહાર અને હિજરતની વાર્તા દર્શાવી છે. નબળા હ્રદયના લોકોએ આ ફિલ્મ ન જોવી
જોઈએ.ખૂબ જ સંવેદનશીલ કહી શકાય એવી આ ફિલ્મથી લોકોના માનસ પટલ પર કેવી અસર થશે એ તો
ભવિષ્યમાં ખબર પડશે પણ ફિલ્મ જોઈને નીકળતો પ્રેક્ષક મનમાં ઘણું બધુ લઈને નીકળે છે.
ચર્ચાનો વિષય બનેલી આ ફિલ્મ એકવાર જોવી જ જોઈએ.
ઘણું લખાય એવું છે પણ લગભગ દરેક સુધી કાશ્મીર ફાઇલ્સ ની
અઢળક વાતો પહોંચી છે એટલે ટૂંકમાં ફિલ્મ ન જોઈ હોય તો જરૂર જો જો, અને હા, માત્ર થિયેટરમાં.
બ્લોગ ને વિરામ આપતા પહેલા વિનીત
ચૌહાણ ની એક વીર રસ થી ભરપૂર કવિતા ના શબ્દો.
‘ઉઠો..નયા કાનૂન માંગલો,
સંસદકી દીવારોંસે,
હત્યારોં કો ક્ષમાદાન,
અબ ના મિલે દરબારોંસે,
ઇનકો સીધા ફાંસી ટાંકે,
વીરશહીદોં કી માં એ,
યા સીને પર ગોલી બરસાએ સૈનિક કી વિધવાએં’
સમજે તે સમજદાર
hello friends,
Continued the blog after a long time, this was the second time even before the comma was put.. However, the struggle between laziness and man continues. I have not only given a place to periods in life, but also commas in relationships.
There are two topics of discussion in Mumbai today. One is the traffic congestion in Mumbai due to Metro work and the other is 'Kashmir Files'. Society and organization members picked up tickets together, and curiosity was aroused to see what had happened in Kashmir in the past. Social media has been used tremendously and people have given their reviews, the dried up wounds of the past are hurting the present. Kashmir and Kashmiri Pandits soon became the subject of discussion.
The film was directed by Vivek Agnihotri's The Tashkent Files, which proved to be a box office hit. And the film also won two National Awards. After 'The Tashkent Files', now Vivek Agnihotri has come up with 'The Kashmir Files', in which he tells the story of the genocide and migration of Kashmiri Pandits and Hindus in Kashmir in the 90's. People with a weak heart should not watch this film. It will be known in the future how this film, which can be said to be very sensitive, will have an effect on the psyche of the people. The film is a must-see.
There is a lot to be written but almost everyone has heard about Kashmir files, so if you haven't seen the film in a nutshell, then yes, and yes, only in the theater.
The words of a poem full of heroic interest of Vineet Chauhan before pausing the blog.
Parliamentary walls,
Forgive the killers,
Ab Na Mile Darbaronse,
Inco directly quotes hanging,
In Veerashahidon Ki A,
The soldier's widow was shot in the chest.
‘Get up .. ask for a new law,
Understandably so
Comments
Post a Comment
hii friends if u like my post pl comment