Skip to main content

JSK [ જય શ્રી કૃષ્ણ ]

 

મિત્રો,

એક ઘરમાં આપણે બધાની સાથે રહીએ છીએ પણ આપણી સાથે કોણ રહે છે એની સમય આવ્યે જ ખબર પડે છે. સગા,સ્નેહી કે સંતાન ખરા સમય પર પરખાય અને સમજાય. અનુભવની સ્કુલમાં ક્યારેય વેકેશન નથી પડતું. ત્યાં પરીક્ષા અવિરત ચાલતી જ રહે છે આપણે જ સવાલો ઉભા કરવાના અને આપણે જ જવાબ શોધવાના અને આપણે જ નક્કી કરવાનું આપણે પાસ કે ફેઈલ.

એક માતા પિતાનાં જીવનમાં બનેલી સત્ય ઘટના આપની સાથે શેયર કરું છું. વડીલનો અનુભવ એમનાં જ શબ્દોમાં લખ્યો છે. ટાઈટલ આપ્યું છે “જય શ્રી કૃષ્ણ”  

જીવનના લેખા જોખાનો હિસાબ માંડતો હતો..પુત્ર જન્મ વખતે ઘેલા થતા મા બાપ કુટુંબ, સમાજ અને મિત્ર મંડળ માં પેડા વહેંચતા હોય ત્યારે તેમને ખબર હોતી નથી એજ છોકરાઓ મોટા થઈ જલેબી જેવા બની જશે..હું આગળ વિચારું ત્યાં..બાજુ માં બેઠેલ મારી પત્ની સ્મિતા બોલી...ગઈ કાલ રાત થી મને તાવ જેવું લાગે છે...ગામ ના ડોક્ટર નો સંપર્ક કર્યો....તેઓ એ સ્મિતા ને ચેક કરી કહ્યું.આ દવા થી ચોવીસ કલાક માં ફેર ન પડે તો ..તમે બન્ને કોરોના ટેસ્ટ કરાવી લેજો...અને હા કાકા ઘરમાં કોઈ સેવા ચાકરી કરે તેવા દીકરા વહુ નથી...?

મેં કહ્યું બેટા...કિનારે પહોંચીને પણ માનવ તરસ્યો રહી જાય છે..સદા આપણા લાગતા જ્યારે પારકા બની જાય ત્યારે એ પારકાપણા નું દુઃખ....આપણા અસ્તિત્વ ને હલાવી જાય છે..

ટૂંક માં કહું તો..જે નજર થી દુર એ દિલ થી દુર...બેટા આમતો સંતાનો છે પણ હવે અમારા માટે સંતાનો “હતા” થઇ ગયા. ઉડી ગયા માળો છોડીને. કોઈ વ્યક્તિ થી દુર એટલો સમય ન રહેવું કે એ વ્યક્તિ આપણા વગર જીવતા. અત્યારે તો અમે બે અને . ત્રીજો મારો લાલજી...આ ઘર માં રહીયે છીયે, આખી જીંદગી અમે બન્ને એ નિષ્કામ તેની સેવા પૂજા કરી છે..તો અમારી તકલીફ ના સમયે એ મદદે નહિ કરે ?  ડોક્ટર પંડ્યા પણ મીઠું હસ્યા, અને ઉભા થતા બોલ્યા શ્રદ્ધા નો વિષય છે...કાકા લાલો તોફાની છે..છતા સંસાર ના નિયમો તોડી ને પણ પોતાના ભક્ત નું  માન સાચવવા એ દોડ્યો જાય છે....કાકા કોરોના ટેસ્ટ તમારા બન્ને નો કરાવજો...જય શ્રી કૃષ્ણ કહી ડોક્ટર પંડ્યા ઉભા થયા...સ્મિતાની આંખ ભીની હતી...ડોક્ટર ગયા પછી એ બોલી, ત્રણ ત્રણ સંતાનો  છતાં પણ આપણે નિરાધાર....આના કરતાં તો..શબ્દોની સાથે આંખોના આંસુ પણ સર્યા..સ્મિતા ને મેં હળવી થવા દીધી....મેં કીધું અરે ગાંડી..તું કેમ ભૂલી ગઈ આપણે ત્રણ નહિ ચાર સંતાન છે..આ ચોથો આપણો "લાલો...." કહી મેં વાત ને ગંભીરતા તરફ જતા વાળી.ડોક્ટરની દવા થી તાવ ન ઉતરતા અમે બન્ને એ કોરોના રિપોર્ટ કરાવ્યો....અમે બન્ને કોરોના પોઝીટીવ...જાણે  માથે આભ તૂટી પડ્યું...

