Skip to main content

Jay Mata Di [ નવરાત્રી આવી..]

 

મિત્રો,

સર્વપિતૃ અમાસના દરેક પિતૃઓ એમના સ્વજનો થકી દૂધપાક પૂરીનું જમણ કરી તૃપ્ત થઈને અઢળક આશીર્વાદ આપીને પિતૃલોક રવાના થયા અને માં જગદંબાની આરાધનાનું પર્વ નવલી નોરતાનું આગમન થયું. વ્હોટ્સએપ પર ગરબા, આરતી, સ્તુતિ, સ્તવન, થાળ, ચંડીપાઠ દરેકનાં મુખડા અંતરા વિડીયો સાથે આવવા લાગ્યા. જો કે માસ્ક પહેરીને ઉત્સવ ઉજવવાનો અનેરો આનંદ લોકોમાં જોઇને અંતરથી માં ભગવતીને પ્રાર્થના કરી કે હે માં સૌને આમ જ આનંદ અને સુખ સમૃદ્ધિ આપજે. વીતેલા મહિનાઓમાં ઘણું એવું જોયું છે જે આજીવન ભૂલી શકાય નહિ પણ એ બધી યાદોને આઠમના હવનમાં હોમી દઈ દરેકને સુખ શાંતિ દેજે માં.

નવરાત્રીમાં આમ તો નવદુર્ગાનાં દરેક રૂપનાં જ્યાં જ્યાં મંદિરો છે ત્યાં ભક્તો માતાજીના આશીર્વાદ લેવા જવાના જ. અને જે નહિ જઇ શકે એ લોકો રોજ યુ ટ્યુબ પર લાઈવ દર્શન કરી લેશે. કચ્છની દેવી માં આશાપુરા નાં ધામ માતાના મઢ માં પણ ભક્તોની ભીડ જામશે. માં આશાપુરાનું મંદિર કોરોના કાળને લીધે બંધ હતું પણ હવે કોવીડના કેસ ઓછા થતા ભક્તો માટે માં નો દરબાર ખુલ્લો છે. આમેય માં ને મળો કે ન મળો માં એમના સંતાનોની રક્ષા કરવાની જ. પણ શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક માં ને સમર્પિત થઇ જવું અને સર્વે દુઃખો એમનાં ખોળે મૂકી એમની ભક્તિમાં લીન થઇ જવું. અલગ અલગ ગામ અને શહેરોમાંથી માતાના મઢ ભક્તો સાઈકલ, મોટર સાઈકલ, વાહનમાં, આળોટતા કે પગપાળા દર્શન કરવા આવશે ઘણાં માનતા, બાધા, આખડીઓ માનશે અથવા તો જેમણે માની હતી એ પૂરી કરવા આવશે. માતાનાં દરબારમાં પગપાળા ચાલતા જવાની માનતા ઘણા લોકો લે છે.

મૂળ કોયલાણાનાં અને હાલ જામનગર રહેતા ૧૦૨ વર્ષના લીલાબા ચાવડા છેક જામનગરથી માતાના મઢ ૩૫૨ કિલોમીટરની લાંબી પદયાત્રાએ નીકળ્યા છે. આ સમાચાર ખુબ ચર્ચામાં એટલે છે કે ૧૦૨ વર્ષના લીલાબા જેમની માતાજી પર અપાર શ્રદ્ધા છે. અને હજુય કોઈના પણ ટેકા કે સહકાર વિના એકલા પ્રવાસ કરી શકે છે. આવું મનોબળ માતાજીના ભક્તમાં જ હોઈ શકે.

મિત્રો આજના પ્રથમ નોરતે હું પણ માતાજીને અંતરથી પ્રાર્થના કરું છું કે આપ સૌના સ્વપ્નો પુરા થાય અને આવનારો સમય દરેક લોકો માટે સુવર્ણ સમય બની રહે.    


Friends,

All the pitru of all the pitru of Amas, through their relatives, ate the dudhpak puri, were satisfied and left with many blessings, and the festival of adoration of Jagdamba, Navali Norta, arrived. Garba, Aarti, Stuti, Stavan, Thal, Chandipath on WhatsApp started coming with Antara video. However, seeing the joy of celebrating the festival by wearing a mask among the people, I prayed to Maa Bhagwati from a distance that He would give joy and happiness to all in this way. The past months have seen a lot that cannot be forgotten for a lifetime, but let all those memories be homily in the eighth havan and give happiness and peace to everyone.

In Navratri, devotees of every form of Navdurga have to go to temples to seek Mataji's blessings. And people who can't go will watch live on YouTube every day. Devotees will also flock to Dham Mata Madh of Ashapura in Devi of Kutch. The temple of Ashapura was closed due to the Koro period but now the court of Ma is open for the devotees as the number of cases of Kovid is less. Whether we meet or not, we have to protect their children. But to be devoted to him with faith and devotion and to be immersed in his devotion by putting all the sorrows in his lap. Devotees from different villages and cities will come to see the Madha devotees on bicycles, motorbikes, vehicles, on foot or on foot. Many people believe in walking to the mother's court.

Lilaba Chawda, a 108-year-old native of Koylana and now living in Jamnagar, has set out on a 4 km long trek from Jamnagar to Mata Madh. The news is very much in the news, which means that 108 year old Lilaba has immense faith in her mother. And still can travel alone without anyone's support or cooperation. Such morale can only be in a devotee of Mataji.

Friends, on this first day, I also pray to Mataji from a distance that all your dreams will come true and the time to come will be a golden time for everyone.

google translate.

યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ,નમસ્તસ્યૈ નમો નમ:||
યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:||
યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:||

જય ભવાની જય અંબે .

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા