મિત્રો,
આમ તો મારા બ્લોગમાં
કોઈ વ્યક્તિ વિશેષ માટે લખવાનું હું ટાળું છું તે છતાંય સુશાંત સિંહનાં આત્મહત્યા પ્રકરણ
વિષે લખવાનું હું રોકી નહોતો શક્યો. વર્ષોથી હું ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલો
છું અને આજે જ્યારે ગુજરાતી રંગભૂમિનાં એક આધારસ્તંભ સમા શ્રી ઘનશ્યામ નાયક જેમને
લોકો નટુકાકા નાં હુલામણા નામથી ઓળખે છે એમને શબ્દો થકી શ્રદ્ધાંજલિ આપતા કલમ ન
રોકી શક્યો.
“દીકરા તું બ્રામ્હણનો દીકરો છે અને બ્રામ્હણને તો સરસ્વતી માતા નાં આશિર્વાદ હોય. આ શબ્દો હતા ઘનશ્યામ ભાઈના, દોસ્તો મારી લખેલ
ગુજરાતી સીરીયલ “કંકુપગલાં” જે રાધિકા ફિલ્મ્સની સુભાષ શાહ દિગ્દર્શિત હતી. એમાં રુઆબદાર
“બાપુ” નાં રોલમાં ઘનશ્યામ ભાઈ એ અભિનય કરેલો. એ બાપુનો હું સાગરિત. એટલે કે જી
હજુરિયો..એમની સાથે ને સાથે રહેવાનું. મારા જ લખેલા સંવાદો વાંચતા ઘનશ્યામ ભાઈ
કહેતા “દીકરા તું બ્રામ્હણનો દીકરો છે અને બ્રામ્હણને તો સરસ્વતી માતાનાં
આશિર્વાદ હોય. અત્યાર સુધી વધુ પડતા મને નોકરના જ રોલમાં બોલાવતા..[ ત્યારે “હમ
દિલ દે ચુકે સનમ” ફિલ્મ આવી હતી જેમાં એમણે નોકર નું પાત્ર કરેલું. ] આ બાપુનો
રોલ કરવાની મઝા પડી ગઈ. એ પછી “તારક મહેતા..” નાં અમુક એપિસોડ લખતો ત્યારે મુલાકાત
થઇ હતી.
ખુબ જ સરળ, મિલનસાર
અને નમ્ર એવા નટુકાકા નખ શીખ કલાકાર હતા, દરેકને “વ્હાલા” કહીને બોલાવતા અને
માતાજી પર અસીમ શ્રદ્ધા રાખતા. રંગભૂમિના દરેક કલાકાર જે એમને મળ્યા છે અને જે નથી
મળ્યા માત્ર નામથી ઓળખતા હશે એમના માટે પણ ઘનશ્યામ ભાઈ આદરણીય વ્યક્તિ છે.
એમને શું બીમારી
હતી અને એમની વિદાય વખતની વાતો નથી લખવી. ગુજરાતી તખ્તાના એવા ઉમદા કલાકાર હતા
જેમણે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયને ભવાઈનાં સ્ટેપ્સ શીખવાડેલા..ગુજરાતી રંગભૂમિનો
સુવર્ણકાળ હતા ઘનશ્યામ ભાઈ. જ્યારે જ્યારે જૂની રંગભૂમિ અને ભવાઈનો ઈતિહાસ વંચાશે
ત્યારે ઘનશ્યામ નાયકનું નામ અચૂક લેવાશે.. સંપૂર્ણ રંગ દેવતા ને સમર્પિત, સદાબહાર,
રંગલો.
લોકડાઉન દરમ્યાન અમે કોકોનટ થીયેટર પ્રસ્તુત ચાય વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ માં એમને આમંત્રણ આપેલું જે એમણે સહર્ષ સ્વીકારેલું એમના દીકરા સાથે વાતો થતી જે અમને એમની તબિયત વિષે માહિતી આપતા. સંજોગો વશાત સમય અને તબિયતને કારણે તારીખો બદલાતી રહી અને અમે એમની રંગભૂમિની સફર માણવાથી વંચિત રહી ગયા. એમના ઘરે અઢળક ટ્રોફીઓ પડી છે. જે સ્વીકારવા એ મંચ પર આવતા પણ ટ્રોફી પછી સ્વીકારતા સૌ પ્રથમ માઈક હાથમાં લઇ પ્રેક્ષક દેવતાને વંદન કરી એમને પોતાની રંગભૂમિ ની વાતોમાં તરબોળ કરી નાખતા. એમની વિદાયના સમાચાર સાંભળી અનેક કલાકારોની આંખો ભરાઈ આવી. એમની સાથે કામ કરતાં અનેક કલાકાર એમનો સાલસ અને મૃદુ ભાષી સ્વભાવ ક્યારેય નહિ ભૂલી શકે. વિશ્વ આખામાં પ્રસિદ્ધ નટુકાકા આપને અંતરથી વંદન એમની રંગભૂમિ તથા ચિત્રયાત્રા વિનોદભાઈ રમેશભાઈ નાયક તરફથી જે ભવાઈ કલાકાર છે.એમણે આપી છે.
ઘનશ્યામ પ્રભાકર નાયક એ ગુજરાતી મૂળ ધરાવતા જાણીતા અભિનેતા, પાશ્વગાયક અને ડબિંગ કલાકાર છે જેને 'મુંબઇનો રંગલો' તરીકે પણ ઓળખવામાં આવે છે.એમણે આઠ વર્ષની ઉમરે અભિનય કારકિર્દીની શરૂઆત કરેલી. રંગભૂમિ તેમજ ભવાઇ ઉપરાંત એમણે ઘણાં હિન્દી અને ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કરેલો છે. સબ ટીવી પર પ્રસારીત થતી દૈનિક ધારાવાહીક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં તેઓએ નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઈવાલા (નટુ કાકા)નું પાત્ર ભજવ્યું છે.તેઓ વર્ષોથી રંગભૂમિના 'રંગલો' શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા હતા
નામ:-ઘનશ્યામ પ્રભાકર નાયક
૧૨ મે ૧૯૪૫ ઊંઢાઈ, ગુજરાત
વ્યવસાય અભિનેતા
સક્રિય વર્ષો ૧૯૬૮
જીવન:-ઘનશ્યામ નાયકનો જન્મ ૧૨ મે, ૧૯૪૫ના રોજ મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયેલો. તેમણે આશરે ૧૦૦ જેટલાં નાટક અને ૨૨૩ ચલચિત્રોમાં અભિનય કરેલો છે. તેમણે બાળવયે શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું.
કારકિર્દી:-તેમની સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ ૧૯૬૮માં આવેલી હસ્તમેળાપ હતી. રમેશ મહેતાની પણ આ પ્રથમ ફિલ્મ હતી. આ ફિલ્મમાં નરેશ કનોડિયા મુખ્ય કલાકાર હતા. જ્યારે મહેશ કનોડિયાનું સંગીત હતું. તેમને પાશ્વગાયક બનવા માટે મહેશ કનોડિયાએ પ્રોત્સાહિત કર્યાં હતા. ત્યાર બાદ વેણીના ફૂલ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું હતું, જેના દિગ્દર્શક મનુકાન્ત પટેલ છે. તેમણે ડોશીમાંના અવાજમાં દાદીમાં અનાડી ગીત ગાયું હતું. અત્યાર સુધીની કારકિર્દીમાં તેમણે સુમન કલ્યાણપુર, મહેન્દ્ર કપૂર, આશા ભોંસલે, પ્રિતી સાગર સહિતના ખ્યાતનામ કલાકારો સાથે ગીતો ગાયા છે જેમાં હાસ્ય ગીતોનો પણ સમાવેશ થાય છે. તેમના દ્વારા અભિનય કરાયેલું પ્રથમ હિન્દી ચલચિત્ર માસૂમ હતું. જેમાં તેમણે બાળકલાકાર તરીકે કામ કરેલું.તે સિવાય કચ્ચેધાગે, ઘાતક, હમ દિલ દે ચૂકે સનમ, બરસાત, આશિક આવારા, તિરંગા જેવા હિન્દી ચલચિત્રોમાં તેમણે અભિનય કર્યો છે. તેમનું સર્વપ્રથમ ગુજરાતી નાટક પાનેતર હતું.
ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક (પ્રભાકર કિર્તિ) તથા દાદા કેશવલાલ નાયક (કેશવલાલ કપાતર) પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. તેમના વડદાદા, વાડીલાલ નાયક, શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાંસદાના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના જયકિશનના તેઓ ગુરૂ હતા.આમ, ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત છે.
