Skip to main content

2nd time, be careful [ બીજી વાર, ધારદાર ]

 મિત્રો,

રાતની કોઈપણ પાર્ટીમાં ન જનાર, રાત્રે ૧૦ વાગ્યે સુઈ જનાર સવારે ૪ વાગ્યે કસરત,યોગા કરનાર, અને માત્ર ઘરનું પૌષ્ટિક ભોજન ખાનાર અક્ષય કુમારને પણ કોરોના થયો.

આ જોક્સ કહો કે સટાયર વ્હોટ્સએપ પર જોયું અને ખબર પડી કે અક્ષય કુમારને કોરોના થયા બાદ તે હોસ્પિટલમાં એડમિટ થયો છે. એ જે ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા એ રામસેતુ ફિલ્મની યુનિટના ૪૫ લોકોનો પણ પોઝીટીવ રીપોર્ટ આવ્યો. 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બીજા કલાકારોમાં કાર્તિક આર્યનનો હાલમાં જ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં જ સંગીતકાર તથા સિંગર બપ્પી લહરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધી આલિયા ભટ્ટગોવિંદાઆમિર ખાનઆમિરનો મિત્ર અમીન હાજીઆર. માધવનરોહિત સરફરમેશ તૌરાનીમનોજ વાજપેયીસિદ્ધાંત ચતુર્વેદીમિલિંદ સોમણફાતિમા સના ખાનનાં નામ કોરોના પોઝિટિવમાં આવ્યાં છે. આ સાથે જ સંજય લીલા ભણસાલીરણબીર કપૂરસતીશ કૌશિક તથા તારા સુતરિયા રિકવર થઈ ગયાં છે.

અચાનક કોરોનાએ ફરી માથું ઉચક્યું અને સરકારે સેમી લોક ડાઉન જાહેર કર્યું. “ન રોવા કુંજરોવા” જેવું આ લોકડાઉન, જેમાં બધા હજુ કન્યુઝ છે કે શું કરવું અને શું ન કરવું. સરકારની ગાઈડલાઈન મુજબ સ્પસ્ટ પણે ખબર જ નથી કે લોકડાઉન કોને કોને લાગુ પડે છે ? દુકાનદારો માંડ પાટે ચઢ્યા ત્યાં ફરીથી દુકાનો બંધ કરવાનો આદેશ આવ્યો. નાના રોજગાર વાળા આમેય રોજ કમાઈને રોજ ખાતા હોય એ ફરી હતા ન હતા થઇ ગયા. શુટિંગ ચાલુ છે પણ નાના કલાકાર અને નાટકનાં કલાકારથી માંડી રંગભૂમિ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ એકાદ વર્ષથી બેકાર છે. મંદિર ખુલ્ય અને ફરી ઈશ્વરના દર્શન દુર્લભ. આવું આનું કારણ ? જ્યાં ઈલેક્શન હોય ત્યાં કોરોના ન થાય ? જ્યાં ક્રિકેટ મેચ હોય ત્યાં કોરોના ન થાય ? જ્યાં મોટી માર્કેટ ભરાય ત્યાં કોરોના ન થાય.? થાય..ભાઈ થાય..બધે કોરોના થાય, કોરોના કોઈનો સગો ન થાય એ તો ડોરબેલ વગાડ્યા વગર એન્ટર થઇ જાય. અને તમને ચૌદ દિવસ ઘરમાં જ બેસાડી દે.

ચંદુએ ચંપકને પૂછ્યું કે ભાઈ કોરોના કેમ થાય ? ચંપકે કહ્યું કે ચેકઅપ કરાવો તો કોરોના થાય.આવા જોક્સ ફોરવર્ડ કરવાની મઝા આવે પણ માસ્ક પહેરીને બ્હાર નીકળવાની તસ્દી ન લેવાય તો કોરોના હાય હલ્લો કરવા આવી જ જાય. આપણને કઈ નહિ થાય એમ સમજનાર યુવાન અંદરથી ગભરાતો હોય કે મને કોરોના થશે તો ? વેક્સીન લીધા પછીય કોરોના કિસ કરવા આવી જાય છે. પરિવારને ટેંશન આપવા કરતા આપણે સમજદાર થવું પડે.  

ટૂંકમાં કોરોનાની બીજી લહેરે ફરી પી.ટી.શિક્ષકની જેમ બધાને સાવધાન કરી દીધા છે. માસ્ક ફરજીયાત, સોશ્યલ ડીસ્ટન્સ ફરજીયાત. અને જરૂર પડે તો જ ભીડ વાળી જગ્યાએ જવું. અત્યારનાં સમયમાં સ્વસ્થ મસ્ત દેખાતા વ્યક્તિને પણ કોરોના હોઈ શકે છે. માટે સ્વજન મિત્રથી માંડી ઓળખીતા પાળખીતા જો માસ્ક વગર દેખાય તો એને એક નવું માસ્ક ગીફ્ટ કરવું અથવા તો એનાથી દુર રહેવું. આ જ એક જીવવાનો અને જીવી જવાનો ઉપાય છે.

 

છેલ્લે બ્લોગને વિરામ આપતા પહેલા

ગબ્બર : કિતને આદમી થે ?

કાલીયા : સરદાર બહુત થે.

ગબ્બર : વો બહુત થે ઔર તુમ તીન ફિર કયો વાપસ આયે ?

કાલીયા : સરદાર વહાં કીસીને માસ્ક નહિ પહેના થા.

ગબ્બર : સજા મિલેગી જરૂર મિલેગી, લોકડાઉન કરો..લોકડાઉન કરો..

કાલીયા : સરદાર વહાં લોકડાઉન હી થા.

 

સમજે તે સમજદાર.   

Friends,


Akshay Kumar, who does not go to any party at night, goes to bed at 10 pm, exercises at 8 am, does yoga, and eats only nutritious home-cooked food, also suffers from coronary heart disease.

Tell these jokes that Styre came on WhatsApp and found out that Akshay Kumar has been admitted to the hospital after being coronated. The film he was shooting also received positive reports from 3 people of the Ramsetu film unit.

                          

Among other actors in the film industry, Karthik Aryan's recent report has been negative. Recently, the report of musician and singer Buppi Lahiri has come positive. He is being treated at Breach Candy Hospital. So far Alia Bhatt, Govinda, Aamir Khan, Aamir's friend Amin Haji, R. The names of Madhavan, Rohit Saraf, Ramesh Taurani, Manoj Vajpayee, Siddhant Chaturvedi, Milind Soman, Fatima Sana Khan have come in positive. With this, Sanjay Leela Bhansali, Ranbir Kapoor, Satish Kaushik and Tara Sutaria have recovered.

Suddenly Corona raised her head again and the government declared a semi-lock down. This lockdown like "Don't cry Kunjarova" in which everyone is still confused about what to do and what not to do. According to the government's guideline, it is not clear to whom the lockdown applies. The shopkeepers barely climbed up and there was an order to close the shops again. Those of us with small jobs who earn a living and eat every day are gone again. Shooting continues but everyone involved in the theater, from the youngest to the youngest, has been idle for over a year. The temple opened and the vision of God again was rare. The reason for this? Where there is an election, there is no corona? Where there is a cricket match, there is no corona? Where there is a big market, there is no corona.? It happens..brother..everywhere Corona happens, if Corona is not related to anyone then he enters without ringing the doorbell. And let you stay at home for fourteen days.

Chandu asked Champak why Bhai Korona? Champak said that if you do a checkup, it will happen to Corona. It is fun to forward such jokes, but if you don't wear a mask and go out, Korona will come to attack you. What if the one who understands what will happen to us is scared from within that I will have corona? After taking the vaccine, they come to kiss the corona.  

In short, Corona's second wave has again alerted everyone like a PT teacher. Mask mandatory, social distance mandatory. And go to a crowded place only if needed. A person who looks healthy these days can also have corona. Therefore, if a familiar pal from a relative friend appears without a mask, gift him a new mask or stay away from it. This is the only way to live and survive.

Finally before pausing the blog

Gabbar: kitne aadmi the?

Kalia: Sardar bahut the.

Gabbar: Wo bahut the aur tum teen phir kayo vapas aaye?

Kalia: Sardar vaha kisine mask nahi pehna tha. 

Gabbar: saza milegi zaroor milegi, lockdawn karo..lock dawn karo..

Kalia: Sardar, vaha lockdown hi tha.

                                                   

Understandably sensible.

google translate 

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા