Skip to main content

2020 [ ૨૦૨૦ ]

 મિત્રો, 

 ૨૦૨૦ વર્ષનાં છેલ્લા બે દિવસો બાકી રહ્યા છે અને આ બે દિવસો પણ કેમ જલ્દી નીકળે અને વર્ષ ૨૦૨૧ એક નવી જ આશા અને ઉત્સાહ સાથે ફરી ધમધમતું થાય એવા વિચાર સાથે ૩૧ ની ઉજવણીની તૈયારી કરતાં લોકોને ૨૦૨૦ ને "આવજો" કહેવાનું પણ મન નથી થતું. કેમકે વીતેલા વર્ષમાં દરેક લોકો પર શું શું વીતી છે એ તો દરેકના મન જાણે, મોઢું હસતું રાખીને જીવતા લગભગ બધાને આવડી ગયું છે. મોંઘવારી કોને કહેવાય એ સમજાઈ ગયું છે અને બિનજરૂરી ખર્ચાઓ ક્યાં ક્યાં થતાં હતા એ પણ દેખાઈ ગયું છે. અને હવે થોડામાં ઘણું કેમ જીવાય એ આવડી ગયું છે. કંઈક ખૂટે તો ય એના વગર ફાવી ગયું છે. 

                       

આ છેલ્લા દિવસોમાં મને વર્ષ ૨૦૨૦ નો જ ભેટો થઇ ગયો એકલો અટૂલો દરિયા કિનારે બેઠો હતો, મેં એને જોઈ મોઢે માસ્ક બરાબર ચેક કર્યું ખિસ્સામાંથી સેનેટાઈઝર કાઢી હાથ બરાબર સાફ કર્યા અને ધીમા પગે વર્ષ ૨૦૨૦ ની નજીક ગયો, ઉદાસ ચહેરે ગુમસુમ દરિયાના મોજાને આવતા અને જતા જોઈ રહ્યો હતો મેં પૂછ્યું 

લેખક : શું ભાઈ ૨૦૨૦, આમ અહિયાં દરિયા કિનારે ? તારે તો અત્યારે જલસા છે બાપુ. 

૨૦૨૦ : [ ઉદાસ ચહેરે મન જોતા ] શાના જલસા લેખક, તમને જેટલી ખબર છે એટલી તો કોઈને ખબર નહિ હોય. 

લેખક : કેમ આવું બોલે છે ? 

૨૦૨૦ : હું તો તમારી માફી માંગવાને લાયક પણ નથી. 

લેખક : યાર આમ ઈમોશનલ કેમ થઇ ગયો ? હવે બે દિવસ તો બાકી છે. જલસા કરી લે યાર. 

૨૦૨૦  : મારી મજાક કરો છો ? કરો, મારા પર હસો , મને નફરત કરો અને ટોન્ટ મારો હું એને લાયક જ છું. બહુ બધું છીનવી લીધું છે આ ગયા મહિનાઓમાં. સંતાનોથી પિતા, બહેનથી ભાઈ, પત્નીઓથી એમના પતિ, સંબંધો , કામકાજ, એશો આરામ, સુખચેન, એ સિવાય પણ ઘણું..ઘણું છીનવાઈ ગયું છે મારા લીધે. 

લેખક : હા એ તો છે, તારા ઉપર ગુસ્સો છે, નારાજગી છે અને બધાં એમ જ વિચારે છે કે ક્યારે જશે આ ૨૦૨૦ .

૨૦૨૦ : [ ક્ષિતિજ તરફ જોતા ] બે દિવસ બાદ અહિયાં જ મારે અસ્ત થવાનું છે અને ૨૦૨૧ ને આવકારવાનો, નવો 2021નો સૂર્યોદય થશે અને હું  કાયમને માટે જતો રહીશ. 

લેખક : જેમ તે ઘણું છીનવી લીધું છે એમ આપ્યું પણ ઘણું છે યાર, નદીઓને સાફ પાણી, વૃક્ષોને હરિયાળી,પહાડોને ઝરણાં આપ્યાં, પક્ષીઓને ઘર આપ્યા, હૈયાને ધબકાર આપ્યો સંબંધોમાં પ્યાર આપ્યો, જીવવાનો એક નવો જ આયામ આપ્યો. લોકોને નવો જોશ નવી ઉર્જા, નવી હિમ્મત આપી. [ ૨૦૨૦ એ મારી સામે જોયું અને મેં હા માં માથું હલાવ્યું , એની આંખોમાં પસ્તાવાના ઝળઝળિયાં હતા ] 

૨૦૨૦ : [ રડમસ થતા ] લેખક આવું તમે જ વિચારી શકો પણ બીજા બધા માટે તો હું એક શ્રાપ બનીને જ આવ્યો. સાચું કહું તો આમાં મારો વાંક નથી આ તો પ્રકૃતિનો નિયમ છે તમે એને સાચવશો તો એ તમને સાચવશે. જતા જતા એક વિનંતી છે લેખક .