ટેલિવિઝન ધારાવાહિક
મણીમટકું (ગુજરાતી) મટકાલાલ તરીકે (મુખ્ય કલાકાર)
ફિલિપ્સ ટોપ ૧૦ મખ્ખન તરીકે
એક મહલ હો સપનો કા' મોહન તરીકે
સારથી ઘનુ કાકા તરીકે
સારાભાઇ vs સારાભાઇ (૨૦૦૬) વિઠ્ઠલ કાકા તરીકે
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (૨૦૦૮-હાલમાં) નટવરલાલ પ્રભાશંકર ઊંઢાઇવાલા - નટુકાકા તરીકે
છુટા છેડા (૨૦૧૨) (ગુજરાતી)
હિન્દી ચલચિત્રો ફેરફાર કરો
વર્ષ ચલચિત્ર પાત્ર
૧૯૬૦ માસૂમ બાળ કલાકાર
૧૯૭૪ બાલક ધ્રૂવ આશ્રમ શિષ્ય
૧૯૯૨ બેટા હવાલદાર
૧૯૯૪ લાડલા હવાલદાર
૧૯૯૪ ક્રાંતિવીર કલ્યાણજી ભાઇ
૧૯૯૪ ઇના મીના ડિકા ભિક્ષુક
૧૯૯૫ આંદોલન પ્રોફેસર
૧૯૯૫ બરસાત વસ્તીના માણસ
૧૯૯૬ માફિયા હવાલદાર
૧૯૯૬ ચાહત દર્દી
૧૯૯૬ ક્રિષ્ના અમર પ્રભાકરનો માણસ
૧૯૯૬ ઘાતક હોસ્પિટલ રિસેપ્શનિસ્ટ
૧૯૯૭ ઇશ્ક ઇન્સ્પેક્ટર
૧૯૯૮ શામ ઘનશ્યામ પ્રિયા ગીલ (નાયિકા)ના પિતા
૧૯૯૮ ચાઇના ગેટ મેનેજર
૧૯૯૮ બારૂદ
૧૯૯૯ કચ્ચે ધાગે ઇન્સ્પેક્ટર
૧૯૯૯ હમ દિલ દે ચૂકે સનમ વિઠ્ઠલ કાકા
૨૦૦૦ તેરા જાદૂ ચલ ગયા બનિયા
૨૦૦૧ લજ્જા ટિકુ
૨૦૦૩ તેરે નામ ચંદુ ચા વાળા
૨૦૦૩ ચોરી ચોરી સરદારજી રસોઇયા
૨૦૦૪ ખાકી દરજી
૨૦૦૭ પંગા ના લો નાટકવાળા
૨૦૦૭ અન્ડરટ્રાયલ કેદી
૨૦૦૯ ઢૂંઢતે રહ જાઓગે પંડિતજી
૨૦૧૦ હલો! હમ લલ્લન બોલ રહે હૈ નોકર
બ્લોગને વિરામ
આપતા પહેલા ઘનશ્યામ ભાઈ જ્યારે જ્યારે તખ્તા પર આવતા ત્યારે અવિનાશ વ્યાસ લિખિત “મંગળફેરા”
નાટકનું યાદગાર ગીત “અમે મુંબઈના રહેવાસી...” અચૂક યાદ કરતા..અને પ્રેક્ષકોને એમના
મધુર અવાજથી મંત્રમુગ્ધ કરતા.
અમે મુંબઈના રહેવાસી, ઓ
અમે મુંબઈના રહેવાસી
ચર્નિરોડ પર ચંપા નિવાસમાં, રૂમ
નંબર નેવાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ
અમે મુંબઈના રહેવાસી
પેટલાદમાં પિયર મારું, સાસરું
સુરત શહેર
વર ને વહુ અમે મુંબઈ રહેતા, કરતાં
લીલા લહેર
મોકલ્યા સાસુ-સસરા કાશી
અમે મુંબઈના રહેવાસી, ઓ
અમે મુંબઈના રહેવાસી
સાડી પહેરી શોપિંગ કીધું, પાઈનેપલનું
પીણું પીધું
બીલના રૂપિયા બાકી રાખ્યા ઉધાર પેટે પંચ્યાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ
અમે મુંબઈના રહેવાસી
હું ગાડાનો બેલ !
