મિત્રો, મિચ્છામી દુક્કડમ અને ગણપતિ બાપ્પા મોરિયા પૂઢચ્યા વર્ષી લવકર યા નાં મેસેજ આવતા અટક્યા. હવે શરુ થયો શ્રાધ પક્ષ, પિતૃમાસ..શ્રાદ્ધ કેમ કરાય ? શા માટે આપણે પિતૃઓને યાદ કરીએ છીએ ? શ્રાદ્ધનાં દિવસોમાં ગાય, કુતરા, ભિખારી ને ખાસ ખવડાવવું જોઈએ. પીપળાને રોજ પાણી રેડવું જોઈએ. આવા અનેક મેસેજ આવતા થઇ જશે અને હા કાગડાની ડીમાંડ ખાસ ઉભી થશે. કેમકે દરેકના પિતૃઓ સાથે કાગડાને ઘર જેવો સંબંધ છે. હા, એટલ જ તો સ્રધ્ના દિવસે ઘરે આવનાર બ્રામ્હણ નો નંબર પણ કાગવાસ એટલે કે કાગડાને ભોજન પ્રસાદ આપ્યા બાદ થાય. કાગડાની આટલી ડીમાંડ કેમ ? શ્રાદ્ધ પક્ષમાં કાગડો જ કેમ હોટ ફેવરીટ થઇ જાય છે એનાં પણ કારણ છે. ભાઈ કાગડો યમ સ્વરૂપ છે. તે યમરાજનો પુત્ર અને શનિદેવ નું વાહન ગણાય એટલે યમરાજ સાથે ડાયરેક્ટ કનેક્શન છે એમ કહેવાય. અને દરેક પિતૃઓ તો યમલોકમાં જ હોય [ સ્વર્ગ નર્કની નથી ખબર ] એમની સાર સંભાળ યમરાજ સરસ રીતે રાખે એ માટે કાગડા ભાઈને ખુશ કરવાના. અને કહેવાય છે કે કાગડા સાહેબ અજરા અમર છે એમને મૃત...
something new