Skip to main content

bande me hai dumm.



એક નાનકડી ઓળખાણ છે જે ફિલ્મી એક્શન મેગેઝીનમાં ઇન્ટરવ્યુ રૂપે પ્રસીધ્ધ થઇ હતી .


ઈન્ટરવ્યુ [ ફિલ્મી એક્શન મેગેઝીનમાંથી  ] 




                                           અશોક ઉપાધ્યાય 

ગુજરાતી નાટક , સીરીયલ , ફિલ્મનું એક જાણીતું નામ અશોક ઉપાધ્યાય..૧૯૯૧ માં જેમની યાત્રા ગુજરાતી રંગભૂમિ પર શરુ થઇ , શ્રી અનીલ મહેતા લિખિત , શ્રી ગિરિશ દેસાઈ દિગ્દર્શિત અભિનીત નાટક “ નોખી માટી નોખા માનવી ” માં બેકસ્ટેજ કરતા કરતા , ભવન્સ માં જ ભાઉ સાહેબ [ શ્રી ગિરેશ દેસાઈ ] નાં હાથ નીચે   ૧૯૯૧ માં ચાર નાટક ગુજરાતી , મરાઠી , હિન્દી અને ઉર્દુ માં ભાગ લઈ બેસ્ટ એક્ટર બની સફર શરુ કરી...
રંગભૂમિ પરની સફર ની શરૂઆત કેમ થઇ..??  એ પ્રશ્ન પૂછતા અશોક ભાઈ જણાવે છે કે હું મસ્જીદ બંદર પર “ગયા બિલ્ડીંગ” નીચે રસ્તા ઉપર નેઈલકટર અને સાબુદાની , દાંતિયા વેચાતો...સીઝનલ ઘંધો કરતો...હોળી માં પિચકારી અને રંગો તો દિવાળીમાં ફટાકડા , રંગોળી..અનેક મજુરી નાં કામ કરતા , ત્યારે ડોમ્બીવલી રહેતા જ્યાં “ કલા સંગમ ” નામની સંસ્થા માં અચાનક જ એક્ટિંગનો અવસર મળ્યો..પાગલ નાં રોલ માં જજ સાહેબ ને જ છુટું ચપ્પલ માર્યું હતું..અને ફર્સ્ટ પ્રાઈઝ મળી..ડોમ્બીવલી માં જ રહેતા  મારા ગુરુ મિત્ર પ્રફુલ્લ જોશી જે સારા વક્તા લેખક કવિ છે એમના થકી મુંબઈ ભવન્સ ખાતે ગીરેશ દેસાઈ સર ને મળ્યો અને સફર શરુ થઇ...ભાઉ સાહેબ નાં જ ઘરે પાર્લા ખાતે પ્રભુ કૃપા માં એક વર્ષ કામ પણ કર્યું..સાથે સાથે ભાઉ ની જ એકેડેમી માં સ્કોલરશીપ મળી...આવા અનેક કામ કરતા કરતા લેખન તરફ કઈ રીતે વળ્યા...??
નાટક માં બેકસ્ટેજ કરતા એક્ટિંગ અને લેખન માં રુચિ રાખતા અશોક ને નરહરિ જાની સાહેબે ઓળખાણ કરાવી આજના સિદ્ધહસ્ત લેખક ઈમ્તિયાઝ પટેલ ની..
અને હિન્દી ફિલ્મ , સીરીયલ અને ગુજરાતી નાટક નાં નિર્માતા , લેખક , દિગ્દર્શક ઈમ્તિયાઝ પટેલ ને ગુરુ માની એમની સાથે લગભગ દસ વર્ષ સુધી લેખન સહાય માં મદદ કરી કલમ પકડતા અને લખતા શીખ્યો..એમના નાટકોમાં રોલ અને બેકસ્ટેજ કરતો.. ભાઈદાસ માં શો થતા ત્યારે ઘરે પહોચતા રાત્રે છેલ્લી ટ્રેન ચુકી જતા અનેકવાર ઘાટકોપર કે થાણા નાં પ્લેટફોર્મ પર સુઈ રહેવું પડતું..અને પહેલી ટ્રેન મળે ત્યારે ડોમ્બીવલી પહોચતો..કઈક કરવું છે એ ધગશ અને જોશ સાથે સમય સાથે હંમેશા દોડતો રહ્યો...છાપામાં નામ આવતા એ કટિંગ કાપી એને જોયા જ કરતો...ત્યારબાદ ગુજરાતી રંગભૂમિ નાં એક પ્રખ્યાત  નિર્માતા , દિગ્દર્શક કલાકાર ફિરોઝ ભગત સાથે આઠ થી દસ નાટકોમાં સહાયક દિગ્દર્શક અને કલાકાર તરીકે તખ્તા પર કાર્યરત રહ્યા...