શાકભાજી, દાતણ
લઈ આવું, લાવું તલનું તેલ
હું પરણ્યો પણ સંન્યાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ
અમે મુંબઈના રહેવાસી
પગાર રૂપિયા પંચોત્તેરમાં સાડી શેં પોષાય
મોદી ભૈયો ધોબી ઘાટી પૈસા લેવા ધક્કા ખાય
મને થઈ ગઈ થઈ ગઈ ખાંસી
અમે મુંબઈના રહેવાસી, ઓ
અમે મુંબઈના રહેવાસી
રામા,
રામા, આજે
રવિવાર છે, નાટક જોવા જાશું
રાંધી નાખજે પૂરી બટાટા મોડા આવી ખાશું
કાલના ભજિયા તળજે વાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ
અમે મુંબઈના રહેવાસી
આમચા રામાચા યુનિયનને અસા ઠરાવ કેલા
ઐતવારચી સૂટી પાઈજે, નહિ
કામ કરાયચી વેળા
આજ માઝી મરૂન ગેલી માઉસી !
લો બોલો
અમે મુંબઈના રહેવાસી, ઓ
અમે મુંબઈના રહેવાસી
વ્હાલે વિપદ આ શું કાઢી, રામા
તું ન જાતો નાસી
નહિ તો મારે વાસણ ઘસતાં, રહેવું
પડશે ઉપવાસી
અમે મુંબઈના રહેવાસી, ઓ
અમે મુંબઈના રહેવાસી
– અવિનાશ વ્યાસ
જ્યારે જ્યારે દુનિયાના
કોઈ પણ ખૂણે “ભવાઈ” ભજવાશે ત્યારે સ્ટેજ પર “રંગલો” શ્રી ઘનશ્યામ નાયક હાજર હશે જ.
ઈશ્વર એમનાં
આત્માને પરમશાંતિ આપે. ઓમ શાંતિ..
Friends,
Even though I avoid writing for a special person in my blog, I could not stop writing about Sushant Singh's suicide chapter. I have been associated with Gujarati theater for years and today when one of the pillars of Gujarati theater Sama Ghanshyam Nayak whom people know by the nickname of tarak mehta ka Natukaka could not stop penning words.
Dosto Mari written Gujarati serial "Kankupagala" which was directed by Subhash Shah of Radhika Films. Ghanshyam Bhai played the role of Ruabdar "Bapu". A bapu no hu sagarit. That is to live with him. Reading the dialogues written by me, Ghanshyam Bhai said, “Son, you are the son of a Brahmin and the Brahmin should have the blessings of Saraswati Mata. Until now, he used to call me in the role of a servant too much. ] It was fun to play the role of Bapu. After that, while writing some episodes of "Taraq Mehta ...", an interview took place.
Natukaka Nakh was a very simple, sociable and humble Sikh artist, calling everyone "Vhala" and having immense faith in Mataji. Ghanshyam Bhai is also a respected person for every theater artist who has met him and those who have not met him will be known only by name.
Don't write about what illness he had and the time of his departure. There were noble artists of Gujarati stage who taught Salman Khan and Aishwarya Rai the steps of Bhavai. Ghanshyam Bhai was the golden age of Gujarati theater. Whenever the history of the old theater and Bhavai is read, the name of Ghanshyam Nayak will be invariably mentioned.
During the lockdown, we invited him to the Chai Y & Rangmanch Gujarati Takhtana Sang, presented by Coconut Theater, which he gladly accepted. We talked to his son who informed us about his health. Circumstances kept changing due to time constraints and health and we were deprived of enjoying his trip to the theater. Many trophies have fallen at his house. Even when he came on stage to accept, after accepting the trophy, the first thing he did was to take the mic in his hand, salute the audience god and immerse him in the talk of his theater. The news of his departure filled the eyes of many artists. Many of the artists who worked with him will never forget his kind and gentle nature. His theater journey from Vinodbhai Rameshbhai Nayak who is a Bhavai artist.
Ghanshyam Prabhakar Nayak is a well-known actor, playback singer and dubbing artist of Gujarati origin who is also known as 'Mumbai's Clown'. He started his acting career at the age of eight. Apart from theater as well as Bhavai, he has acted in many Hindi and Gujarati films. He has played the role of Natwarlal Prabhashankar Undhaiwala (Natu Kaka) in the daily serial Tarak Mehta Ka Ulta Chashma which is aired on Sub TV.
Name: Ghanshyam Prabhakar Nayak
16 May 19 Undhai, Gujarat
Business actor
Active years 13
Life: -Ghanshyam Nayak was born on May 17, 18 in Dhandhai village of Vadnagar taluka of Mehsana district. He has acted in about 100 plays and 8 movies. She played the female character in Bhavai at the Revadia Mata temple in Shobhasan village as a child and then started working as a child artist in Mumbai Jai Ramlila.
