Skip to main content

Posts

Showing posts from 2022

Lemon 250rs Kg [ લીંબુ ૨૫૦ રૂપિયે કિલો.]

  બહુ જ ચિંતા નો વિષય છે , લીંબુ ૨૫૦ રૂપિયે કિલો બોલો..  ગાડીઓના શો-રુમ માં જાઓ , નવા મોડલ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. ગ્રાહકો ને છ - છ મહિના સુધી નવી ગાડીઓ ની રાહ જોવી પડી રહી છે.રેસ્ટોરેંટ માં જાઓ તો ખાલી ટેબલ મળતું નથી. ઘણા રેસ્ટોરેંટો માં તો લાઈન લાગી હોય છે. શોપિંગ મૉલ માં પાર્કિંગ ની જગ્યા નથી એટલી ભીડ લાગી હોય છે. કેટલીયે મોબાઈલ કંપનીઓના મૉડલ આઉટ  ઓફ સ્ટોક છે ,  એપ્પલ લોન્ચ થતાંની સાથે જ આઉટ ઓફ સ્ટોક થઈ રહ્યો છે. ઓનલાઇન શૉપિંગના સમયમાં પણ અને વર્કિંગ-ડૅ માં બજારોમાં પગ મુકવાની પણ જગ્યા નથી. દરરોજ ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ  ઉભી થાય છે. ઓન લાઇન શોપિંગ ઈન્ડસ્ટ્રી તેજી માં છે....પણ લોકો કહે છે કે પેટ્રોલના ભાવ વધારી એમની કમર તોડી નાખી છે. લીંબુ ૨૫૦ રૂપિયે કિલો નડે છે પણ પીઝા,બર્ગર,સિઝલર ના ભાવ પોસાય છે.  મારા ઘરમાં જ્યારે બિનજરુરી લાઈટો ચાલું હોય છે , પંખા ચાલતા હોય છે , ટી. વી ચાલતી હોય છે ત્યારે મને કોઈ તકલીફ નથી હોતી પણ જેવું વિજળી બિલ વધું આવે ત્યારે મારી અંતર આત્મા અંદર થી રોઈ જાય છે. જ્યારે મારાં છોકરાં ૧૬ ડિગ્રી સેન્ટિગ્રેડ પર એ.સી ચલાવી ચાદર ઓઢીને સુવે છે ત્યારે હું કંઈ

The Kashmir Files [ ધ કાશ્મીર ફાઇલ્સ ]

  હલ્લો મિત્રો,  ઘણા સમય બાદ બ્લોગ કન્ટીન્યુ કર્યો, આ બીજીવાર થયું પહેલા પણ અલ્પવિરામ મુકાઇ ગયું હતું..જો કે આળસ અને માણસ બંને વચ્ચે સંઘર્ષ ચાલતો જ રહે છે. પૂર્ણવિરામ ને મે જીવનમાં સ્થાન આપ્યું જ નથી સંબંધો માં પણ અલ્પવિરામ રાખ્યા છે. આજે મુંબઇમાં ચારેબાજુ ચર્ચાના બે જ વિષય છે એક છે મુંબઈમાં મેટ્રોના કામને લીધે થાતો ટ્રાફિક અને બીજો છે ‘કાશ્મીર ફાઇલ્સ’, એક એવી ફિલ્મ જેને જોવા માટે થિયેટરમાં ન જતો દર્શક વર્ગ પણ ફિલ્મ જોવા તૈયાર થઈ ગયો, કોલેજીયનો એક સાથે ગ્રુપ માં જોવા નીકળ્યા, સોસાયટી અને સંસ્થા વાળાઓએ સાથે ટીકીટ્સ કઢાવી, અને ભૂતકાળમાં કાશ્મીરમાં શું બન્યું હતું એ જોવાનું કુતૂહલ જાગ્યું. સોશ્યલ મીડિયાનો જબરદસ્ત ઉપયોગ થયો અને લોકોએ પોતાના રિવ્યુ આપ્યા, ભૂતકાળના સુકાઈ ગયેલા ઘા ને વર્તમાનમાં દર્દ ઉપડ્યું. ટૂંકમાં કાશ્મીર અને કાશ્મીરી પંડિત ચર્ચાનો વિષય બની ગયા. ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની   ફિલ્મ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’   લાવ્યા હતાં જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. અને ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’   પછી હવે વિવેક અગ્નિહોત્રી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ લઈને આવ્યા