મિત્રો, રાતની કોઈપણ પાર્ટીમાં ન જનાર, રાત્રે ૧૦ વાગ્યે સુઈ જનાર સવારે ૪ વાગ્યે કસરત,યોગા કરનાર, અને માત્ર ઘરનું પૌષ્ટિક ભોજન ખાનાર અક્ષય કુમારને પણ કોરોના થયો. આ જોક્સ કહો કે સટાયર વ્હોટ્સએપ પર જોયું અને ખબર પડી કે અક્ષય કુમારને કોરોના થયા બાદ તે હોસ્પિટલમાં એડમિટ થયો છે. એ જે ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા એ રામસેતુ ફિલ્મની યુનિટના ૪૫ લોકોનો પણ પોઝીટીવ રીપોર્ટ આવ્યો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બીજા કલાકારોમાં કાર્તિક આર્યનનો હાલમાં જ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં જ સંગીતકાર તથા સિંગર બપ્પી લહરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધી આલિયા ભટ્ટ , ગોવિંદા , આમિર ખાન , આમિરનો મિત્ર અમીન હાજી , આર. માધવન , રોહિત સરફ , રમેશ તૌરાની , મનોજ વાજપેયી , સિદ્ધાંત ચતુર્વેદી , મિલિંદ સોમણ , ફાતિમા સના ખાનનાં નામ કોરોના પોઝિટિવમાં આવ્યાં છે. આ સાથે જ સંજય લીલા ભણસાલી , રણબીર કપૂર , સતીશ કૌશિક તથા તારા સુતરિયા રિકવર થઈ ગયાં છે. અચાનક કોરોનાએ ફરી માથું ઉચક્યું અને સરકારે સેમી લોક ડાઉન જાહેર કર્યું. “ન રોવા કુંજરોવા” જેવું આ લોકડાઉન, જેમાં બ
something new