Career: -His first Gujarati film was Hastamela in the year 19. This was also Ramesh Mehta's first film. Naresh Kanodia was the lead actor in this film. While Mahesh Kanodia had the music. He was encouraged by Mahesh Kanodia to become a playback singer. He later acted in Veni's Flower, directed by Manukant Patel. He sang an awkward song to the grandmother in the voice in Doshi. In her career so far, she has sung songs with famous artists including Suman Kalyanpur, Mahendra Kapoor, Asha Bhonsle, Preeti Sagar, including comedy songs. The first Hindi film he acted in was Masoom. Apart from that, he has acted in Hindi films like Kachchedhage, Ghatak, Hum Dil De Chuke Sanam, Barsaat, Aashiq Awara, Tiranga. His first Gujarati play was Panetar.
Ghanshyam Nayak's father Prabhakar Nayak (Prabhakar Kirti) and grandfather Keshavlal Nayak (Keshavlal Kapatar) have also been actors in dramas and films. His grandfather, Vadilal Nayak, was an ardent supporter of classical music as well as a principal of music in the music halls of the royal family of Dharampur and Vansada. He was the guru of Jaikishan in musician duo Shankar-Jaikishan. Thus, his family has been dedicated to art for four generations.
Television series
Manimatku (Gujarati) as Matkalal (lead actor)
Philips as Top 10 Butter
As a palace ho dreams ka 'mohan
As a good uncle
Sarabhai vs Sarabhai (2002) as Vitthal Kaka
Tarak Mehta Ka Ulta Chashma (2004-present) as Natwarlal Prabhashankar Undhaiwala - Natukaka
Chuta Chheda (2013) (Gujarati)
Hindi Movies
Movie character of the year
150 innocent child artists
12 Balak Dhruv Ashram disciple
12 Beta Havildar
14 Dear Havildar
13 Krantiveer Kalyanji Bhai
14 Ina Meena Dika Bhikshuk
14 Movement Professor
18 Rainy population man
15 Mafia Havildar
12 love patient
18 Krishna is the man of Amar Prabhakar
12 fatal hospital receptionists
12 Ishq Inspector
16 Sham Ghanshyam Father of Priya Gill (heroine)
12 China Gate Manager
12 Ammunition
12 raw yarn inspector
14 Hum dil de chuke sanam vitthal kaka
2000 Your magic is gone
2001 Lajja Tiku
2007 Tere Naam Chandu Cha Wala
2005 Stealing Stealing Sardarji Chef
2009 Khaki Tailor
2009 Panga Na Lo Natakwala
2006 Undertrial Prisoner
Panditji will stay looking for 2009
Hello 2010! Hum lallan ball rahe hai nokar
Before pausing the blog, Ghanshyam Bhai would always remember the memorable song of the play "Mangalfera" written by Avinash Vyas "We are the residents of Mumbai ..." and would mesmerize the audience with his melodious voice.
We are residents of Mumbai, we are residents of Mumbai
In the Champa residence on Charni Road, room number ninety
We are residents of Mumbai, we are residents of Mumbai
Pierre Maru in Petlad, father-in-law Surat city
The bride and groom we live in Mumbai, than the green wave
Sent in-laws Kashi
We are residents of Mumbai, we are residents of Mumbai
Wearing a sari, shopping, drinking a pineapple drink
Eighty-five on the outstanding loan
We are residents of Mumbai, we are residents of Mumbai
I'm the bell of the cart!
Vegetables, toothpaste, sesame oil
I got married but also a hermit
We are residents of Mumbai, we are residents of Mumbai
What is a sari in a salary of Rs
Modi Bhai Dhobi Ghati pushes to take money
I have a bad cough
We are residents of Mumbai, we are residents of Mumbai
Rama,
Rama, today is Sunday, let's go see the play
I will cook the whole potato late
Tomorrow's fritters are stale
We are residents of Mumbai, we are residents of Mumbai
Amcha Ramacha Union passed such a resolution
Seasonal sooty pie, not when working
Aaj mazi maroon galli mausi!
Speak up
We are residents of Mumbai, we are residents of Mumbai
Whale, what a disaster, Rama, you don't run away
Otherwise, I will have to stay in the house, fasting
We are residents of Mumbai, we are residents of Mumbai
- Avinash vyas
Whenever "Bhavai" is played in any corner of the world, "Rangalo" Shri Ghanshyam Nayak will be present on the stage.
May God give peace to his soul. Om Shanti ..
google translate
We will miss him🙏
ReplyDeleteRIP
ReplyDelete🙏🌸
ReplyDelete