Skip to main content

Posts

Showing posts from October, 2021

East West Jalebi Fafda Best [ જલેબી ફાફડા નો પ્રસાદ ]

    મિત્રો, દશેરા આવી અને સ્વાદના શોખીનો માટે ફાફડા જલેબી લાવી, આવતી કાલે દરેક ગુજરાતી અચૂક શુકનવંતા ફાફડા જલેબી ખાશે, આપ સૌ જાણો છો કે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ધૂમ વેચાય છે. લોકો શુકનવંતા ફાફડા અને જલેબી લેવા માટે સવારથી લાઇનમાં ઊભા રહેશે અને દુકાનદારો આખી રાત જલેબી ફાફડા બનાવશે. કોરોના નામના રાવણને મ્હાત કરી આવનારા તહેવારોને આનંદ ઉત્સાહ સાથે ઉજવવા આવતી કાલે લોકો ફાફડા-જલેબી ખાઇને આવનારા સારા સમયની શુકનવંતી શરૂઆત કરશે, મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના મહાનગર કે દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાની પરંપરા છે. પણ આ પરંપરા ક્યારથી શરૂ થઈ એ કદાચ લોકોને ખબર હોય કે ન હોય પણ મેં વાંચ્યું છે કે જાણ્યું છે એ પ્રમાણે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામ ને “શાશ્કુલી” બહુ ભાવતી હવે તમે વિચારો શું આ શાશ્કુલી એટલે શું તો શાશ્કુલી એટલે એક મીઠી વાનગી જે ચોક્ખા ઘી માં બને અને એ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ હોય..યસ જેને આપણે જલેબી કહીએ છીએ, એ શાશ્કુલી પ્રભુ રામને ખૂબ ભાવતી અને એમના પરમ પ્રિય ભક્ત હનુમાનજીને ચણાના લોટમાંથી બનેલી વાનગી બહુ ભાવતી. આજે પણ આપણે હનુમાનને બુંદીના લાડુનો પ્રસાદ ચઢાવીએ છીએ

Jay Mata Di [ નવરાત્રી આવી..]

  મિત્રો, સર્વપિતૃ અમાસના દરેક પિતૃઓ એમના સ્વજનો થકી દૂધપાક પૂરીનું જમણ કરી તૃપ્ત થઈને અઢળક આશીર્વાદ આપીને પિતૃલોક રવાના થયા અને માં જગદંબાની આરાધનાનું પર્વ નવલી નોરતાનું આગમન થયું. વ્હોટ્સએપ પર ગરબા, આરતી, સ્તુતિ, સ્તવન, થાળ, ચંડીપાઠ દરેકનાં મુખડા અંતરા વિડીયો સાથે આવવા લાગ્યા. જો કે માસ્ક પહેરીને ઉત્સવ ઉજવવાનો અનેરો આનંદ લોકોમાં જોઇને અંતરથી માં ભગવતીને પ્રાર્થના કરી કે હે માં સૌને આમ જ આનંદ અને સુખ સમૃદ્ધિ આપજે. વીતેલા મહિનાઓમાં ઘણું એવું જોયું છે જે આજીવન ભૂલી શકાય નહિ પણ એ બધી યાદોને આઠમના હવનમાં હોમી દઈ દરેકને સુખ શાંતિ દેજે માં. નવરાત્રીમાં આમ તો નવદુર્ગાનાં દરેક રૂપનાં જ્યાં જ્યાં મંદિરો છે ત્યાં ભક્તો માતાજીના આશીર્વાદ લેવા જવાના જ. અને જે નહિ જઇ શકે એ લોકો રોજ યુ ટ્યુબ પર લાઈવ દર્શન કરી લેશે. કચ્છની દેવી માં આશાપુરા નાં ધામ માતાના મઢ માં પણ ભક્તોની ભીડ જામશે. માં આશાપુરાનું મંદિર કોરોના કાળને લીધે બંધ હતું પણ હવે કોવીડના કેસ ઓછા થતા ભક્તો માટે માં નો દરબાર ખુલ્લો છે. આમેય માં ને મળો કે ન મળો માં એમના સંતાનોની રક્ષા કરવાની જ. પણ શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક માં ને સમર્પિત થઇ જ

Natu kaka we miss u. [ "ભવાઈ" એટલે ઘનશ્યામ ભાઈ ]

  મિત્રો, આમ તો મારા બ્લોગમાં કોઈ વ્યક્તિ વિશેષ માટે લખવાનું હું ટાળું છું તે છતાંય સુશાંત સિંહનાં આત્મહત્યા પ્રકરણ વિષે લખવાનું હું રોકી નહોતો શક્યો. વર્ષોથી હું ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલો છું અને આજે જ્યારે ગુજરાતી રંગભૂમિનાં એક આધારસ્તંભ સમા શ્રી ઘનશ્યામ નાયક જેમને લોકો નટુકાકા નાં હુલામણા નામથી ઓળખે છે એમને શબ્દો થકી શ્રદ્ધાંજલિ આપતા કલમ ન રોકી શક્યો. “દીકરા તું બ્રામ્હણનો દીકરો છે અને બ્રામ્હણને તો સરસ્વતી માતા નાં આશિર્વાદ હોય. આ શબ્દો હતા ઘનશ્યામ ભાઈના,  દોસ્તો મારી લખેલ ગુજરાતી સીરીયલ “કંકુપગલાં” જે રાધિકા ફિલ્મ્સની સુભાષ શાહ દિગ્દર્શિત હતી. એમાં રુઆબદાર “બાપુ” નાં રોલમાં ઘનશ્યામ ભાઈ એ અભિનય કરેલો. એ બાપુનો હું સાગરિત. એટલે કે જી હજુરિયો..એમની સાથે ને સાથે રહેવાનું. મારા જ લખેલા સંવાદો વાંચતા ઘનશ્યામ ભાઈ કહેતા “દીકરા તું બ્રામ્હણનો દીકરો છે અને બ્રામ્હણને તો સરસ્વતી માતાનાં આશિર્વાદ હોય. અત્યાર સુધી વધુ પડતા મને નોકરના જ રોલમાં બોલાવતા..[ ત્યારે “હમ દિલ દે ચુકે સનમ” ફિલ્મ આવી હતી જેમાં એમણે નોકર નું પાત્ર કરેલું. ] આ બાપુનો રોલ કરવાની મઝા પડી ગઈ. એ પછી “તારક મહેતા..” ના