Skip to main content

Posts

Showing posts from February, 2021

happy valentine's day [ પ્રેમ દિવસની શુભેચ્છાઓ ]

  મિત્રો,  વેલેન્ટાઇન દિવસ આવે છે, અનેક યાદો સાથે લાવે છે, અને ઘણી યાદો આપી જશે. કોઈને આનંદની તો કોઈને અફસોસની જો કે વેલેન્ટાઇન ડે જેવો જ હોય છે જન્મદિવસ. જાતને પ્રેમ કરવાનો અવસર,  જન્મદિવસ આવે એટલે ઉત્સવ ઉજવાય ઘણું બધું યાદ રહી જાય અને ઘણું યાદ આવે, વીતેલા દિવસો,મિત્રો,પરિવાર સાથે મનાવેલ લાસ્ટ બર્થડે અને સાથે ભવિષ્યની યોજનાઓ. ઉમર ઉમરનું કામ કરે એમ એક વર્ષ વધ્યું કે ઘટ્યું એની પળોજણમાં પડવા કરતા હવે આગળ શું ? એનો વિચાર કરતા વધતાં જવું. જો કે જન્મદિવસ તો રોજ હોય કેમકે રોજ નવો દીવસ નવી ચેલેન્જ લઈને આવે અને એ ચેલેન્જ પાર પાડી રાત્રે ખુશ થઇ પથારીમાં પડી બીજા દિવસે પાછી નવી ચેલેન્જનો સામનો કરવા સજ્જ થઇ જવું. જો કે આવી ચેલેન્જ સાથે આજની પેઢી તાલ મિલાવે છે પણ ઘરમાં અનુભવની પાઠશાળા જેવા વડીલોએ તો એવા કેટલાય જન્મદિવસ વગર કેક કાપ્યે ઉજવ્યા હશે, કેટલાય વેલેન્ટાઇન કોરા ગયા હશે. એ દિવસોમાં તો માત્ર સવારના વહેલા મંદિરે ભગવાનના દર્શન કરી, આવનારા દિવસો સુખરૂપ વીતે એની પ્રાર્થના થતી. એવા જ એક સુંદર કપલની વાત એક મિત્રએ મને મોકલી જે આપની સાથે શેયર કરું છું.    ચશ્મા સાફ કરતાં ....વૃદ્ધે પત્નીને કહ્યું : 

To help [ મદદ કરવી ]

મિત્રો,  જે સમય ચાલે છે એ સમયમાં આપણે એકબીજાને લગભગ બરાબર ઓળખી ગયા છીએ, અને હવે કોને કેટલું મહત્વ આપવું એની પણ ગણતરી આવડી ગઈ છે. કપરા સમયમાં ઘણાએ એકબીજાને સાચવ્યા અને સાચવે પણ છે, ડાબા હાથને ખબર ન પડે એમ જમણા હાથે સેવા કે મદદ કરવાનો લાભ લેવાનું ચુકતા નથી. મદદનાં એક નહિ અનેક પ્રકાર છે,સ્કુલ કોલેજમાં એકબીજાના ઘરકામ કરી આપવાની મદદથી માંડી પરીક્ષામાં મિત્રને ઇશારાથી સવાલનો જવાબ કહેવાની મદદ,દુર ક્યાંક હોઈએ ત્યારે અચનાક મોબાઈલમાં બેલેન્સ ખૂટે ત્યારે ઓનલાઈન મોબાઈલ રીચાર્જ કરાવી આપવાની મદદ. યાદ કરશો તો જાણતા અજાણતા તમે પણ અનેકવાર કોઈને મદદ કરી જ હશે, લીફ્ટથી લઈને ગીફ્ટ સુધી મદદ થઈ શકે છે અને થતી આવે છે. વ્યવહારમાં રૂપિયાની મદદ તો સૌ કોઈ કરે પણ મિત્રો કે પરિવારજનો લોહીની મદદ [ રક્તદાન ] કે અંગદાનની મદદ કરતાં પણ જોયા છે. બેન્કમાં મહિનાની પાંચમી કે સાતમી તારીખે  કાર કે સ્કુટરનો હફતો આવવાનો હોય અને ખાતામાં પાંચસો કે હજાર રૂપિયા જેટલી નાનકડી રકમ ઘટતી હોય ત્યારે  ઓચિંતા કોઈ મિત્રની મદદ કામ આવી જાય.ક્યારેક આપણને ખબર ન હોય એમ પણ મદદ આવી ચઢે. ઈશ્વરને અંતરથી કરેલી અરજનો જવાબ વહેલો મોડો અવશ્ય મળે જ છે. ઘ