ગઈકાલનો સુખદ અનુભવ કૌટુંબિક ફિલ્મો આપવા માટે જેમ હિન્દી ફિલ્મ નગરીમાં રાજશ્રી ફિલ્મ્સનું નામ મોખરે છે એમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં કોકોનટ મોશન પીકચર્સનું લઈ શકાય, નિર્માતા રશ્મિન મજીઠીયા ચાલ જીવી લઇએ, કહેવતલાલ પરિવાર એને હવે બુશર્ટ ટીશર્ટ, નખશિખ કૉમેડી જોનર ધરાવતી, સામાજિક સંદેશ આપતી કૌટુંબિક લાગણી વાળી અદ્ભુત ફિલ્મો આપનાર જાણીતું નામ. ગઈકાલે અંધેરી પી.વી.આર માં મિત્ર સાથે બુશર્ટ ટીશર્ટ નાં પ્રીમિયરમાં હાજરી આપવાનું સદભાગ્ય સાંપડ્યું, ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં અનેક માનવંતા ધુરંધરો મળ્યા, જૂની યાદો, નવી વાતો થઈ, છેલ્લે ફિલ્મમાંથી નીકળ્યા બાદ દરેકના ચહેરે સ્મિત હતું એ જોઈ આનંદ થયો. કારણ ટેન્શન ભર્યા આજના વાતાવરણમાં આવી હલ્કી ફુલ્કી મસ્ત મજાની મૂવી બીજીવાર જોઈએ તોય જલ્સો પડી જાય. કહેવાય છે જે જીવનમાં ન બને એ ફિલ્મો માં બને, એવું જ અહીં વાર્તામાં બને છે અશક્ય લાગતી એક નાનકડી ઘટના મોટા પડદે એટલી વિશાળ બની જાય છે કે આસપાસ બેઠેલા સૌ કોઇના હસવાના અવાજોમાં ફિલ્મ આગળ વધતી જાય છે. દિકરાના ઉજ્જવળ ભવિષ્યના સપના જોતા પિતા અને સિંગર બનવાના શાનદાર ભવિષ્યનાં સપના જોતા દિકર...
something new