Skip to main content

set upset..[ વિચારોની મગજમારી. ]

 મિત્રો, 

ઘણા વખતે પાછો એક બ્લોગ લખવાનો વિચાર આવ્યો અને આખરે આજે એ વિચારને અમલમાં મુકવાનું મન થયું, જો કે ગયા અઠવાડિયામાં ઘણાં નહિ પણ થોડાક  મિત્રોએ પૂછ્યું ખરું કે ભાઈ બ્લોગ ને કેમ વિરામ આપ્યો છે તો મેં કહ્યું મગજને થોડોક આરામ આપ્યો છે, અને આખરે આજે વિચાર આવ્યો કે વિચાર વિષે જ વિસ્તારથી વિચાર માંડીએ. 

એક વિચાર સાલા આદમી કો ક્યા સે ક્યા બના  દેતા હૈ, માણસનાં મગજમાં વિચાર તો અનેક જન્મે પણ ક્યા વિચારને પ્રાધાન્ય આપવું એ આપણી સમજણ શક્તિ પર નિર્ભર છે, શાંત મગજનો માનવી વિચારોને લીધે અશાંત બની શકે છે અને અશાંત મગજનો માનવી તો વિચારોનો જ ગુલામ ગણાય કેમકે એને જે વિચાર આવે એના પરિણામનો વિચાર કર્યા વગર જ એ અમલમાં મૂકી દે અને ક્યારેક બેટ પર બોલ બરાબર બેઠો તો સિક્સર નહિ તો ક્લીન બોલ્ડ, હમણાં કપિલશર્મા શો માં સલમાન નાં પપ્પા સલીમ સાહેબ આવેલા એમણે એક સરસ વાત કહી હતી કે "વક્ત ચાલતા હૈ તો જહાં બેટ ઘુમાઓ વહાં બોલ પડતી હૈ ઔર વક્ત બુરા હો તો બેટ સહી ઘુમાઓ તો ભી બોલ ક્લીન બોલ્ડ કર દેતી હૈ." આવું જ વિચારોનું છે એના ઉપર જો માણસનો કાબુ રહ્યો તો સારું, પણ જો માણસ વિચારોનો ગુલામ બન્યો તો ઘણું ન બનવાનું બની જાય છે. 

તાજેતરમાં મારા એક મિત્ર અભિષેક મકવાણા કે જેની સાથે કટિંગ ચા પીવાની અને સાથે વિચારો શેયર કરવાની મિત્રતા હતી, અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં સાથે જ કામ કરતા, એ વખતે ખુબ જ પેશન વાળો ઉર્જાથી ભરપુર અને નવા નવા કોન્સેપ્ટ શેયર કરતો એક અચ્છો લેખક હતો જે થોડા સમય પહેલા જ આ દુનિયામાંથી વિદાય લઇ ગયો, એના મૃત્યુનું કારણ સાંભળીને આચકો લાગ્યો હતો કે અભિષેકનાં મન અને મગજ ઉપર એનો નહિ પણ એનાં વિચારોનો કાબુ હતો અને એને જે સુઝતું એ નહોતો કરતો, પણ જે  વિચાર આવે કે એ વિચારમાં પરિણામનો વિચાર કર્યા વગર એ વિચારને અમલમાં મૂકી દેતો. સંજોગો વશાત લોકડાઉન દરમ્યાન કામકાજમાં ઓટ આવી અને બેંક બેલેન્સ માં ખોટ આવી એટલે પૈસા બાબતે મિત્રોને વાત કરતો પણ આજકાલ મોબાઈલમાં જ લોભાવતી લોનની એપની જાળમાં ફસાઈને અભિષેકે લોન લીધી અને એ લોન વસુલીનાં કોલ થી કંટાળ્યો , સતત એને લોન વસુલી કરનારના કોલ આવતા અને એ મેન્ટલી ડીસ્ટર્બ રહેવા લાગ્યો અને મનમાં અવનવા વિચારો ઘર કરી ગયા જેના ભવિષ્યમાં પરિણામ શું આવશે એનો વિચાર જ ન કર્યો. મિત્રો પાસે રૂપિયા માંગ્યા પણ આખરે મિત્રોની પણ લીમીટ ખૂટી, અને પેલા વસુલીનાં કોલ તો ચાલુ જ એવામાં એને લાગ્યું કે મારું કોઈ જ નથી મને મદદ કરનાર કોઈ છે જ નહિ કામકાજ પણ ઠપ્પ હતા, એવામાં એણે સુસાઈડ નોટ લખી બેન,તથા મિત્રોની માફી માંગી એ સુસાઈડ નોટ લખ્યાના બે દિવસ બાદ એક સવારે ચા પી ને ન્હાવાનું ગરમ પાણી શરુ કર્યું અને બેડરૂમ માં કોલ આવ્યો એ કોલ હતો પેલા લોન રિકવરીવાળાનો [ કદાચ ] એણે અભિષેકને એવું તે શું કહ્યું અને અભિષેકના મગજમાં શું વિચાર જન્મ્યો કે એ વિચાર ને આધીન થઇ એ જ ઘડીએ પંખા પર લટકી ને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું. વિચારનો વિજય થયો અને એક ઉગતો લેખક, સારો માણસ અચ્છો મિત્ર આ દુનિયામાંથી વિદાય લઇ ગયો, 

સતત વિચારતો માણસ ક્યારેક લાચાર બની જતો હોય છે કેમકે એના મગજમાં સારાની સાથે ખરાબ પણ વિચાર આવે છે અને એ બેમાંથી ક્યા વિચારને એ મહત્વ આપે છે એના ઉપર એ વ્યક્તિનાં વર્તમાન અને ભવિષ્યનો આધાર હોય છે, જો કે સમજદાર વ્યક્તિ ક્યારેય ખરાબ વિચારોનો ગુલામ નહિ જ થાય. અને હા ક્યારેક સતત કોઈ વિચાર મગજ પર હાવી થઇ જાય ત્યારે થોડો સમયનો બ્રેક લઇ લેવો. અને મન ને બીજે વાળી કોઈ નવા જ કાર્યમાં પરોવી દેવું, ફરવા જતા રહેવું કે ફિલ્મ જોઈ નાખવી કે ફેમીલી સાથે સમય વિતાવવો..જેથી નેગેટીવ વિચારથી બચી જવાય.

 

ટૂંકમાં વાત તો પોઝીટીવ અને નેગેટીવની જ છે તમારે કોના ગુલામ બનવું છે એ તમે જ નક્કી કરો. 

છેલ્લે વાત વિચારથી શરુ થઇ અને જોત જોતામાં મારા વિચાર લખી નાખ્યા, તમે તમારા વિચારોના ગુલામ બની જાઓ એ પહેલા એ વિચારનું પરિણામ વિચારી જો જો. 

બ્લોગ ને વિરામ આપતા પહેલા..


દરેક વિચાર પર ભલે મારો કાબુ નથી. 

પણ વિચાર મારો છે એનો હું ગુલામ નથી.

આવશે અવનવા , સારા ખરાબ અને સાચા ખોટા વિચારો.

એમાંથી શું સારું શું મજાનું એનો ઈજારો વિચારને નથી.

જીત તો થશે જ મારા સારા વિચારોની, 

કેમકે હું સમજુ છું કે હું ખોટા વિચારોનો ગુલામ નથી. 

અશોક ઉપાધ્યાય. 

સમજે તે સમજદાર. 


Friends,


Many times I came up with the idea of ​​writing a blog and finally decided to implement it today, although not many but a few friends last week asked me why my brother took a break from the blog. Let's start thinking about the idea from the same area.

One idea is what makes a man, what is the idea in the mind of a human being, even if there are many thoughts in the mind, to give priority to which idea depends on our understanding power, a calm minded person can become restless due to thoughts and a restless minded person is considered a slave of thoughts. He implements the idea without thinking about the outcome and sometimes the ball sits right on the bat, if not six, then clean bold, now Salman Sharma's father Salim Saheb is in Kapil Sharma show, he said a nice thing that time is running out where Bat twists the ball there and if the time is bad, even if the bat swings correctly, it makes the ball clean and bold. It is good if man has control over such thoughts, but if the flesh becomes a slave to thoughts, it becomes not much.


Recently a friend of mine Abhishek Makwana with whom we had a friendship of drinking cutting tea and sharing ideas together we were working together in Tarak Mehta Ka Ulta Chashma, a very passionate and energetic writer at the time who was sharing a new concept which Farewell to this world just a short time ago, I was shocked to hear the cause of his death that Abhishek's mind and brain were not under his control but his thoughts and he did not do what he thought, but the thought that came without thinking of the consequences. Implementing the idea. Circumstances led to a breakdown in business and a loss of bank balance, so talking to friends about money, but nowadays, Abhishek took a loan by getting entangled in the trap of a greedy loan app on his mobile and got bored with the call of the loan collector. Mentally disturbed and new thoughts came to mind which did not even think about the future. I asked my friends for money but in the end my friends also missed the limit, and as the call for recovery continued, I felt that I had no one to help me and my work was also stalled. In this, he wrote a suicide note and apologized to his friends. One morning two days after he wrote the suicide note, he started drinking hot tea and the call came in the bedroom. It was a call from that loan recovery person [maybe] what he said to Abhishek and what idea came to Abhishek's mind that the idea The moment he surrendered, he hung on to the fan and shortened his life. Thoughts triumphed and a budding writer, a good man, a good friend, departed from this world,

The man who is constantly thinking sometimes becomes helpless because he has bad thoughts in his mind along with the good ones and the present and future of the person depends on which of the two thoughts he values, although the sensible person is never a slave to bad thoughts. Happens. And yes, sometimes taking a break when a thought constantly dominates your mind. And to engage the mind in a new task with someone else, to go for a walk or to watch a movie or to spend time with family..so to avoid negative thoughts.

In short, it is a matter of positives and negatives. You decide who you want to be a slave to.


Finally the talk started with the idea and wrote down my thoughts while watching, thinking of the result of that thought before you become a slave to your thoughts.


Before pausing the blog ..


I have no control over every thought.


But I am not a slave to the idea that it is mine.


There will be new, good, bad and true and false ideas.


What is better than this is not a monopoly of fun.


My good ideas will win,


Because I understand that I am not a slave to wrong ideas.


Ashok Upadhyay.


Understandably sensible.

google translate.

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...