હિન્દી ફિલ્મ ટીવી સીરીયલ નાં પ્રસિદ્ધ લેખક રાજેશ બેરી સાથે યુટીવી માં ત્રણ વર્ષ લેખન , સહાયક દિગ્દર્શક ની સેવા આપી...સાથે જ હિન્દી સીરીયલ નાં સુપ્રસિદ્ધ નિર્માતા , લેખક , દિગ્દર્શક શ્રી રમણ કુમારજી સાથે પાંચ વર્ષ સહાયક લેખક , દિગ્દર્શક તરીકે સીરીયલ અને નાટકો માં કાર્યરત રહ્યા...
અનુભવ તો અનેક છે તમારા...ગુજરાતી , હિન્દી નાટકો માં લેખક તરીકે ક્યા નાટકો લખ્યા..??
ગુજરાતી નાટકોમાં સંબંધો ની પેલે પાર , પરણે તે પત્ની ને શરણે , રાજુ ભાઈ રામ ભરોસે , જીતે એ જૈન , મંથન , કાનજી કાઠીયાવાડી , બૈરી મારી ફ્રેમ માં સારી..જેવા હાસ્ય રસ નાં ગુજરાતી નાટકો લખ્યા..હિન્દી માં કુછ મીઠા હો જાએ , હલ્લો ઝીંદગી..શ્રી રમણ કુમાર સાથે લખ્યા અને સહાયક દિગ્દર્શક પણ રહ્યા...
સીરીયલો માં..?? ગુજરાતી હિન્દી..??
હિન્દી સીરીયલ માં સુપ્રસિદ્ધ નીલા ટેલિફિલ્મ્સ . શ્રી આસિત મોદી નિર્મિત તારક મહેતા કા ઉલટા ચશ્મા  , હેટ્સ ઓફ પ્રોડક્શન જે.ડી.સાહેબ ની બડી દુર સે આયે હૈ , મહી સાગર ,  ખિડકી , પ્લેટફોર્મ નંબર ૯ એ સિવાય બાલ ગોપાલ કરે ધમાલ , કહાની ઘર ઘર કી , એ સિવાય ઘણી ગુજરાતી સીરીયલ જેવી કે ભઈ તમારું તો કહેવું પડે , અખંડ સૌભાગ્યવતી , કંકુપગલાં , માથાભારે મંજુલા...
કોમેડી અને શોશ્યલ લેખન માં સારી પકડ ધરાવતા અશોક ઉપાધ્યાય નાં અત્યારે બે નાટકો ગુજરાત ખાતે “ કાનજી કાઠીયાવાડી” અને “બૈરી મારી ફ્રેમ માં સારી” ચાલી રહ્યા છે..જે ટૂંક સમય માં વિદેશ ની સફરે ઉપડશે..એ સિવાય નવા બે નાટકો નાં લેખન કાર્ય ની સાથે સાથે ફિરોઝ ભગત નાં નવા થ્રીલર નાટક “ ટાર્ગેટ ” નું ટાઈટલ સોંગ લખ્યું છે જે બહુ જલ્દી પ્રેક્ષકો ને સાંભળવા મળશે...૨૦૨૦ માં એમની બે ગુજરાતી ફિલ્મો ફ્લોર પર જશે જેમાંની એક ફિલ્મ “ જસ્સુ જોરદાર ” નું શુટિંગ આવતા મહિનાથી શરુ થઇ રહ્યું છે...જે ગુજરાત અને વિદેશ માં શૂટ થશે...
ધીમે ધીમે પોતાનું કામ કરતા રહેવું...આપણે બોલીએ એના કરતા આપણું કામ બોલે એમાં વિશ્વાસ ધરાવતા અશોક ઉપાધ્યાય..શીખવામાં માને છે..રોજ કઈક નવું શીખવું અને શીખતા જ રહેવું..કેમકે આજની જનરેશન સાથે કદમ મિલાવી ચાલવા માટે એમનાં જેવા ભલે ન થઇ શકીએ પણ એમની પસંદ નાં પસંદ ની તો ખબર રાખવી જ જોઈએ...કલમ ને કાટ ન લાગે એ માટે સતત લખતા રહેવું..અને હસતા રહેવું...
           ***********************************************
   
There is a short introduction that was published as an interview in Film Action Magazine.




