મિત્રો , નવરાત્રિ પૂરી થઈ ગઈ , રાવણ દહન થઈ ગયું , દિવાળીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે , ચારેબાજુ ખરીદીનો માહોલ પણ સર્જાઈ રહ્યો છે , ઓનલાઈન શોપિંગ કરનારા લોકો ગ્રાહકોને પોતાના ઘરજમાઈ માને છે , તમે દરેક વસ્તુ ઘરે બેઠા મેળવી શકો છો. અને એ પણ લોન અને હપ્તામાં. પરંતુ કેટલીકવાર ઓનલાઈન શોપિંગ પણ મુશ્કેલ હોઈ શકે છે. તમારી સાથે થયેલ ગેરસમજ સુધારવા કસ્ટમર કેયર પર કોલ કરી કરી ને થાકી જાવ પણ પ્રત્યુત્તર ન મળે. ત્યારે થાય કે ઓન લાઈનને બદલે દુકાનમાં જઈને ખરીદી કરી હોત તો સારું થાત , મને હજુ પણ તે સમય યાદ છે જ્યારે કોઈ ઓનલાઈન શોપિંગ સાઇટ્સ ન હતી. દક્ષિણ મુંબઈમાં, જ્યાં હું રહેતો હતો. મનીષ માર્કેટ , ક્રોફર્ડ માર્કેટ , મુંબાદેવી, ભૂલેશ્વર એવી જગ્યાઓ હતી જ્યાં દરેક વસ્તુ મળી જતી હતી , દિવાળીમાં લોકો દૂર-દૂરથી આવતા હતા , ત્યારે પણ ચીટીંગ કરનારાઓ ઘડિયાળની જગ્યાએ પથ્થર આપતા , કેલ્ક્યુલેટરની જગ્યાએ ડાયરી આપતા , ટેપરેકોર્ડરની જગ્યાએ ઈંટ અને બોસ્કી કપડાની જગ્યાએ સોફ્ટ પાઉં [બ્રેડ] અને ગ્રાહકને ખબર પણ ન હતી.આજે પણ કંઈક આવું જ થાય છે પણ ઓનલાઈન. [ આ ઘટનાઓનો હું સાક્ષી છું ] આજકાલ લોકો એટલી બધી ઓનલાઈન શોપિંગ કર
something new