Skip to main content

To help [ મદદ કરવી ]

મિત્રો, 

જે સમય ચાલે છે એ સમયમાં આપણે એકબીજાને લગભગ બરાબર ઓળખી ગયા છીએ, અને હવે કોને કેટલું મહત્વ આપવું એની પણ ગણતરી આવડી ગઈ છે. કપરા સમયમાં ઘણાએ એકબીજાને સાચવ્યા અને સાચવે પણ છે, ડાબા હાથને ખબર ન પડે એમ જમણા હાથે સેવા કે મદદ કરવાનો લાભ લેવાનું ચુકતા નથી.

મદદનાં એક નહિ અનેક પ્રકાર છે,સ્કુલ કોલેજમાં એકબીજાના ઘરકામ કરી આપવાની મદદથી માંડી પરીક્ષામાં મિત્રને ઇશારાથી સવાલનો જવાબ કહેવાની મદદ,દુર ક્યાંક હોઈએ ત્યારે અચનાક મોબાઈલમાં બેલેન્સ ખૂટે ત્યારે ઓનલાઈન મોબાઈલ રીચાર્જ કરાવી આપવાની મદદ.યાદ કરશો તો જાણતા અજાણતા તમે પણ અનેકવાર કોઈને મદદ કરી જ હશે, લીફ્ટથી લઈને ગીફ્ટ સુધી મદદ થઈ શકે છે અને થતી આવે છે. વ્યવહારમાં રૂપિયાની મદદ તો સૌ કોઈ કરે પણ મિત્રો કે પરિવારજનો લોહીની મદદ [ રક્તદાન ] કે અંગદાનની મદદ કરતાં પણ જોયા છે. બેન્કમાં મહિનાની પાંચમી કે સાતમી તારીખે  કાર કે સ્કુટરનો હફતો આવવાનો હોય અને ખાતામાં પાંચસો કે હજાર રૂપિયા જેટલી નાનકડી રકમ ઘટતી હોય ત્યારે  ઓચિંતા કોઈ મિત્રની મદદ કામ આવી જાય.ક્યારેક આપણને ખબર ન હોય એમ પણ મદદ આવી ચઢે. ઈશ્વરને અંતરથી કરેલી અરજનો જવાબ વહેલો મોડો અવશ્ય મળે જ છે. ઘણાં ટ્રસ્ટ મંદિર, દેરાસર તરફથી ગુપ્ત મદદ પણ થતી જ હોય છે. ટૂંકમાં એક નાનકડી મદદ બહુ મોટા દુઃખનું નિવારણ બની શકે છે. પણ.. 

ઘણાં માણસોને દુઃખમાંથી સુખ શોધી કાઢવાની કલા હસ્તગત હોય છે તો ઘણા માણસોને સુખમાંથી દુઃખ શોધી કાઢવાની આદત હોય છે. આવા નિરાશાવાદી માણસો પોતાની નિરાશાનો ચેપ બીજાને પણ લગાડે છે. કોઈના દુઃખને દૂર કરવા માટે એમને મદદ ન કરી શકો તો કંઈ નહીં પણ એને નિરાશાનો ચેપ તો ક્યારેય લગાડવો નહીં.કેટલાક હિતેચ્છુ એવા હોય છે કે જે મુશ્કેલીમાં સપડાઈ જનાર સ્વજનને મદદ તો કરે છે પણ એ મદદ એને માર કરતાં પણ વિશેષ વાગે છે. આવા માણસો મદદ કર્યા પછી મુશ્કેલીમાં આવી પડેલાની હાજરીમાં જ એવી રીતે જાહેરમાં દયા ખાય છે કે એ દયાના શબ્દો એમને બાણથી યે વધારે વાગે છે. પણ મદદ લીધી હોય છે એટલે નીચું માથું કરીને એ બધું સાંભળી લે છે.


કેટલાક હિતેચ્છુ પોતાની જિંદગીના બે-પાંચ સારાં કામોને વર્ષો સુધી વાગોળ્યા કરે છે. અને જ્યારે તક મળે ત્યારે, ગાઠીયા ખાતા કે ચા પીતા પીતા કે પછી કોઈ પ્રસંગમાં પોતાની મદદનું બ્યુગલ વગાડવાનું ચુકતા નથી.કોઈ પર ઉપકાર કર્યા પછીની આવી ટેવો, કોઈક માણસને સારું ભોજન જમાડયા પછી તમાચો મારવાની ટેવ જેવી છે. તમે મદદ લેનાર માણસનું મૂળ દુઃખ તો હળવું કરો છો, પણ આ ઉપકારનું દુઃખ જિંદગીભર એણે વેંઢારવાનું છે, એવું જ્ઞાાન જ્યારે એને થાય છે ત્યારે એ વધારે દુઃખી થઈ જાય છે.

મદદ કરનારે પોતાની શક્તિ હોય એટલી જ મદદ કરવી જોઈએ લેનાર અને દેનાર તો જ એનો ભાર વેંઢારી શકે છે અને એનું ઓછામાં ઓછું પ્રદર્શન થાય છે. લેનાર અને દેનાર બંનેને એ ગૌરવ આપે છે. દુનિયાનું દરેક દુઃખ સારી વર્તણૂકથી રુઝાઈ શકે છે.

સમજે તે સમજદાર 

Friends,

In the time that has passed, we have got to know each other almost exactly, and now we have come to calculate how much importance to give to whom. Many have saved and saved each other in difficult times, the left hand does not know how to take advantage of the right hand service or help.

There are many types of help, from helping each other with housework in school to college, helping a friend to answer a question in a gesture in an exam, helping to recharge your mobile online when you are suddenly out of balance when you are somewhere far away. It must be done, from the lift to the gift can help and is happening. In practice, everyone helps with money, but friends or family have also seen the help of blood [blood donation] or organ donation. When a car or scooter week is coming to the bank on the fifth or seventh day of the month and a small amount of five hundred or thousand rupees is being deducted from the account, suddenly a friend's help comes to the rescue. Prayers to God from a distance must be answered sooner or later. There are also secret help from many trust temples, Derasar. In a nutshell, a little help can be a great relief. Also ..

While many people have acquired the art of finding happiness from sorrow, many people have the habit of finding happiness from sorrow. Such pessimistic men pass on their despair to others. If you can't help them to get rid of someone's pain, then nothing but never give them the infection of despair. There are some well-wishers who help their relatives who are in trouble, but that help is more special than beating them. In the presence of those who are in trouble after helping such people, they feel pity in public in such a way that the words of pity hit them harder than an arrow. But he has taken help so he listens to everything with his head bowed.


Some well-wishers spend two to five good deeds of their lives chewing for years. And when the opportunity arises, they do not pay to eat ghatiya or drink tea or play the bugle of their help on any occasion. Such habits after doing favors to someone are like the habit of slapping a man after a good meal. You alleviate the basic grief of the person seeking help, but the grief of this benevolence is to be borne by him for the rest of his life.

The helper should help as much as he can. Only the borrower and the giver can bear the burden and it is at least demonstrated. It gives pride to both the giver and the taker. Every misery in the world can be healed by good behavior.

Understandably sensible

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...