 Interview [from Film Action Magazine]



 Ashok Upadhyay


 Ashok Upadhyay, a well known name in Gujarati drama, serial, film..who started his journey in Gujarati theater in 191, backstage in the play "Nokhi Mati Nokha Manvi" written by Shri Anil Mehta, directed by Shri Girish Desai, Bhau Saheb in Bhavans  Under the hands of [Shri Giresh Desai], he started his journey to become a Best Actor by participating in four plays in Gujarati, Marathi, Hindi and Urdu in 191 ...

 Why did the journey to the theater start .. ??  Asking that question, Ashok Bhai says that I used to sell nail cutters and sabudani, dantiya on the road below "Gaya Building" at Masjid Bunder ... I used to do seasonal gandho ... injections and colors in Holi, firecrackers, rangoli in Diwali ... many jobs  While living in Dombivali, where I suddenly got an opportunity to act in an organization called "Kala Sangam". In the role of a madman, Judge Saheb was slapped. And he got the first prize. My guru friend Praful Joshi who lives in Dombivali  He is a good orator, writer and poet. Through him, he met Giresh Desai Sir at Mumbai Bhavans and the journey started ... He also worked for a year in Prabhu Kripa at Parla in Bhau Saheb's house. Also got a scholarship in Bhau's academy.  How did you turn to writing instead of doing so many things ... ??

 Ashok, who is interested in acting and writing backstage in drama, was introduced by Narhari Jani Saheb to today's accomplished writer Imtiaz Patel.

 And Imtiaz Patel, the producer, writer, director of Hindi film, serial and Gujarati drama, helped him in writing with Guru Mani for about ten years and learned to hold a pen and write. He used to roll and backstage in his plays.  When I reached home I missed the last train at night and often had to sleep on the platform of Ghatkopar or Thana..and when I got the first train I reached Dombivali..something to do was always running with time and passion ...  Just watching it ... then working on the stage as an assistant director and actor in eight to ten plays with Feroz Bhagat, a famous producer and director of Gujarati theater ... for three years in UTV with Rajesh Beri, the famous writer of Hindi film TV serial  Writing, serving as assistant director ... Also working with serial writer and director Shri Raman Kumarji for five years as well as well known producer, writer, director of Hindi serials in serials and plays ...

 Your experience is many ... What plays did you write as a writer in Gujarati, Hindi plays .. ??

 Beyond the relationship in Gujarati dramas, beyond marriage, he surrenders to his wife, Raju Bhai Ram Bharose, Jite A Jain, Manthan, Kanji Kathiyawadi, Barry wrote good Gujarati dramas like Mari Frame Maa..Kuch Mitha Ho Jaye in Hindi,  Hello Zindagi..wrote with Shri Raman Kumar and also remained an assistant director ...

 In serials .. ??  Gujarati Hindi .. ??

 Legendary blue telefilms in Hindi serials.  Tarak Mehta Ka Ulta Chashma Produced by Shri Asit Modi, Hats of Production JD Saheb's Badi Dur Se Aaye Hai, Mahi Sagar, Khidki, Platform No. 2, Except Bal Gopal Kare Dhamal, Kahani Ghar Ghar Ki, besides many Gujarati serials  As if you have to say, unbroken good fortune, Kankupagala, defiant Manjula ...

 Ashok Upadhyay, who has a good command of comedy and social writing, is currently running two plays in Gujarat, "Kanji Kathiyawadi" and "Barry Mari Frame Ma Saari", which will soon be on a trip abroad.  Along with the work, he has written the title song of Feroz Bhagat's new thriller drama "Target" which will be heard by the audience very soon ... In 2020, two of his Gujarati films will hit the floor, one of which is shooting for "Jassu Jordar" from next month.  Is happening ... which will be shot in Gujarat and abroad ...

 Slowly doing his job ... Ashok Upadhyay who believes in doing our job rather than what we say..believes in learning..everything new to learn and keep learning..because it is not like him to keep pace with today's generation.  It can happen, but you must know your choice ... keep writing so that the pen doesn't rust..and keep smiling ...


 *************************************************


©

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...