Skip to main content

Old Navratri [ પરંપરાગત નવરાત્રી ]

 

મિત્રો જય ભવાની જય અંબે.આજથી શારદીય નોરતા શરૂ થયા, દરેક ઘરમાં મા અંબાની પૂજા અર્ચના આરતી આરાધના થશે, ક્યાંક સુંદર મજાનો ગરબો સ્થાપન થશે, અને આ નવ દિવસ ભક્તિમય વાતાવરણ જામશે. ઉપવાસ એકટાણા થશે. અમુકની બાધા હશે કે ચપ્પલ ના પહેરવા મૌન રહેવું અમુક વસ્તુ ન ખાવી આવી તન, મન, ધન, શ્રદ્ધાથી લોકો માં અંબાની સેવા, આરાધના કરશે.

મિત્રો આજે અમે અમારી પરંપરાગત ગરબીના દર્શન કર્યા એ હા હું જ્યાં જન્મ્યો જ્યાં મોટો થયો અને જ્યાં સમજણો થયો એ જગ્યા, મુંબઈ મસ્જિદ બંદર વડગાદી ખાતે હું રહેતો હતો, ત્યાં ડિસોજા સ્ટ્રીટ અને દરિયા સ્થાન આ બંને ગલીઓ માં ખૂબ રમ્યો, નાનપણથી મોટો થયો, હું વાત કરું છું લગભગ ૧૯૮૦-૮૧ની. સમજ આવી ત્યારથી મને યાદ છે કે હું દરિયાસ્થાનની દરિયાલાલ મિત્ર મંડળની ગરબીમાં ખૂબ જતો, તેના દેવજી પ્રેમજી બિલ્ડિંગમાં મારા મિત્રો રહેતા, જે બધા આજે મારા પરિવારના સભ્યો સમાન છે, એ દરિયા સ્થાન ગલીની પરંપરાગત ગરબી આજની તારીખે બોરીવલી ઇસ્ટમાં કાર્ટર રોડ ખાતે મોટા અંબાજીના મંદિરે સમર્પિત થયેલ છે. અમે દરિયાલાલ મિત્ર મંડળના સભ્યો દર નવરાત્રિએ ત્યાં દર્શને જઈએ, આઠમનાં હવનના દર્શન જઈએ, આજે પણ એ ગરબી ના દર્શન કરવાનો અવસર મળ્યો, જુના દિવસો યાદ કરતા અને ગરબીને જોતા આંખો ભરાઈ આવી, જૂના સમયમાં લગભગ 51 કિલો ચાંદીની બનેલી ગરબી અને એ ગરબી ઉપર 40 kg ની ચાંદીનું છત્ર હતું, એ ચાંદીના છત્રની હવે ચાંદીની ફોટો ફ્રેમ બનાવીને આજે પણ કાર્ટર રોડ મોટા અંબાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરેલ છે. અને ચાંદીની ગરબી આજે પણ ત્યાં મૂકવામાં આવેલી છે, નાના હતા ત્યારે સાંજના પૂજાના સમયે મોટી ચાંદીની ગરબી એની સામે ચાંદીના વાસણો, ચાંદીનો મોટો ગરબો જેની અંદર માટીનો બનેલ ગરબો રાખવામાં આવતો, આજુબાજુ બહુચર માં અંબાજી મહાકાળી અને મા સરસ્વતીની મોટી મોટી મૂર્તિઓ ગોઠવાતી અને ગરબીની આગળ એક વહાણ હતું જે વહાણની અંદર નવદુર્ગા માના કટ આઉટસ્ પધરાવવામાં આવેલા, ચારે તરફ લાલ, પીળી, લીલી, વાદળી રંગની ૐ, શ્રી, સ્વસ્તિક, હ્રીં લખેલી ચાર ધજા, ભળો, ન્ટલવાર, ત્રિશૂળ ખડક વગેરે આયુધો ચાંદીના બનાવીને પૂજામાં રાખવામાં આવતા અને સૌથી ઉપર 45 કિલોનો ચાંદીનું મોટું છત્ર જેની અંદર લાલ પીળા લીલા બલ્બ ઝળહળતા, આખાય મંડપમાં સ્વસ્તિક શ્રી ૐ ના પતાકા લહેરાતા ઢોલની સાથે નગારા પણ આરતી સમયે વાગતા, દરિયાસ્થાનની આરતી જોવા અને આરતીનો લાભ લેવા દૂરથી લોકો આવતા, હું આરતી સમયની થાળી તૈયાર કરતો ચાંદીની લગભગ એક દોઢ કિલોની એ થાળી જેની અંદર પાંચ દીવાઓની આરતી જોડાયેલી હતી, ક્યારેક ફૂલોની ક્યારેક ચોકલેટની ક્યારેક લોટની ક્યારેક દાળની તો ક્યારેક પાંચ પૈસા 10 પૈસા ચારાના આઠઆનાની આરતી અમે મિત્રો મળીને બનાવતા, દરિયાલાલ મિત્ર મંડળના મારા મિત્રો કનૈયાલાલ, મનીષભાઈ એમના પરિવારના બધા જ સભ્યો ઘણા ઉત્સાહથી માતાજીની પૂજામાં સહભાગી થતા, આરતી બોલતી વખતે સાક્ષાત માતાજી આરતીમાં પધાર્યા હોય એવું વાતાવરણ થઈ જતું. દરેકની આંખોમાં ઝળઝળીયા આવી જતી, જેમ આ લખતી વખતે મારી આંખોમાં આવે છે.

