Skip to main content

Boss Is Always..[ બોસ..એટલે..બોસ....]

 મિત્રો, 

લીડર કોઈ જન્મજાત ન હોય, સામાન્ય વ્યક્તિના ગુણ થકી ખબર પડે કે એની ક્ષમતા કેટલી છે. ધોની મેચમાં ન હોય પણ જો એ માત્ર ટીમની રમત જોવા પણ બેઠો હોય તો ટીમનું પ્રદર્શન શાનદાર હોય, ક્યાં, ક્યારે કેટલું બોલવું એ સિવાય..  ક્યાં ક્યારે કેટલું સાંભળવું એની આવડત પણ લીડરમાં હોય.કોને કેટલું મહત્વ આપવું અને કોની પાસેથી કેમ કામ કઢાવવું એની અઢળક પુસ્તકો અને પર્સનાલિટી ડેવલપ કરવાના વિડીયો જોવા મળશે પણ ધીરુભાઈ અંબાણી કે રતન ટાટા જેવા મહાનુભાવોમાં આ આવડત જન્મજાત હશે જ એટલે જ એમના ઉદાહરણો આપીને દર્શાવાય છે કે લીડર કેવો હોવો જોઈએ. કોઈ શાંત રહીને ઘણું સમજાવી જાય તો કોઈ કામ કરીને કેમ પ્રોબ્લેમ સોલ્વ કરવો એ કહી જાય.

સાચો લીડર કઈ રીતે સમસ્યાનો ઉકેલ લાવે છે...એનું એક ઉદાહરણ આ પણ છે.

તાતા સ્ટીલના અધ્યક્ષ રતન ટાટા એ જમશેદપુર ખાતે પોતાના કર્મચારીઓ સાથે એક સાપ્તાહિક બેઠક યોજી હતી. એક કર્મચારીએ એક ગંભીર મુદ્દો ચર્ચ્યો. તેણે કહ્યું કે કર્મચારીઓના શૌચાલયની સ્થિતી, ગુણવત્તા અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણી ખરાબ હતી જે તેમના આરોગ્ય માટે પણ જોખમી બાબત હતી. જ્યારે ઉપરીઓના શૌચાલયની સ્થિતી, ગુણવત્તા અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણી સારી હતી.
રતન ટાટા એ તેમના એક ઉચ્ચ અધિકારીને આ સમસ્યાનો નિકાલ કેટલા સમયમાં લવાશે એવો પ્રશ્ન કર્યો. તે ઉચ્ચ અધિકારીએ આ માટે એક મહિનાનો સમય માગ્યો.
રતન ટાટા એ કહ્યું, "હું તો કદાચ આ સમસ્યા એક જ દિવસમાં હલ કરી દઈશ. મારી પાસે એક સુથાર મોકલી આપો."
બીજે દિવસે જ્યારે સુથાર આવ્યો ત્યારે રતન ટાટા એ તેની પાસે કર્મચારીઓ અને ઉપરીઓના શૌચાલયોના નામના પાટીયાઓની અદલાબદલી કરાવી નાખી.
કર્મચારીઓના શૌચાલય પર 'ઉચ્ચ અધિકારીઓ' અને ઉચ્ચ અધિકારીઓના શૌચાલય પર 'કામદારો' એમ દર્શાવતા પાટિયા લટકી રહ્યાં.
રતન ટાટાએ દર પખવાડિયે આ અદલાબદલી ફરી કરવી એવો આદેશ આપ્યો. ત્રણ જ દિવસમાં બંને શૌચાલયોની સ્થિતી એક સરખી - ઘણી સારી થઈ ગઈ.
સાચો લીડર ઘણી ધીરજથી તમારી વાત સાંભળે છે અને સમય વધુ બરબાદ કર્યા વગર તમારી સમસ્યાનો ઉકેલ સૂઝાડે છે.
લીડરશીપ ખાલી અધિકારી કે ઉપરી બની જવા કરતા કંઈક વિશેષ છે.

સમસ્યા શું છે એ સમજવા ક્રિટિકલ થિંકિંગ કરવું પડે છે પણ સમસ્યાનો ઉકેલ લાવવા ક્રિએટિવ થિંકિંગ કરવું પડે છે..   

સમજે તે સમજદાર 


Friends,


A leader is not an innate person, he is known by the qualities of a normal person. Even if Dhoni is not in the match, if he is just watching the team's game, then the performance of the team is excellent. Books and personality development videos will be seen, but dignitaries like Dhirubhai Ambani or Ratan Tata will have this skill innate, which is why they are given examples to show what a leader should look like. If someone stays calm and explains a lot, then someone will tell you how to solve the problem by doing something.

This is also an example of how a true leader solves a problem.


 Tata Steel Chairman Ratan Tata held a weekly meeting with his employees at Jamshedpur. An employee discussed a serious issue. He said that the condition of the toilets of the employees was very bad in terms of quality and hygiene which was also a matter of danger to their health. While the condition of the toilets of the upper class was very good in terms of quality and hygiene.

Ratan Tata asked one of his top officials how long it would take to resolve the issue. That high official asked for a month for this.

Ratan Tata said, "I will probably solve this problem in one day. Send me a carpenter."

The next day, when the carpenter arrived, Ratan Tata had the nameplates of the employees and superiors' toilets exchanged.

Signs hung on the toilets of the employees saying 'high officials' and on the toilets of high officials 'workers'.

Ratan Tata ordered the exchange to be repeated every fortnight. In just three days, the condition of both the toilets was the same - very good.

The right leader listens to you patiently and solves your problem without wasting time.

Leadership is something more than just becoming an officer or a superior.

 You have to think critically to understand what the problem is but you have to think creatively to solve the problem.

 




Comments

  1. very nice Ashokji... very true and correctly written ... I hope we all get such bosses ..and such leaders for nation....

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા