મિત્રો,
હેપ્પી બર્થ ડે,
જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શતમ જીવેત શરદ..
અવાર નવાર આ
વાક્યો સાંભળતા આવીએ છીએ..ગયા અઠવાડિયામાં એક સાથે ત્રણ મહાનુભાવોના જન્મદિવસનો
અવસર ઉજવાયો. ત્રણેય મારા સ્નેહીજન પણ ત્રણેયનાં જન્મદિન ની ઉજવણી જોઈ મને આ બ્લોગ
લખવાની ઈચ્છા થઇ આવી.
જન્મદિવસ એટલે
શું ? એક વર્ષ ઓછુ થયું એનો આનંદ કે એક વર્ષ વધુ જીવવા મળ્યું છે એનો ઉત્સવ ? જન્મ
દિવસ એટલે કદાચ આપણો નહિ પણ માતા પિતા અને ઈશ્વરનો આભાર દિવસ. એમના થકી જ આજનો દિવસ જોઈ
શક્યા, ઉજવી શક્યા માણી શક્યા. એટલે અંત: કરણ પૂર્વક ઈશ્વરનો આભાર જે વર્ષ ગયું
એમાં જે કાર્ય રહી ગયું એ પૂરું કરવા મળેલા નવા સમય માટે ઈશ્વરને અભિનંદન, ટૂંકમાં
જીવન નામનો મોબાઈલ રીચાર્જ થયાનો ઉત્સવ. ટોક ટાઈમ કેટલો છે ખબર નહિ પણ હવે જેટલો
સમાય મળ્યો છે એનો સદુપયોગ કરવાનો અવસર આજથી શરુ.
અમારા એક સંબંધી
બેન જેમનું મગજ કોમ્યુટર જેવું છે. એમને અમારા સમગ્ર કુટુંબની તથા આસપાસના સગા
સ્નેહીઓની જન્મ તારીખ મોઢે છે. ફોન પર વાત થાય કે એક સાથે આઠ દસ જણાની જન્મ તારીખ
જણાવી દે. પણ આપણે મૂળ વાત પર આવીએ. મેં જે ત્રણ જન્મ સ્નેહીઓનાં દિવસ જોયા એમાં
પ્રથમ બર્થ ડે હતો એક કોલેજ ગોઇંગ ઢીંગલીનો જેમના બર્થ ડે માં એના મિત્રો પણ આવેલા
લગભગ ચાર કેક આવી ગઈ અલગ અલગ ફ્લેવરની મીણ બત્તીઓથી કેક ઝળાહળા થાય, કેક કપાઈ અને મિત્રોએ
અચાનક ઢીંગલીનું મોઢું કેકથી ભરી નાખ્યું. આખા ઘરનો શણગાર અસ્ત વ્યસ્ત થઇ ગયો..ફુગ્ગો
ફૂટ્યા, સ્નો સ્પ્રે ઉડ્યા...હેપ્પી બર્થ ડે..ટુ યુ..સંભળાતું હતું પણ મનમાં થતું
હતું કે આ શું કર્યું...???
બીજો જન્મ દિવસ
એટેન્ડ કર્યો એક વડિલનો જેમનો સિત્તેરમો જન્મ દિવસ હતો. એમના પત્નીએ સરસ મજાની
થાળી શણગારી એમાં દીવો રાખ્યો અને એમના પતિદેવને ચાંલ્લો કરી એમની પૂજા કરી, એમની
આરતી ઉતારીને હાથે બનાવેલી સુખડી ખવડાવીને જન્મદિનની શુભેચ્છા આપી..સાચી પરંપરા
કદાચ આજ હશે. આટલા વર્ષો સુખેથી પસાર થયા એનો આનંદ પતિ પત્ની બન્નેની આંખોની ચમકમાં
સ્પષ્ટ દેખાતો હતો.મારી આંખો આ દ્રશ્ય જોઈ ભીજાઈ ગઈ.
