Skip to main content

Posts

Showing posts from December, 2020

2020 [ ૨૦૨૦ ]

 મિત્રો,   ૨૦૨૦ વર્ષનાં છેલ્લા બે દિવસો બાકી રહ્યા છે અને આ બે દિવસો પણ કેમ જલ્દી નીકળે અને વર્ષ ૨૦૨૧ એક નવી જ આશા અને ઉત્સાહ સાથે ફરી ધમધમતું થાય એવા વિચાર સાથે ૩૧ ની ઉજવણીની તૈયારી કરતાં લોકોને ૨૦૨૦ ને "આવજો" કહેવાનું પણ મન નથી થતું. કેમકે વીતેલા વર્ષમાં દરેક લોકો પર શું શું વીતી છે એ તો દરેકના મન જાણે, મોઢું હસતું રાખીને જીવતા લગભગ બધાને આવડી ગયું છે. મોંઘવારી કોને કહેવાય એ સમજાઈ ગયું છે અને બિનજરૂરી ખર્ચાઓ ક્યાં ક્યાં થતાં હતા એ પણ દેખાઈ ગયું છે. અને હવે થોડામાં ઘણું કેમ જીવાય એ આવડી ગયું છે. કંઈક ખૂટે તો ય એના વગર ફાવી ગયું છે.                          આ છેલ્લા દિવસોમાં મને વર્ષ ૨૦૨૦ નો જ ભેટો થઇ ગયો એકલો અટૂલો દરિયા કિનારે બેઠો હતો, મેં એને જોઈ મોઢે માસ્ક બરાબર ચેક કર્યું ખિસ્સામાંથી સેનેટાઈઝર કાઢી હાથ બરાબર સાફ કર્યા અને ધીમા પગે વર્ષ ૨૦૨૦ ની નજીક ગયો, ઉદાસ ચહેરે ગુમસુમ દરિયાના મોજાને આવતા અને જતા જોઈ રહ્યો હતો મેં પૂછ્યું  લેખક : શું ભાઈ ૨૦૨૦, આમ અહિયાં દરિયા કિનારે ? તારે તો અત્યારે જલસા છે બાપુ.  ૨૦૨૦ : [ ઉદાસ ચહેરે મન જોતા ] શાના જલસા લેખક, તમને જેટલી ખબર છે એટલી ત

show must go on. [ "નાટક" કદી ન અટકે તે..]

  મિત્રો,  આખરે લગભગ નવ મહિનાનાં બ્રેક બાદ રંગભૂમિ પર ફરી ત્રીજી બેલ વાગી, આંગીકમ ભુવનમ યસ્ય નો શ્લોક ગુંજ્યો  અને પડદો ઉઘાડ્યો, અને નાટક "કરસનદાસ કોમેડીવાળા" , બોરીવલીના પ્રબોધન ઠાકરે નાટ્યગૃહમાં ભજવાયું. અસંખ્ય કલાકારો કે જે આ લોકડાઉનમાં એક યા બીજી રીતે સંજોગો સામે લડી રહ્યા હતા એમણે રાહતનો શ્વાસ લીધો અને સાથે જ કોરોનાકાળમાં અનેક મુસીબતોનો સામનો કરતા મનોરંજનને સાવ ભૂલી ગયા હતા એવા પ્રેક્ષક દેવતાના મોઢે ફરી હાસ્ય દેખાયું. બસ આવા જ હાસ્યસભર દિવસો ફરી શરુ થાય. અને શો મસ્ટ ગો ઓન નાં સૂત્ર સાથે નાટકો માત્ર  મુંબઈ અને ગુજરાત ખાતે જ નહિ સમગ્ર  દેશમાં અને વિદેશમાં પણ ભજવાતા જ રહે. મુંબઈના રંગમંચ પ્રોડક્શન સર્જિત ઈમ્તિયાઝ પટેલ લિખિત , નિર્માતા આસિફ પટેલનું નાટક " કરસનદાસ કોમેડીવાળા" અને એમની બાહોશ કલાકાર ટીમ આશિષ ભટ્ટ, જયદીપ શાહ, પીન્કી જૈન અને ટીમ દ્વારા અભિનયના અજવાળા પાથરતાં ફરી પ્રેક્ષકોએ લોકડાઉન કાળ ભૂલી લાફ્ટરકાળ એન્જોય કર્યો.  મુંબઈમાં નાટકની ભજવણી વખતે રંગભૂમિનાં દિગ્ગજો કૌસ્તુભ ત્રિવેદી, સંજય ગોરડીયા, ઉમેશ શુક્લા, ઈમ્તિયાઝ પટેલ, પ્રતાપ સચદેવ, ભરત ઠક્કર, કિરણ ભટ્ટ,