અમે બન્ને હોમ ક્વોરેન્ટાઇન થયા

લાગણીહીન સંતાનો ને ન જાણ કરવા અમે બન્ને એ નીર્ધાર કર્યો.. જે પરિસ્થતિ આવશે એ પ્રભુ ની.પ્રસાદી સમજી ભોગવી.લેશું...મેં મોબાઈલ થી ડોક્ટર પંડ્યા ને આ બાબતે જાણ કરી દીધી...ગામડા નું મકાન... ડેલી બંધ બહાર જવાનું બંધ...સ્મિતા ને તાવ...મને તાવ ઓછો હતો હું સ્મિતા કરતા થોડો સ્વસ્થ હતો રોજ જીવન જરૂરી વસ્તુ નું શુ કરવું ?..મને તો ફક્ત ખીચડી બનાવતા આવડતી હતી...ઘર ની બહાર નીકળાય નહિ...અમારા ઘરની ડેલી (મુખ્ય દરવાજો) ની બાજુ માં એક નાની બારી હતી જે ડેલી ખોલ્યા વગર વાતચીત કરવા માટે હતી..એ મેં ખોલી..તો આશ્ચર્ય...દૂધ ની થેલી...અને ટિફિન કોઈ સવાર સાંજ મૂકી ને જતું રહેતું હતું...

હું પણ સવાર સાંજ ટિફિન સાફ કરી બારી પાસે મૂકી દેવા લાગ્યો...આ ક્રમ દસ દીવસ ચાલ્યો...મને પણ ખબર પડતી ન હતી...આ ઘરડી વ્યક્તિ ની સેવા કોણ કરી રહ્યું છે.....ધીરે ધીરે અમે બન્ને કોરોનાના પ્રકોપથી બહાર આવ્યા....એક સુંદર સવાર પડી. સ્મિતા આંગણ માં આવી બોલી જોયું....આ મોર પીછું....નક્કી આપણા આંગણામાં મોર આવ્યો હશે....મેં  કીધું અરે ગાંડી....મોર નહિ મુરલીધર આવી ને જતો રહ્યો...આપણા કપરા દીવસો માં એ આપણી સાથે રહ્યો....પણ આ દસ દિવસ સવાર સાંજ ટિફિન અને દૂધની થેલી કોણ આપી જતું હતું... સ્મિતા બોલી..ત્યાં ડેલી કોઈએ ખખડાવી..મેં ડેલી ખોલી...ડોક્ટર દંપતી અમારી સામે ઉભું હતું..તેઓ.હસી ને બોલ્યા...હવે કેમ છે ? મેં સ્મિતા ને કીધું..તારા સવાલ નો જવાબ સામે ઉભો છે....અમુક વ્યક્તિઓ જીવન માં વચન નથી આપતા.. પણ વગર વચને પોતાની ફરજ બજાવતા હોય છે.. મેં હાથ જોડી...પંડ્યા સાહેબ ને વંદન કર્યા અને બોલ્યો....સાહેબ ભગવાન પ્રત્યક્ષ તો કદી નથી આવતો પણ પોતે કણ કણ  માં વસે છે તેનું પ્રમાણ કોઈના માધ્યમ દ્વારા આપી દે છે...તમારી સેવા નું મૂલ્યકાંન  રૂપિયા થી કરી તમારી નજર માં હું નીચે પડવા માંગતો નથી...પણ હું અને મારી પત્ની સ્મિતા....આ જીવન તમારા ઋણી બની રહેશું...અરે કાકા શેની વાત કરો છો ?

બેટા ...એક દિવસ હું સવારથી બંધ બારી પાસે બેસી તેની તિરાડ માંથી જોતો રહ્યો.. આ ટિફિન અને દૂધ ની થેલી કોણ અને ક્યારે મૂકી જાય છે....ટિફિન માં માખણ મીશ્રી અને તુલસી પાન રોજ જોઈ મને થયું હતું કોઈ કૃષ્ણ પ્રેમી જરૂર છે....બેટા આમ તો તે જગત નો પાલનહાર છે..છતાં તેં દૂર બેઠા શ્રદ્ધા થી તેનું પણ પેટ ભરવાનો પ્રયત્ન કર્યો છે..તારો આ પ્રયત્ન એળે નહિ જાય