મિત્રો, હવે એવી પરંપરાગત નવરાત્રી કદાચ ગુજરાતના ગામડાઓમાં માણવા મળે, મુંબઈમાં હશે તો મને ખબર નથી ભૂલચૂક બદલ માફ કરશો, હું મુંબઈ હતો ત્યારે અમારી આસપાસ ની ગલીઓમાં દરિયા સ્થાન, વડગાદી ડીસોજા સ્ટ્રીટ, ડબડા ગલી,ખારેક બજાર, આઝાદ ચોક, બારદાન ગલી, કોલીવાડા સિમેન્ટચાલ, નાગદેવી નારાયણ ધુરુસ્ટ્રીટ, ભૂલેશ્વર આ બધી જગ્યાની નવરાત્રીઓ ખૂબ જ ફેમસ હતી જ્યાં આજની જેમ સાતસો કે હજાર રૂપિયાના પાસ લઈને લોકો દાંડિયા રમવા નહોતા આવતા, કોઈ કિંજલ દવે, ફાલ્ગુની પાઠક કે ભૂમિ ત્રિવેદીક ગાવા નહોતી આવતી પણ ત્યાંના મંડળના આયોજકો એમના પરિવારના લોકો બધા સાથે મળીને ગરબા ગાતા (પુરુષો અને મહિલાઓ બંને) અને એ પણ ઢોલ અને શરણાઈ ના તાલે, વડગાદીમાં ઢોલ વગાડવા માટે ઈસ્માઈલ ઢોલી ખાસ કચ્છથી બોલાવવામાં આવતો, નાગદેવીની નવરાત્રી જોવા લોકો દૂર દૂરથી આવતા ત્યાં મશાલ દાંડિયા રમાતા, બામ્બુ દાંડિયા રમતા, લાઠી દાંડિયા રમાતા આવા નોખા નોખા પ્રકારના દાંડિયા રાસ જોવા લોકો દૂરથી આવતા ધીરે ધીરે લોકો પારલા અંધેરી, કાંદીવલી, બોરીવલી, મલાડ, ઘાટકોપર, મુલુંડ, ડોમ્બીવલી રહેવા જતા રહ્યા અને પરંપરાગત ગરબી ને વિદાય આપવામાં આવી, એ વખતે દાંડિયા રમવાની પણ પરંપરા હતી જે અત્યારે ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. બે દાંડિયા, ત્રણ દાંડિયા...જે રમવા માટે ખાસ પાતળા દાંડિયા શોધવાની હરીફાઈ લાગતી એ સાથે જ નવ દિવસમાં નવ અલગ અલગ સ્પર્ધાઓ થતી, ક્યારેક ફેન્સી ડ્રેસ તો ક્યારેક આરતી સ્પર્ધા ક્યારેક માતાજીના શણગારની સ્પર્ધા નાનકડી ઢીંગલીઓ તૈયાર થઈને આવતી ત્યારે જાણે માતાજી સાક્ષાત મંડપમાં આવી હોય એવું લાગતું.

