Skip to main content

inspiration [ work from home ]

 

મિત્રો ,
જ્યારથી lock down શરૂ થયું છે તે દિવસથી આપણે બધા જ ઘરમાં છીએ
દરેક ના કામ કાજ સરકારના કહેવા પ્રમાણે વર્ક ફ્રોમ હોમ થઈ રહ્યા છે, હું પણ મારું કામ ઘરમાં બેઠા છે કરું છું. ફિલ્મીએક્શન નામના મેગેઝિનમાં "કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ" નામની એક કોલમ ચાલુ કરી.
lock down શરૂ થયું એ વખતે કોરોનાને એક પાત્ર બનાવી કોરોના અને લેખક વચ્ચેનો જંગ રમૂજી ભાષામાં લખવાનું શરૂ કર્યું, મજા પડી ગઈ અને જોતજોતામાં ક્યારે 15 હપ્તો લખાઈ ગયા ખબર જ ન પડી.
અને આજે અચાનક જ આ ફિલ્મીએક્શન મેગેઝીન તરફથી મને એક પ્રમાણપત્ર મોકલવામાં આવ્યું જેમાં વર્ક ફ્રોમ હોમ કરતા રહેતા અને ફિલ્મી એક્શનમાં રમુજી કોલમ સતત લખવા માટે મને "કોરોના વોરિયર" તરીકેનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું.
આવા સર્ટિફિકેટો ઘણા મળતા ત્યારે એક અનેરો આનંદ અને ઉત્સાહ થઈ આવતો અને ભવન્સમાં હતો ત્યારે તો એકસાથે ચાર-ચાર સર્ટીફિકેટ મળ્યા હતા એક્ટિંગ માટે, ગુજરાતી, હિન્દી, મરાઠી અને ઉર્દુ ચાર ભાષામાં બેસ્ટ એકત્ર હતો. એના સર્ટિફિકેટ આજે પણ જ્યારે જોઉં છું ત્યારે ખૂબ ગર્વ થાય છે,
વર્ષોથી નાટક અને ફિલ્મ સિરિયલ જગત સાથે સંકળાયેલો છું પણ આમ અચાનક કોઈ તમારા કામને બિરદાવે અને સર્ટિફિકેટ મોકલે ત્યારે ફરી સ્કૂલ કોલેજના દિવસો યાદ આવી ગયા
આ એક આનંદની પળ આપની સાથે શેર કરવાનું મન થયું એટલે કરી. ઘરેથી કામ કરનારા દરેકે દરેક વ્યક્તિને ખૂબ ખૂબ ધન્યવાદ અને હંમેશા 24 કલાક 365 દિવસ માત્ર અને માત્ર ઘરમાં કામ કરતી સ્ત્રીઓને પણ લાખલાખ ધન્યવાદ સૌથી મોટી કોરોના વોરિયર હોય તો એ જ છે જેમને કોઈ પણ જાતના સર્ટીફીકેટ ની જરૂર નથી.
આભાર ફિલ્મીએક્શન , પ્રદ્યુમ્ન કાપડિયા સાહેબ.
 
જય હિન્દ .



 

 
                                                      

Friends,
 
 We've all been home since the day the lockdown started
 Everyone's work is being done from home, according to the government, I am also doing my work sitting at home.  Launched a column in a magazine called Film Action called "Corona's Cuckoo Laughter".
 When the lockdown started, Corona became a character and the fight between Corona and the writer started writing in humorous language, it was fun and I didn't know when 15 installments were written.
 And today all of a sudden I was sent a certificate from this film action magazine in which I was given a certificate as a "Corona Warrior" for working from home and constantly writing funny columns in film action.
 When I got many such certificates, I was very happy and excited and when I was in Bhavans, I got four certificates at a time. For acting, BEST was in four languages, Gujarati, Hindi, Marathi and Urdu.  I am very proud to see her certificate even today,
 I have been involved in the world of drama and film serials for years but suddenly when someone applauds your work and sends a certificate, the days of school and college come to mind again.
 I wanted to share this happy moment with you.  Thank you so much to everyone who works from home and always 24 hours 365 days only and also a million thanks to the women who work in the house only if the biggest Coro Warrior is the one who does not need any kind of certificate.

 Thank you Film Action, Mr. Pradyumna Kapadia.
 
 Jai Hind
© 

Comments

  1. Transparency in what is stated hereinabove is commendable. Friends and friendship are bestowed upon us on the basis of our past and present karma

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...