Skip to main content

crows for ever [ કાગડાની ડિમાંડ ]

                                

મિત્રો,

મિચ્છામી દુક્કડમ અને ગણપતિ બાપ્પા મોરિયા પૂઢચ્યા વર્ષી લવકર યા નાં મેસેજ આવતા અટક્યા. હવે શરુ થયો શ્રાધ પક્ષ, પિતૃમાસ..શ્રાદ્ધ કેમ કરાય ? શા માટે આપણે પિતૃઓને યાદ કરીએ છીએ ? શ્રાદ્ધનાં દિવસોમાં ગાય, કુતરા, ભિખારી ને ખાસ ખવડાવવું જોઈએ. પીપળાને રોજ પાણી રેડવું જોઈએ. આવા અનેક મેસેજ આવતા થઇ જશે અને હા કાગડાની ડીમાંડ ખાસ ઉભી થશે. કેમકે દરેકના પિતૃઓ સાથે કાગડાને ઘર જેવો સંબંધ છે. હા, એટલ જ તો સ્રધ્ના દિવસે ઘરે આવનાર બ્રામ્હણ નો નંબર પણ કાગવાસ એટલે કે કાગડાને ભોજન પ્રસાદ આપ્યા બાદ થાય.

 કાગડાની આટલી ડીમાંડ કેમ ? શ્રાદ્ધ પક્ષમાં કાગડો જ કેમ હોટ ફેવરીટ થઇ જાય છે એનાં પણ કારણ છે. ભાઈ કાગડો યમ સ્વરૂપ છે. તે યમરાજનો પુત્ર અને શનિદેવ નું વાહન ગણાય એટલે યમરાજ સાથે ડાયરેક્ટ કનેક્શન છે એમ કહેવાય. અને દરેક પિતૃઓ તો યમલોકમાં જ હોય [ સ્વર્ગ નર્કની નથી ખબર ] એમની સાર સંભાળ યમરાજ સરસ રીતે રાખે એ માટે કાગડા ભાઈને ખુશ કરવાના. અને કહેવાય છે કે કાગડા સાહેબ અજરા અમર છે એમને મૃત્યુ આવતું નથી.

શ્રાદ્ધ અને કાગડાને લગતી એક વાર્તા પણ ખૂબ પ્રખ્યાત છે. આ વાર્તા ત્રેતાયુગની છે. તે સમયે ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યામાં વનવાસમાં હતા. આવી સ્થિતિમાં, ઇન્દ્રના પુત્ર જયંતે કાગડાનું રૂપ ધારણ કરી સીતા માતાના પગ પર ચાંચ મારી હતી ત્યારે ભગવાન રામે ભાથામાંથી તીર કાઢ્યું અને તે કાગડાની એક આંખ ફોડી નાખી. જયંતે પ્રભુ રામની માફી માંગી ત્યારે શ્રીરામે એક વરદાન આપ્યું અને કહ્યું કે તમે જે ખોરાક ખાશો તે તમારા પૂર્વજો સુધી પહોંચશે. ત્યારથી, કાગડાને ખવડાવવાની પરંપરા કે માન્યતા આજે પણ ચાલે છે. આ પંદર દિવસ કોઈ શુભ કાર્ય નથી કરતું પણ.. આખું વરસ શુભ જાય એની કામના કરે છે.  

આજના જમાનામાં જે રીતે પશ્ચિમી સંસ્કૃતિ ભારતીય સમાજ પર હાવી થઈ રહી છે તેને લીધે આપણે મૂળ પરંપરાઓથી દૂર થતા જઈએ છીએ. ઘણા લોકો કે આજની જનરેશન શ્રાદ્ધની મશ્કરી કરતા હોય છે. એ કહે છે કે મૃત્યુ પામેલ પિતૃઓને કેવી રીતે તૃપ્ત કરી શકાય ? તેવા લોકો કદાચ આ ઉદાહરણથી સમજી શકે કે  જો ભારતમાં બેસીને ઈન્ટરનેટના માધ્યમથી અમેરિકામાં વેબ કેમેરા પર તમે ભારતના હાલચાલ જોઈ શકતા હો તો ભાવના અને શ્રદ્ધાથી કહેલા શબ્દો અને કરેલ તર્પણ કેમ ન પહોચી શકે ? શ્રદ્ધાનો વિષય હોય તેને પુરાવાની કોઈ જરૂર હોતી નથી

સમજે તે સમજદાર


 Friends,

Michhami Dukkadam and Ganapati Bappa morya pudhchya varshi lavkar ya..message of Moriya Poochya Varshi Lavkar Ya. Shraddha Paksha has started now, Pitrumas..why do Shraddha? Why do we miss our fathers? Cows, dogs, beggars should be specially fed on the days of Shraddha. Pipla should be watered daily. Many such messages will come and yes the demand for crows will be special. Because the crow has a home-like relationship with everyone’s parents. Yes, that is why the number of a Brahmin who comes home on the day of Sraddha also happens after giving food offerings to Kagvas i.e. crows.

 Why is there so much demand for crows? There is also a reason why crows become hot favorites in Shraddha Paksha. Brother crow is the form of Yama. He is considered to be the son of Yamaraj and the vehicle of Shanidev, so it is said that there is a direct connection with Yamaraj. And if all the parents are in Yamalok [I don't know about heaven and hell] the essence is to make Kagda Bhai happy so that Yamaraj takes good care of them. And it is said that Kagda Saheb Ajra is immortal, he does not die.

Shraddha and a story about a crow is also very famous. This story is from the third age. At that time Lord Rama was in exile in Ayodhya with Sita and Lakshmana. In such a situation, when Indra's son Jayant took the form of a crow and beaked Sita's legs, Lord Rama drew an arrow from Bhatha and pierced one of the crow's eyes. When Jayant apologized to Lord Rama, Shriram gave a blessing and said that the food you eat will reach your ancestors. Since then, the tradition of feeding crows has continued to this day. These fortnight days do no good deeds and make the whole year auspicious.

Due to the way Western culture is dominating Indian society today, we are moving away from the original traditions. Many people or today's generation make fun of Shraddha. It says how to satisfy dead parents? Such people may understand from this example that if you can sit in India and watch the movements of India on the web camera in America through the internet, then why can't the words and deeds done with spirit and faith reach? There is no need for proof of faith

Understandably sensible

 



Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...