આઠમના થતા હવનને તો કેમ ભૂલી શકાય બપોર થી જ હવનની તૈયારી થતી અને મંડળના નવ દંપતિ એ હવનમાં ભાગ લેતા, હવન માં બીડુ હોવાતુ એ વખતે લગભગ ત્રણસો, ચારસો માણસોની હાજરી ત્યાં રહેતી, છેલ્લા દિવસે માતાજીનો ગરબો પધરાવવા જતા હતા ત્યારે જેવી રીતે ગણપતિ વિસર્જન થાય તેવી રીતે માતાજીના ગરબાનું વિસર્જન કરતા, મોટો ટ્રક સજાવવામાં આવતો ટ્રક ની આગળ મંડળનું બેનર લગાડવામાં આવતું, જેમના પણ ઘરે ગરબા આવતા એ બધા મંડપમાં એક જગ્યાએ પોતાના ગરબા શ્રદ્ધાપૂર્વક મૂકી જતા ગરબામાં નાનકડો દીવો બળતો એના ઉપર કોડિયું ને એના પર ગોળની ગાંઠડી કે ખડી સાકર કે પતાસા અને સવા રૂપિયો રાખેલો હોય, ગરબા બધા જ એક ટ્રકમાં મુકતા અને આખી ગલીમાં નાચતા કૂદતા ધજાઓ હાથમાં લઈ લગભગ પાંચ કિલો થી વધુની ચાંદીનો ગરબો પ્રગટાવીને મંડળના કાર્યકર્તાઓ ગોપાલભાઈ, ભીખાભાઈ, કનૈયાભાઈ, મનીષભાઈ દરેક ભક્ત ગરબા ને વિદાય આપતા... વાલકેશ્વર બાણગંગા ગરબા પધરાવવા જતા જ્યાં છેલ્લે માતાજીની શાનદાર આરતી થતી એ આરતીમાં બધા ચોધાર આંસુએ રડી પડતા, ગરબો પધરાવીને આવ્યા બાદ મંડપમાં દરેક કાર્યકર્તાઓ માટે પાવભાજી અથવા તો ઈડલી વડા નો પ્રોગ્રામ થતો. આ સંભારણા મગજમાં કોઈક ખૂણે સચવાઈ રહ્યા છે એ પણ માતાજીની જ કૃપા છે.

આ બધી વાતો આજે બોરીવલી કાર્ટર રોડ મોટા અંબાજીના મંદિરમાં દરિયા સ્થાનના દરિયાલાલ મિત્ર મંડળ ની ગરબીને જોતા યાદ આવી ગઈ, જે તમારી સાથે શેર કરવાનું મન થયું એટલે મનના ઉભરાયેલા શબ્દોને કાગળ પર લખીને તમારી સામે મૂક્યા, મિત્રો આવી નવરાત્રી મેં માણી છે મારા મિત્રો એના પરિવારના દરેક સભ્યો સાથે જેમને હું આજે પણ ઓળખું છું જે મારા પરિવારના સભ્યો જેવા છે એનો મને ગર્વ છે આવી ગરબી નો આનંદ, ભક્તિનો અવસર કદાચ 2000 રૂપિયાના ફાલ્ગુની પાઠકના કે કિંજલ દવેના પાસ લઈને ગરબા રમવામાં તો નથી જ, પણ તે છતાં ભક્તોના હૃદયમાં માતાજી કાયમ છે એટલે જ આવા કાન વિંધી નાખે એવી સાઉન્ડ સિસ્ટમની વચ્ચે પણ ગરમી અને પરસેવે રેબજેબ થતાં ખેલૈયા જાડા ચણિયાચોળી અને પરંપરાગત કપડાં, ઊંચા મોંઘા દામે ખરીદીને પહેરી રાસ રમવા આવતા દરેક ભક્તોને અંતરથી જય માતાજી માતાજી સૌને સુખરૂપ રાખે જય ભવાની જય અંબે.

સમજે તે સમજદાર

मित्रों जय भवानी जय अंबे।आज से शारदीय नवरात्र शुरू हो गए है, घर-घर में मां अंबा की पूजा अर्चना आरती की जाएगी, कहीं सुंदर गरबा की स्थापना होगी, और इन नौ दिनों तक भक्तिमय माहौल रहेगा। उपवास होंगे, कोई व्रत रखेगा जैसे चप्पल न पहनना, चुप रहना, कुछ चीजें न खाना, तन,मनधन, से लोग माँ अम्बा की सेवा आराधना करेंगे।