અરે કાકા  ઋણાનુબંધ થી જ દરેક વ્યક્તિ ભેગી થાય છે...અને ઋણાનુબંધ પૂરા થતા દરેક વ્યક્તિ જુદા પડે છે..કાકા સાચું કહું આભાર તો મારી પત્ની  નો.. હું પણ માનું છું...મેં ઘરે જઈ જમતા જમતા બધી તમારી વાત મારી પત્ની બંસરી ને કરી...આ દરમિયાન મારી પત્નીએ મને આવો  સુંદર વિચાર આપ્યો...બાકી હું તો રોજ ક્યાંથી ટિફિન બનાવવાનો હતો...બેટા ભગવાન તમારા બન્ને ની ઈચ્છાઓ પૂરી કરે...કાકા સ્તકર્મ કે દુષ્કર્મ નું ફળ કોઈ વખત તાત્કાલિક મળે છે અને કોઈ વખત સમય લાગે છે....પણ મળે છે ચોક્ક્સ..મને પ્રમોશન મળ્યું છે..કાકા ..હું બાજુ ના શહેરની મોટી સરકારી હોસ્પિટલ નો ...હેડ થઈ ને જાઉં છું...હું ખૂબ ખુશ થયો....

વાહ જગતધણી વાહ...મારા થી બોલાઈ ગયું..

કાકા અમારે બન્નેને મમ્મી પપ્પા નથી...તમે અમારી સાથે રહેવા આવો...ડોક્ટર પંડ્યા બોલ્યા

કાકા બોલ્યા..બેટા જેને મા બાપ હોય છે તેમને કિંમત નથી હોતી..અને જેને મા બાપ નથી એ તેમના પ્રેમ.માટે તરફડે છે...આભાર તમારી લાગણી માટે , પણ બેટા આ અમારી ઉમ્મર હવે નવી લાગણીઓ બાંધવાની નથી....જેમની સાથે લાગણીઓ બાંધી બેઠા છીયે ..એ પણ છોડવા નો અમે પ્રયતન કરીયે છીયે....

લાગણી બાંધ્યાં પછી ઠેસ પહોંચે ત્યારે બહુ દુઃખ થાય છે...બેટા...લાગણીને પગ નથી છતાં તેને ઠેસ પહોચે. છે.....હા પણ જીવન ના છેલ્લા શ્વાસ સુધી હું તમારું ઋણ યાદ કરતો રહીશ

તમે સદા સુખી રહો આનંદ માં રહો અને પ્રગતિ કરો...આટલું બોલી મારી અને સ્મિતા ની આંખ ભીની થઇ...સ્મિતા બોલી આવતા જતા રહેજો....આનંદ થશે....

તેઓ ભીની આંખે હાથ જોડી ને ઉભા થયા...જાણે અમારો કપરો સમય પસાર કરવાજ પ્રભુ તે દંપતિ ને મોકલ્યું હોય તેવું મને લાગી રહ્યું હતું

મેં સ્મિતા ને કીધું.. સ્મિતા તૈયારી કર ડાકોર જવાની....

જેણે મુસીબત માં આપણો હાથ પકડ્યો તેના પગ પકડવા જવાનો સમય થયો છે...જય શ્રી કૃષ્ણ.

સમજે તે સમજદાર.

છેલ્લે બ્લોગને વિરામ આપતા પહેલા. કૃષ્ણ દવેની એક કૃતિ મમળાવીએ.

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,

કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?

વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?

પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.

જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.

તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.

એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?

ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.


Friends,


We all live together in one house but the time comes to know who is living with us. Relatives, loved ones or children are tested and understood in real time. The school of experience never has a vacation. The exams are going on uninterruptedly. We are the ones to raise the questions and we are the ones to find the answer and we are the ones to decide whether we pass or fail.

I share with you the true story of a parent's life. The elder's experience is written in his own words. Titled "Jai Shri Krishna"

I was doing the accounting of my life .. When the father was divided at the time of son's birth, when the father was sharing the family, society and friends, he did not know that the same boys would grow up and become like jalebi .. I will think further there .. Wife Smita speaks ... I feel like fever since last night ... contacted the doctor of the village .... they checked Smita and said. If this medicine does not change in twenty four hours .. you both Get Corona tested ... and yes there is no son-in-law who does any service in uncle's house ...?

I said son ... even after reaching the shore, human beings remain thirsty .. we always feel that when we become a parka, the sorrow of parkapana .... shakes our existence ..

