Skip to main content

Posts

Showing posts from April, 2022

Lemon 250rs Kg [ લીંબુ ૨૫૦ રૂપિયે કિલો.]

  બહુ જ ચિંતા નો વિષય છે , લીંબુ ૨૫૦ રૂપિયે કિલો બોલો..  ગાડીઓના શો-રુમ માં જાઓ , નવા મોડલ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. ગ્રાહકો ને છ - છ મહિના સુધી નવી ગાડીઓ ની રાહ જોવી પડી રહી છે.રેસ્ટોરેંટ માં જાઓ તો ખાલી ટેબલ મળતું નથી. ઘણા રેસ્ટોરેંટો માં તો લાઈન લાગી હોય છે. શોપિંગ મૉલ માં પાર્કિંગ ની જગ્યા નથી એટલી ભીડ લાગી હોય છે. કેટલીયે મોબાઈલ કંપનીઓના મૉડલ આઉટ  ઓફ સ્ટોક છે ,  એપ્પલ લોન્ચ થતાંની સાથે જ આઉટ ઓફ સ્ટોક થઈ રહ્યો છે. ઓનલાઇન શૉપિંગના સમયમાં પણ અને વર્કિંગ-ડૅ માં બજારોમાં પગ મુકવાની પણ જગ્યા નથી. દરરોજ ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ  ઉભી થાય છે. ઓન લાઇન શોપિંગ ઈન્ડસ્ટ્રી તેજી માં છે....પણ લોકો કહે છે કે પેટ્રોલના ભાવ વધારી એમની કમર તોડી નાખી છે. લીંબુ ૨૫૦ રૂપિયે કિલો નડે છે પણ પીઝા,બર્ગર,સિઝલર ના ભાવ પોસાય છે.  મારા ઘરમાં જ્યારે બિનજરુરી લાઈટો ચાલું હોય છે , પંખા ચાલતા હોય છે , ટી. વી ચાલતી હોય છે ત્યારે મને કોઈ તકલીફ નથી હોતી પણ જેવું વિજળી બિલ વધું આવે ત્યારે મારી અંતર આત્મા અંદર થી રોઈ જાય છે. જ્યારે મારાં છોકરાં ૧૬ ડિગ્રી સેન્ટિગ્રેડ પર એ.સી ચલાવી ચાદર ઓઢ...