Skip to main content

yaad sadabahar.

 ફ્લેટમાં તો હું હવે આવ્યો પણ મારો માળો આજેય નથી ભુલાતો , લગભગ 8 વર્ષનો હોઈશ , માળામાં સામસામે બધાનાં ઘર , સંતોક માસી , દયયાશંકર માસા , હરીશ કાકા , કકું ડોશી , બા ક્યારેક બ્હાર જતી તો મને સંતોક માસીનાં ઘરે મૂકી જતી , માસી મને જમાડતા અને મારા હાથ પણ ધોવડાવતા. શ્રાવણ મહિનામાં માસીને ત્યાં બધાં મળી ભજન ગાતા , નવરાત્રી , ગણપતિમાં તો આખો માળો ગુંજતો , દિવાળીનાં દિવસોમાં એકબીજાના ઘરે પગે લાગવા જવાથી માંડી , ઘૂઘરા,ચકરી, ચેવડો અને મોહનથાળ ઝાપટવાની મજા ફ્લેટમાં નથી યાર..નવા વર્ષે બાપુજી ને પગે લાગતાં એ બે રૂપિયા આપતા તે આજનાં બે હજાર કરતા મૂલ્યવાન હતાં. માસી માસા વ્હાલથી ક્રીમવાળી બિસ્કિટનો ડબ્બો ભેટ આપતા તો અમે ગાંડા થઈ જતા..હરીશ કાકાની સંતરાની પીપર અને ઘનશ્યામ કાકા બા ને કહ્યા વગર ભાગ લઈ આપતા.
મારા માળાના લાકડાના પગથિયાં , કાંભી,બારી,ઉંચો ઓટલો..અને અવિરત મળતો બધાનો નિસ્વાર્થ પ્રેમ.

ભૂલી જતાં જ્યાં ચોમાસુ , શિયાળો , ઉનાળો,
લાખોના  ફ્લેટમાય હું મિસ કરું છું મારો #માળો


I came to the flat now but I don't forget my nest today, I will be about 8 years old, everyone's house in front of the nest, Santok Masi, Dayashankar Masa, Harish Kaka, Kaku Doshi  Washing my hands too.  In the month of Shravan, my aunt used to meet me there and sing bhajans, in Navratri, Ganpati the whole nest was buzzing, on the days of Diwali I used to go to each other's house, it is not fun to go to Ghughra, Chakri, Chewdo and Mohanthal in the flat.  They were worth more than two thousand today.  If Aunty Masa Whale gave us a box of creamy biscuits as a gift, we would go crazy.

 The wooden steps of my nest, the kambhi, the window, the high porch ... and the selfless love of all who meet unceasingly.


 Forgetting where monsoon, winter, summer,

 Flatmay of millions I miss my #nest

©




Comments

  1. માળો , એક મારા મનના ખૂણામાં આજેય છે અને હંમેશા રહશે, માળા ની મારી યાદ મેં તમારા સાથ શેયર કરી છે આશા છે ગમશે. આપની યાદોના ખૂણામાં પણ એક માળો હોય તો એના અનુભવ શેયર કરશો.

    ReplyDelete
  2. ખૂબ સરસ, જી , યાદોની મજા જ કંઈક અલગ હોય છે, માળો ભલે જૂનો થાય પણ યાદો હંમેશા તાજી જ રહે છે, એક અલગ પ્રકારનો રોમાંચ આપે છે.

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

dear mom,dad..love u.. [ જન્મદાતા.. ]

મિત્રો , નાનપણમાં જ્યારે પાઠશાળા જતો ત્યારે સૌ પ્રથમ શીખવાડતા કે સત્યં વદ, ધર્મંચર, માતૃ દેવો ભવઃ,પિતૃ દેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ....સત્ય બોલવું, ધર્મ નું આચરણ કરવું , માતા દેવ તુલ્ય છે, પિતા દેવ તુલ્ય છે..આચાર્ય પણ દેવ તુલ્ય છે..વાત સાચી માતા પિતા નું સ્થાન તો દેવ કરતા પણ પ્રથમ આવે.. જેમના થકી આપણને આ જગત જોવા મળ્યું એ માતા પિતા વંદનીય છે જ અને હંમેશા રહેવા જ જોઈએ. પણ... આજના આ જેટ,નેટ યુગમાં સંતાનોની સમજ જેમ જેમ વધતી જાય છે એમ એમ માતા પિતા નું મહત્વ ઘટતું જાય છે. નાટક માં એક જોક્સ અવાર નવાર આવતો હોય છે કે એક બાળક ગુગલ પર સર્ફિંગ કરે છે “ બાળકોને ઉછેરવાની સાચી રીત” અને મમ્મી બાળકને પૂછે છે કે દીકરા આ શું વાંચે છે..? ત્યારે બાળક કહે છે કે હું જોઉં છું તમે મારો ઉછેર બરાબર કર્યો છે કે નહિ..? આમ તો આ મોઢે સ્મિત લાવતો એક જોક્સ છે પણ માતાનાં મોઢે ન દેખાતો તમાચો છે. જે માતા પિતાએ બાળકને ભણાવવા, મોટો કરવા એમના સુખ દુ:ખની પરવા ન કરી હોય એ બાળક જ્યારે મમ્મી ને કહે કે “હું ચેક કરું છું કે તમે મારો ઉછેર બરાબર કરો છો કે નહિ..?” ત્યારે લાગી આવે યાર... માતાપિતા હંમેશાં એના બાળકને સફળ જોવા ઈચ્છતા ...

be careful [ સખણા રેજો રાજ..]

મિત્રો, માંડ માંડ બધું સરસ ચાલવા માંડ્યું હતું ત્યાં ફરી કોરોનાં એ માથું ઉચક્યું, આપણી દિવાળી આવીને ગઈ હવે કોરોના દિવાળી ઉજવવાના મુડ માં લાગે છે, ગુજરાતમાં તો એણે  સરકારને કામેય લગાડી દીધાં, અને રૂપાણી સાહેબે અમદાવાદમાં રાતનો કર્ફ્યું જાહેર કરવો પડ્યો, ધીરે ધીરે આખા ગુજરાતમાં આનો અમલ થવા માંડ્યો અને લોકો જે કોરોનાને કાકા મામાનો દીકરો સમજી બિન્દાસ માસ્ક વગર ફરતાં હતા એ બધાં ફરી મોઢે માસ્ક લગાડી ફરવા માંડ્યા, કોરોનાની સોશ્યલ મીડિયા પર બધાએ જે  મજાક કરી એનું કોરોનાને ખોટું લાગી ગયું.  હવે મહારાષ્ટ્રની વાત, ગુજરાત અને રાજસ્થાનનાં આંકડા જોઈ સરકાર પણ અવઢવમાં છે કે હવે આપણે શું કરવું ? દશેરા,દિવાળી,કાળીચૌદશ,ધનતેરસનાં કોરોના રજા ઉપર લાગ્યો પણ અચાનક એની રજા પૂરી થઇ, મહારાષ્ટ્રમાં  આવતા ત્રણ ચાર દિવસમાં નવા કાયદા આવે તો નવાઈ નહિ, ગુજરાતની જેમ અમુક વિસ્તારોમાં રાત્રે કર્ફ્યું લાગુ પડી શકે, પણ જ્યાં લોકોને રાત્રે ૩ વાગ્યે પાઉભાજી અને સવારે ૪ વાગ્યે કટિંગ અને બનમસ્કા ખાવાની આદત છે એ નારાજ થશે, આપણી સરકારને દરેક મુંબઈકરની ચિંતા છે. માંડ માંડ મુંબઈ પાટે ચઢતું હતું ત્યાં કોરોનાંએ પા...