ત્રીજો જન્મ દિવસ
એક સ્નેહી મિત્રનો જેમણે કેક કાપી અને પરિવારના દરેક સભ્યને પ્રેમથી કેક ખવડાવી,
અમે બધા સાથે હોટેલમાં જમવા પણ ગયા. તે છતાં બર્થ દે ગર્લ નાં મોઢા પર આનંદ
નહોતો..મેં એકાંતમાં પૂછ્યું શું થયું ? કેક ખાટી હતી ? કે કેકમાં મીઠું વધારે
હતું ? ત્યારે એણે જણાવ્યું “ એનો કોલ નથી આવ્યો..મેસેજ પણ નથી કર્યો...” મેં
કહ્યું કોનો ? અને હું સમજી ગયો...”એનો” એટલે “પરમ મિત્ર” નો. એની સાથે મારે વાત જ
નથી કરવી..હું એની સામે જોવાની પણ નથી..રસ્તે ચાલતા રીક્ષા સાથે અથડાતા રહી
ગઈ..એટલો ગુસ્સો હતો બર્થ ડે ગર્લનાં મગજમાં..બન્ને વચ્ચે અબોલા થઇ ગયા. ખબર પડી
એના મિત્રને બર્થ ડે યાદ નહોતો..એટલે બિચારાનું આવી બન્યું...આગામી દિવસોમાં શું
થશે ખબર નહિ..
મિત્રો આ ત્રણેય
બર્થ ડે સિવાય પણ અનેક પ્રકારે બર્થ ડે ઉજવાય છે, પણ સાચી રીત કઈ છે એ મારા કરતા
વધારે આપને ખબર. જન્મ દિવસ રૂપિયા, કેક, શણગારનો બગાડ..? જન્મ દિવસ આરતી અને પૂજા
નો તહેવાર..? કે પછી જન્મ દિવસ ખટરાગ અને અબોલા નો વ્યવહાર..મેં તો આ ત્રણ અલગ અલગ
અનુભવો શેયર કર્યા..બાકી..
સમજે તે સમજદાર.
Friends,
Happy Birthday, Happy Birthday, Shatam Jivet Sharad ..
We hear these sentences from time to time. Last week, the birthdays of three dignitaries were celebrated together. Seeing the birthday celebrations of all three of my loved ones, I wanted to write this blog.
What is a birthday? The joy of having less than a year or the celebration of living one more year? Birthday is not our day but the day of thanks to parents and God. Only through him could we see, celebrate and enjoy today. So heartfelt thanks to God, congratulations to God for the new time he got to complete the work that was left in the year gone by, a celebration of mobile recharge called Jeevan in a nutshell. I don't know how much talk time there is but the opportunity to make good use of the time I have now starts from today.
One of our relatives, Ben, whose brain is like a commuter. He remembers the date of birth of our entire family and loved ones around. Talk on the phone to tell the date of birth of eight to ten people at once. But let's get to the basics. The first of the three birthdays I saw was the birthday of a college-going doll whose birthday was accompanied by about four cakes. The decoration of the whole house became very busy .. Balloons burst, snow spray flew ... Happy Birthday .. To you .. I could hear but I was thinking what did this do ... ???
Attended the second birthday of an elder whose seventieth birthday. His wife put a lamp in it and decorated it with a nice fun plate and worshiped him by chanting her husband's deity. The joy of passing all these years happily was evident in the gleam in the eyes of both husband and wife. My eyes got wet seeing this scene.
The third birthday of a friendly friend who cut the cake and lovingly fed the cake to every member of the family, we all went to dine at the hotel together. There was no joy on the face of the birthday girl though..I asked in private what happened? Was the cake sour? Or was there too much salt in the cake? Then he said "His call has not come..he has not even sent a message ..." I said whose? And I understood ... "Eno" means "best friend". I don't have to talk to her..I don't even have to look in front of her..she kept colliding with a rickshaw on the way..there was so much anger in the mind of the birthday girl..the two got Ebola. I found out that his friend did not remember his birthday..that is why it happened to the poor ... I do not know what will happen in the coming days ..
Friends, apart from these three birthdays, birthdays are celebrated in many ways, but you know better than me what the true way is. Birthday money, cake, waste of decoration ..? Birthday Aarti and Pooja festival ..? After the birth of Khatrag and the treatment of Abola..I shared these three different experiences..the rest ..
Understandably sensible.
Nice thought, beautiful words
ReplyDeleteWow
ReplyDelete