In a nutshell, what is far from the sight is far from the heart ... Beta Amato is a child but now the children have become "for" us. Leaving the nest to fly. Don't stay away from a person so long that that person lives without us. Right now we have two and. Third, my Lalji ... we live in this house, all our lives we have worshiped him without any effort..so he will not help us in times of trouble? Doctor Pandya also has a sweet smile, and standing up is a matter of faith ... Uncle Lalo is naughty..even though he breaks the rules of the world, he runs to save the honor of his devotee .... Uncle Korona test should be done for both of you ... Doctor Pandya stood up saying Jai Shri Krishna ... Smita's eyes were wet ... After the doctor left, he said, even though we have three children, we are helpless .... I let Smita lighten up .... I said hey Gandhi..why did you forget we are not three but four children..this is our fourth saying "Lalo ...." I started talking towards seriousness. Doctor's medicine Since the fever did not go down, we both reported the corona .... We both tested positive for the corona ... as if my head was broken ...

We were both home quarantined

We both decided not to inform the emotionless children .. I will understand the situation that will come. I will take it ... I informed Doctor Pandya about this from my mobile ... Village building ... Daily closed Stop going out ... Smita has a fever ... I had a low fever I was a little healthier than Smita What to do with the necessities of life every day? .. I only knew how to make kheechadi ... I can't go out of the house ... There was a small window next to the deli (main door) of our house which was for talking without opening the deli..I opened it..so a surprise ... a bag of milk ... and a tiffin was left some morning and evening. ...


I also cleaned the tiffin in the morning and evening and started putting it near the window ... this sequence lasted for ten days ... I didn't even know ... who is serving this old man ..... slowly we both Came out of Corona's fury .... a beautiful morning fell. Smita saw such a speech in the courtyard .... this peacock feather .... surely the peacock must have come in our yard .... I said hey gandhi .... no peacock Muralidhar came and went ... in our hard days Stayed with us .... but who was giving tiffins and a bag of milk this morning and evening for ten days ... Hussey said ... why now? I said to Smita .. the answer to your question stands in front of me .... some people do not make promises in life .. but without promises they do their duty .. I joined hands ... saluted Pandya Saheb and spoke. ... saheb bhagwan pratyaksha to kadhi to kadi nahi aavat pani kane kana ma vasaye te pravana che koi madhyaam mein aapi che ... yaam seva se jalya kaya rapya kari tari nazar mein nahi pajo nahi me ... Wife Smita .... this life will be indebted to you ... hey uncle what are you talking about?

Son ... one day I was sitting by the closed window in the morning and watching from its crack .. who puts this tiffin and milk bag and when .... seeing butter candy and tulsi pan in tiffin every day I had a Krishna lover It is necessary .... son, he is the guardian of the world..even though you have tried to fill his stomach with faith sitting far away..your effort will not go away

Hey, uncle, everyone comes together from the loan agreement ... and everyone gets separated when the loan agreement is completed .. uncle, to be honest, thank you my wife .. I also believe ... I go home and eat all your talk Wife played the flute ... Meanwhile my wife gave me such a beautiful idea ... Where else was I going to make tiffin every day ... Son, may God fulfill the desires of both of you ... Uncle, the fruit of misdeeds or misdeeds will be immediate sometime. Meet and sometimes it takes time .... but meet for sure..I got a promotion..uncle..I am heading to the big government hospital of the city next door ... I am very happy ....

Wow Jagatdhani Wow ... I have spoken ..

Uncle we both don't have mommy daddy ... you come stay with us ... Doctor Pandya spoke

Uncle said..sons who have a father have no value..and those who do not have a father have a longing for their love..thanks for your feelings,  

It hurts a lot when feelings get hurt ... son ... even though feelings don't have legs, it hurts. Yes ..... but I will remember your debt till the last breath of life

May you always be happy, be happy and make progress ... I and Smita's eyes got wet after talking so much ... Smita keeps coming and going .... I will be happy ....

They stood with wet eyes, joined hands ... It seemed to me that God had sent the couple to pass our difficult time.

I told Smita .. Smita prepare to go to Dakor ....

It is time to grab the feet of the one who held our hand in trouble ... Jai Shri Krishna.

Understandably sensible.


 


 

 

Comments

  1. Jai Shri Krishna... Saaru chhe... Touchy chhe... Zindagi nu darshan chhe... 👍🙏👍🌼

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...