મિત્રો, કેવો ગજબનો સમય બતાવ્યો છે કુદરતે "જે બીમાર પડશે એ એકલો રહેશે, અને જે એકલો રહેશે એ બીમાર નહિ પડે." સાચે જ જાન હૈ તો જહાન હૈ, સ્કુલમાં ગુજરાતીમાં આપણે વાંચતા કે પહેલુ સુખ તે જાતે નર્યા. શરીર સારું તો સૌ સારું. ઘરમાં મોંઘામાં મોંઘુ ડાઈનીંગ ટેબલ છે પણ ખુરશીમાં બેસવાની શક્તિ નથી, ગુલાબજાંબુથી છલોછલ ભરેલો કટોરો નજર સામે જ છે પણ ડાયાબીટીઝ છે, ચોખ્ખા ઘીથી લથપથ એય મજેની સુરતની ધારી આંખો આગળ જ છે પણ શું કામની ? બ્લડપ્રેશર છે. ગરમાગરમ મેથીના ગોટાને લીલાંછમ, તીખાં, તમતમ લવિંગીયા તળેલાં મરચાં છે. પણ એસીડીટી-પિત્ત છે, પીસેલી લાલચટાક લસણની ચટણી છે પણ પાઈલ્સ પ્રોબ્લેમ છે અને એ.સી.રૂમમાં મખમલી સુંવાળી સુંવાળી ડનલોપીલોની મસ્ત પથારી છે પણ ઉંઘ આવતી નથી. આ તે કંઈ જિંદગી કહેવાય ? એટલા માટે જ બધા કહે છે કે : પહેલુ સુખ તે જાતે નર્યા. આજના સમયમાં જ્યારે દિવસ એક ટેન્શન સાથે શરુ થાય છે ત્યારે ઘરની જવાબદાર વ્યક્તિ, શરીરે હેમખેમ રહે એવી પ્રાર્થના ઘરના લોકો કરતા હોય છે. "તમે વધારે ટેન્શન નહિ લ્યો, જે બધાનું થશે એ આપણું થશે, આખા ગામમાં તકલીફ છે આપણે એકલા તકલીફમાં નથી, તમે તબિયત સાચવો....
something new