મિત્રો , શુભ સવાર. આજે રવિવાર સવારના ૮:૩૫ થયા છે , આમ તો મને બ્લોગ લખતા નથી આવડતું પણ આ નવી નવી શરૂઆત છે એટલે વહેલો ઉઠીને મંડી પડ્યો છું. અત્માયાર સુધીની મારી થિયેટર યાત્રામાં ઘણા નાના માઓતા એવા બનાવો બન્યા છે જે આપની સાથે શેયર કરવાની મને મઝા પડશે , પણ સાથે સાથે એટલું બધું લખ્યું છે કે એ પણ તમારી સામે મુકવાની ઈચ્છા થાય છે. મિત્રો આપનો વધુ સમય ન લેતા આજે હું એક નાનકડી વાત આપની સાથે શેયર કરું છું. ઘણા લોકો ક્યારે નહીં સમજી શકે કે પ્રેમ શું છે ? એનું સરસ ઉદાહરણ નીચે છે. વાંચવા જેવું છે. એક પ્રેમીકા , તેના પ્રેમીને વાતચીત દરમ્યાન પૂછે છે કે , તું કેમ મને પસંદ કરે છે ? તું કેમ મને પ્રેમ કરે છે ? પ્રેમીઃ “ હું તેનું કોઇ કારણ કહી શકું તેમ નથી , પણ હા , તું મનેખુબ જ પસંદ છે. ” પ્રેમીકાઃ જો તું મને તેનું કોઇ કારણ ના કહી શકે તો.. તું મને કેવી રીતે પસંદ કરી શકે અને પ્રેમ કરી શકે ? પ્રેમીઃ મને ખરેખર તેનું કારણ નથી ખબર , પણ હું એ સાબિત કરી શકું કે હું તને પ્રેમ કરું છું. પ્રેમીકાઃ સાબિત ? ના હું ઇચ્છું છું કે તું મને કારણ કહે. મારી એક મિત્ર નો દોસ્ત તેને કેમ ચાહે છે તેનું કારણ કહી શકે છે
something new