दोस्तों आज हमने अपनी पारंपरिक गरबी के दर्शन किए, हां जहा मेरा जन्म हुआ  , जहां मैं बड़ा हुआ और जहां मुझमे समझ आई, उस मुंबई मस्जिद बंदर वडगादी में मै रहता था I वहां डीसोजा स्ट्रीट और दरिया स्थान इन दो गलियों में बहुत खेला, बड़ा हुआ । मैं 1980-81 की बात कर रहा हूं. जब से मुझे यह एहसास हुआ, मुझे दरियास्थान के दरियालाल मित्र मंडल की गरबी में अक्सर जाना याद है, वहा के देवजी प्रेमजी इमारत में मेरे दोस्त रहते थे, जिनमें से सभी अब मेरे परिवार के सदस्य जैसे हो चुके हैं, दरियास्थान गली की पारंपरिक गरबी आज कार्टर रोड के बड़े अंबाजी मंदिर को समर्पित है। बोरीवली पूर्व में। हम दरियालाल मित्र मंडल के सदस्य हर नवरात्रि में वहां दर्शन के लिए जाते हैं, आठवें दिन हवन के दर्शन के लिए जाते हैं, आज भी हमें वह गरबी के दर्शन करनेका मौका मिला, पुराने दिन याद आ गए और गरबी देखकर हमारी आंखें भर आईं, पुराने दिनों में गरबी होती थी I जो गरबी लगभग 51 किलो से ज्यादा चांदी से बनी थी और उस गरबी पर 40 किलो चांदी का छत्र था, उस चांदी के छत्र को अब चांदी के फोटो फ्रेम में बना दिया गया है और वह आज भी कार्टर रोड मोटा अंबाजी के मंदिर में स्थापित है। और चांदी की गरबी अभी भी वहां रखी हुई है, जब मैं छोटा  था, शाम की पूजा के दौरान, उसके सामने चांदी के बर्तनों के साथ एक बड़ी चांदी की गरबी रखी जाती थी, एक बड़ी चांदी का गरबा भी, जिसके अंदर मिट्टी का गरबा रखा जाता था, अंबाजी की बड़ी मूर्तियाँ रखी जाती थीं गरबी के चारों ओर और सामने बहुचर माँ, महाकाली और मां सरस्वती को रखा जाता था । एक जहाज बना हुआ था जिसके अंदर नवदुर्गा मां के कटआउट थे, ध्वज थे लाल, पीले, हरे, नीले रंग के जिसपर , श्री, स्वस्तिक, अंकित थे। भाला, तलवार, त्रिशूल खडग आदि हथियार चांदी के बनवाकर पूजा में रखे जाते और सबसे ऊपर 45 किलो का बड़ा चांदी का छत्र जिसके अंदर लाल पीले हरे बल्ब चमक चमकते, पूरे मंडप में स्वास्तिक श्री के झंडे लहराते साथ में ढोल नगाड़े भी होते, आरती के समय बजाते, दरियास्थान की आरती देखने के लिए लोग दूर-दूर से आते हैं और आरती का लाभ लेते हैं, मैं आरती के समय को लेकर चांदी की एक थाली तैयार करता। थाली का वजन करीब  डेढ़ किलो होता था, जिसके अंदर पांच दीपक लगे होते हैं, कभी-कभी फूल, कभी चॉकलेट, कभी आटा, कभी दाल, कभी पांच पैसे या 10 पैसे का चार आने, हम दोस्तों के साथ आरती बनाते थे, दरियालाल मित्र मंडल के मेरे दोस्त, कनैयालाल, मनीषभाई, उनके परिवार के सभी सदस्य बड़े उत्साह से माताजी की पूजा में भाग लेते, आरती बोलते समय ऐसा माहौल बन जाता मानो साक्षात् माताजी आरती में आ गई हों। हर किसी की आँखें भाव से गीली हो जाती, जैसे ये लिखते मेरी हो चुकी है I