Traffic jaam [ ટ્રાફિકની મોજ ]

 મિત્રો,   સમયને માન આપતી આ મોહમયી મુંબઈ નગરીમાં સાક્ષાત સમય પણ જો સદેહે સામે  આવે તોક્યાંય સમય પર ન પહોચી શકે, કેમકે મુંબઈમાં સમય પર પહોચવું એ ચંદ્ર પર પહોચવા કરતા પણ અઘરું છે. કેમકે ગમે ત્યારે ગમે ત્યાં એક જ સમસ્યા નડે અને એ છે ટ્રાફિક.  યસ, આજે ટ્રાફિક વિષે થોડોક શબ્દોનો ટ્રાફિક જ્માવીએ. આમ તો મુંબઈમાં દરેક જગ્યાએ પહોચવા સરસ મજાની સુવિધા છે, જે ગલી,રોડ, રસ્તો તમને ન ખબર હોય એ ગુગલમેપની ગગલીને ખબર હોય, મેપ માં એડ્રેસ નાખો કે એ તમને સમય પણ કહી આપે કે તમે કેટલા સમયમાં નિશ્ચિત સ્થાન પર પહોંચી શકશો. પણ હા એ સમય સમયાંતરે બદલાતો રહે કેમકે ગુગલને પણ સેટેલાઈટમાંથી રોડ પરના ટ્રાફિકની હાઈલાઈટ દેખાતી હોય છે અને તમે સ્કુટર પર હો તો ધીમે ધીમે અળસિયાની જેમ આગળ વધતા જાઓ અને જો પોતાની ગાડીમાં હો તો ટ્રાફિકમાં ગાડીના માલિક હોવા છતાંય ગાડીના ડ્રાઈવર હોઈએ એવી ફીલિંગ આવે. અને સરસ મજાનાં સવારના પહોરમાં ભગવાનની ભક્ત, પૂજા પાઠ કરીને નીકળ્યા હોઈએ અને ટ્રાફિકમાં જો આગળ કોઈ રીક્ષા બંધ પડી તો પૂજા ભૂલી ને મોઢે જે સરસ્વતી આવે એ ગાડીમાં આપણે જ બોલીએ અને આપણે જ સાંભળીએ. અને આખા દિવસની વાટ લાગે તે અલગ. અરે ક્યારેક

set upset..[ વિચારોની મગજમારી. ]

  મિત્રો,  ઘણા વખતે પાછો એક બ્લોગ લખવાનો વિચાર આવ્યો અને આખરે આજે એ વિચારને અમલમાં મુકવાનું મન થયું, જો કે ગયા અઠવાડિયામાં ઘણાં નહિ પણ થોડાક  મિત્રોએ પૂછ્યું ખરું કે ભાઈ બ્લોગ ને કેમ વિરામ આપ્યો છે તો મેં કહ્યું મગજને થોડોક આરામ આપ્યો છે, અને આખરે આજે વિચાર આવ્યો કે વિચાર વિષે જ વિસ્તારથી વિચાર માંડીએ.  એક વિચાર સાલા આદમી કો ક્યા સે ક્યા બના  દેતા હૈ, માણસનાં મગજમાં વિચાર તો અનેક જન્મે પણ ક્યા વિચારને પ્રાધાન્ય આપવું એ આપણી સમજણ શક્તિ પર નિર્ભર છે, શાંત મગજનો માનવી વિચારોને લીધે અશાંત બની શકે છે અને અશાંત મગજનો માનવી તો વિચારોનો જ ગુલામ ગણાય કેમકે એને જે વિચાર આવે એના પરિણામનો વિચાર કર્યા વગર જ એ અમલમાં મૂકી દે અને ક્યારેક બેટ પર બોલ બરાબર બેઠો તો સિક્સર નહિ તો ક્લીન બોલ્ડ, હમણાં કપિલશર્મા શો માં સલમાન નાં પપ્પા સલીમ સાહેબ આવેલા એમણે એક સરસ વાત કહી હતી કે "વક્ત ચાલતા હૈ તો જહાં બેટ ઘુમાઓ વહાં બોલ પડતી હૈ ઔર વક્ત બુરા હો તો બેટ સહી ઘુમાઓ તો ભી બોલ ક્લીન બોલ્ડ કર દેતી હૈ." આવું જ વિચારોનું છે એના ઉપર જો માણસનો કાબુ રહ્યો તો સારું, પણ જો માણસ વિચારોનો ગુલામ બન્યો તો ઘણું ન બનવાન