મિત્રો,
દશેરા આવી અને સ્વાદના
શોખીનો માટે ફાફડા જલેબી લાવી, આવતી કાલે દરેક ગુજરાતી અચૂક શુકનવંતા ફાફડા જલેબી ખાશે, આપ સૌ જાણો છો કે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ધૂમ વેચાય છે. લોકો
શુકનવંતા ફાફડા અને જલેબી લેવા માટે સવારથી લાઇનમાં ઊભા રહેશે અને દુકાનદારો આખી રાત
જલેબી ફાફડા બનાવશે. કોરોના નામના રાવણને મ્હાત કરી આવનારા તહેવારોને આનંદ ઉત્સાહ
સાથે ઉજવવા આવતી કાલે લોકો ફાફડા-જલેબી ખાઇને આવનારા સારા સમયની શુકનવંતી શરૂઆત
કરશે, મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના મહાનગર કે દશેરાના દિવસે ફાફડા જલેબી
ખાવાની પરંપરા છે. પણ આ પરંપરા ક્યારથી શરૂ થઈ એ કદાચ લોકોને ખબર હોય કે ન હોય પણ
મેં વાંચ્યું છે કે જાણ્યું છે એ પ્રમાણે.
એક માન્યતા એવી છે કે
ભગવાન શ્રીરામ ને “શાશ્કુલી” બહુ ભાવતી હવે તમે વિચારો શું આ શાશ્કુલી એટલે શું તો
શાશ્કુલી એટલે એક મીઠી વાનગી જે ચોક્ખા ઘી માં બને અને એ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ હોય..યસ
જેને આપણે જલેબી કહીએ છીએ, એ શાશ્કુલી પ્રભુ રામને ખૂબ ભાવતી અને એમના પરમ પ્રિય ભક્ત
હનુમાનજીને ચણાના લોટમાંથી બનેલી વાનગી બહુ ભાવતી. આજે પણ આપણે હનુમાનને બુંદીના
લાડુનો પ્રસાદ ચઢાવીએ છીએ. એવું કહેવાય છે કે ભગવાન રામે દશેરાને દિવસે રાવણનો વધ
કર્યો એનાં આનંદ અને ખુશી માં નગરજનોએ શાશ્કુલી એટલે કે જલેબી ખાઈ ને ખુશાલી મનાવી
હતી. અને એ પરંપરા ધીમે ધીમે ગુજરાતના
મહાનગર સુધી પહોચી અને ત્યાના લોકોએ પણ દશેરાને દિવસે જલેબી ખાવાની પરંપરા શરૂ કરી
અને કહેવાય છે કે મીઠાઈની મજા ત્યારે જ આવે જ્યારે એની સાથે ફરસાણનો ચટકો હોય જો
પ્રભુ રામને પણ એની પ્રિય વાનગી સાથે ફરસાણનો ચટાકો જોઈતો હોય તો રાવણ સાથેના
યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર હનુમાનજીને પ્રિય ચણાના લોટમાંથી બનેલા ફાફડા જ
ઉત્તમ વિકલ્પ હોઈ શકે. એટલે દશેરાને દિવસે ભક્ત અને ભગવાનની પ્રિય વાનગી એટલે કે
જલેબી અને ફાફડા ભેગા થયા અને દશેરાના દિવસે અસત્ય પર સત્યનો અશુભ પર શુભ નો વિજય
થયો એની ખુશાલીમાં શુકનવંતા જલેબી ફાફડા ખાવાની પરંપરા આજદિન સુધી યથાવત છે.
દશેરા પર ખવાતા ફાફડા અને
જલેબી માં સમય અનુસાર નવા નવા વિકલ્પો ઉમેરાતા ગયા જેમ કે રાજકોટમાં જલેબી અને
ફાફડાની સાથે પપૈયાનો સંભારો અને કઢી શરૂ થયા તો અમદાવાદમાં પપૈયા નો સંભારો અને
સાથે ઠુમસી મરચા એકબીજાના મિત્ર બન્યા. આમ વિશ્વ આખાના ગુજરાતીઓ દશેરાના દિવસે
જલેબી અને ફાફડા ખાઈને આવનારા સમયનો શુભારંભ કરે છે અને અહીંથી દિવાળીની તૈયારીઓ
શરૂ થાય છે એટલે દશેરા બાદ આવનારા તહેવારોની રાણી દિવાળીના પર્વને ઉત્સાહભેર વધાવવાનો
અનેક ઘર, દુકાન, ઓફિસોમાં શુભારંભ થાય છે જલેબી અને
ફાફડા ખાઈને.
તો આવતી કાલે જલેબી અને
ફાફડા નો પ્રસાદ ખાજો અને ખવડાવજો..કેમકે વહેચવાથી ક્યારેય ઓછુ નથી થતું.
સમજે તે સમજદાર.
Friends,
Dussehra has come and brought fafda jalebi for the taste buds, tomorrow every Gujarati will definitely eat shukanvanta aada jalebi, you all know that fafda and jalebi dhoom are sold on the day of Dussehra. People will line up in the morning to take shukanvanta fafda and jalebi and shopkeepers will make jalebi fafda all night. Tomorrow people will start the auspicious time of eating fafda-jalebi to celebrate the festivals of Ravana named Korona with joy and enthusiasm. But people may or may not know when this tradition started but I will tell you what I have read or known.
There is a belief that Lord Shriram loves "Shashkuli" very much. Now do you think that this Shashkuli is a sweet dish which is made in pure ghee and it is round and round and round and round and round and round and round and round and round and round and round and round and round and round and round and round and round and round and round and round and round and round and round and round That Shashkuli loved Lord Rama very much and his dearest devotee Hanumanji loved the dish made from chana flour. Even today we offer Bundi Laddu to Hanuman. It is said that Lord Rama killed Ravana on the day of Dussehra. And that tradition gradually spread to the metropolis of Gujarat and the people there also started the tradition of eating jalebi on the day of Dussehra and it is said that the fun of sweets comes only when there is a touch of farsan with it. For Hanumanji, who played an important role in the war, fafda made from chickpea flour may be the best option. That is why on the day of Dussehra, the favorite dish of the devotee and God i.e. Jalebi and Fafda came together and on the day of Dussehra, the tradition of eating auspicious Jalebi Fafda is still alive.
Over time, new alternatives were added to the fafda and jalebi eaten on Dussehra, such as papaya sambharo and kadhi started with jalebi and fafda in Rajkot, papaya sambharo in Ahmedabad and thumsi chillies became friends with each other. Thus Gujaratis all over the world start the time to come by eating jalebi and fafda on the day of Dussehra and from here the preparations for Diwali start.
So eat and feed the prasad of jalebi and fafda tomorrow..because distributing is never less.
Understandably sensible.
google translate
wish you happy Dashera.. jilebi ne fafda khao... ane dashera maano
ReplyDelete