दोस्तों, अब गुजरात के गांवों में ऐसी पारंपरिक नवरात्रि मनाई जा सकती है, मुझे नहीं पता कि यह मुंबई में है या नहीं,[ हो तो  गलती के लिए क्षमा करें, ] जब मैं मुंबई में था, तो हमारे आसपास की गली दरिया स्थान, वडगादी, डिसूजा स्ट्रीट , दबड़ा गली, खारेक बाजार, आजाद चौक, बरदान गली, कोलीवाड़ा सीमेंटचाल, नागदेवी, नारायण धुरुस्ट्रीट, भुलेश्वर इन सभी स्थानों पर बहुत प्रसिद्ध नवरात्र होते थे I जहां लोग आज की तरह सात सौ या हजार रुपये के पास लेकर डांडिया खेलने नहीं आते थे, जहा गाने के लिए ना ही किंजल दवे, फाल्गुनी पाठक या भूमि त्रिवेदी आती थी, लेकिन वहां मंडल के आयोजक उनके परिवार के सदस्य थे। सभी लोग एक साथ (पुरुष और महिला दोनों) गरबा गाते थे और वह भी ढोल और शरनाई की थाप पर, इस्माइल ढोली को विशेष रूप से कच्छ से बुलाया जाता है वडगड़ी में ढोल बजाने के लिए I दूर-दूर से लोग नागदेवी की नवरात्रि देखने आते हैं,  वहा मशाल डांडिया खेला जाता, बांस डांडिया खेला जाता, लाठी डांडिया खेला जाता। ऐसे भिन्न भिन्न प्रकार के डांडिया रास को देखने के लिए लोग दूर-दूर से आते थे। धीरे-धीरे वहांके लोग पारला अंधेरी, कांदिवली, बोरीवली, मलाड, घाटकोपर, मुलुंड, डोंबिवली चले गए और पारंपरिक गरबी को विदाई दी गई। देखा जा सकता हैउस वक्त ना सिर्फ गरबा खेलते डांडिया भी खेलते थे । दो डांडिया, तीन डांडिया...धमाल, रास जो खेलने के लिए विशेष पतली डांडिया ढूंढने की होड़ सी लग रही थी, नौ दिनों में नौ अलग-अलग प्रतियोगिताएं हुईं, कभी फैंसी ड्रेस, कभी आरती प्रतियोगिता, कभी माताजी की सजावट प्रतियोगिता। ऐसा लग रहा था। साक्षात मातारानी पधारी हो I  

आठवें दिन के हवन को हम कैसे भूल सकते हैं? दोपहर से ही हवन की तैयारी चलती और मण्डली के नए शादीसुदा जोड़े हवन में बैठते । जब हवन में बीड़ा देते समय करीब तीन सौ, चार सौ लोगों की उपस्थिति रहती । गरबा विसर्जन पर एक बड़ा ट्रक सजाया जाता I आगे मंडली का बैनर लगाया जाता था और  सभी लोग श्रद्धापूर्वक अपना गरबा मंडप में एक जगह रख देते थे। गरबे में छोटा सा दीपक जल जलाते और उस पर गुड़ या चीनी की एक डली रखी जाती ।गरबे को एक ट्रक में रखा जाता और हाथ में झंडे लेकर और चांदी का बड़ा सा गरबा लेकर नृत्य किया जाता है। ये गरबा पांच किलो से अधिक वजन का था । विसर्जन करने वालकेश्वर बालगंगा के तट पर जाते जहा अंत में माताजी की भव्य आरती होती, आरती में सभी लोग रो पड़ते I ये यादें मस्तिष्क के किसी कोने में संग्रहित है वह भी माँ की कृपा है।

ये सारी बातें मुझे आज तब याद आईं जब मैंने बोरीवली कार्टर रोड स्थित बड़े अम्बाजी मंदिर के दरिया स्थान में दरिया लाल मित्र मंडल की गरबी देखी, जिसे आपके साथ साझा करने का मन हुआ, इसलिए मन से उठी बातों को कागज पर लिखकर उतार दिया। दोस्तों, एसी अनोखी परम्परागत नवरात्रि का आनंद मैंने, मेरे परिवार के दोस्तों ने उठाया है। मुझे गर्व है कि मैं आज भी जिन सदस्यों को जानता हूं, वे सभी मेरे परिवार के सदस्यों की तरह हैं। ऐसी गरबी का आनंद, भक्ति का अवसर शायद २००० के पास लेकर कानफोड़ू साउंड सिस्टम के बीच  रास खेलनेमें ना हो, पर वहा भी माता के भक्त ही आते है जिन्होंने ऊँचे दामो में ख़रीदे चनियाचोली और पारंपरिक कपड़े, साथ ही गर्मी और पसीने से खेलते हुए माता को याद करते है, उन सभी भक्तो को अंतर मन से जय माताजी I माताजी सबको खुश रखें, जय भवानी जय अम्बे।


समझे वो समझदार I

Comments

  1. ખૂબ સરસ , આબેહૂબ ચિત્ર ઉભું કરી દીધું,
    શ્રદ્ધા સાથે રમવું અને શોખ માટે રમવામાં ઘણો ફરક છે
    ભક્તિરસ ઓછો થયો છે

    ReplyDelete
  2. Khub Sara's mariti, Jay Ambe

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...