લેખક : હા હા બોલને. 

૨૦૨૦ : વીતેલા સમયના દુ:ખ ને નહિ આનંદને યાદ રાખજો, શીખવા મળી જીંદગીમાં એ સીખને યાદ રાખજો , પ્રકૃતિ સાથે વધુ રમત નહિ રમતા. સંસાર સૌનો છે એ વાત યાદ રાખજો, માંગવું કોઈને ન પડે એવો લાંબો હાથ રાખજો. સદા એકબીજાનો સાથ રાખજો , વધુ નહિ માત્ર થોડાની જ છે જરૂરત,  લાલચ ભર્યા જીવનની ક્યાં છે ગરજ ? બસ સંતોષ રાખજો સદા સાથ, ૨૦૨૧ માં સંતોષથી જ થશે પ્રગતિ ખાસ.

લેખક : બહુ મોટી વાત કરી તે ૨૦૨૦ , યાદ રાખવા જેવું પણ તે આપ્યું છે અને ભૂલી જવા જેવું પણ ઘણું છે. માણસ દુઃખ સાથે જીવવા માંગે છે કે દુઃખ ભૂલીને સુખ મેળવવા માંગે છે એ તો એણે જ નક્કી કરવું પડશે. એટલે વીતેલા ૨૦૨૦ ને  દર વર્ષની જેમ ગુડબાય કરી નવા ૨૦૨૧ નાં આગમનની તૈયારી કરીએ અને ફરી નવા જોશ અને ઉત્સાહ સાથે મંડી પડીએ. [ બાજુમાં નજર પડી તો ૨૦૨૦ નહોતો..દુ..ર...દરિયામાં ક્યાંક જઈ રહ્યો હતો...કદાચ એના અંતિમ પડાવ ની શોધમાં ] 

                           

છેલ્લે બ્લોગ ને વિરામ આપતા પહેલા 

 

ફોસલાવી પટાવી ને ૨૦૨૦

ના વર્ષ ને વિદાય આપજો,

ખુબ અહંકારી છે ૨૦૨૦

સમજાવી ને વિદાય આપજો,

એને સહેજે ખબર ના પાડતા

મન ની વાત મન માં રાખજો,

બિલકૂલ આવજો નહિ કેહતા

ચુપચાપ એને વળાવી આવજો,

અત્યાચારી ને ક્રૂર હતું આ વર્ષ

બને તો કેલેન્ડર ફાડી નાખજો,

મહિના ને મહિના વેડફી નાખ્યા

આ વર્ષ ડાયરી થી કાઢી નાખજો,

આખી દુનિયા પરેશાન રહી

બધા ને આશ્વાસન આપજો,

તંદુરસ્તી સર્વવ્યાપી રહે

૨૦૨૧ ને તાકીદ આપજો.


સમજે તે સમજદાર. 

 

 Friends,

 The last two days of the year 2020 are left and why don't these two days come out soon and the year 2021 is throbbing again with a new hope and enthusiasm. Because everyone's mind knows what has happened to everyone in the past year, almost everyone who lives with a smile on their face has come to love it. It is clear what inflation is and what the unnecessary expenses are. And now a few have figured out why to live so much.

In the last few days, I had the gift of the year 2020. I was sitting alone on the beach. I saw it. I checked my mask properly. Was watching I asked


Author: Is brother 2020 here on the beach? You have a party right now, Bapu.

2020: Whose Jalsa writer, no one knows as much as you do.

Author: Why do you speak like this?

2020: I don't even deserve your apology.

Author: Dude, why are you so emotional? Now there are two days left. Jalsa kari le yaar.

2020: Are you kidding me? Do, smile at me, hate me and tont me I deserve it. The land has been stripped of everything in the last few months. From children to fathers, from sisters to brothers, from wives to their husbands, relationships, work, luxury, happiness, apart from that, a lot ... a lot has been taken away because of me.

Author: Yes it is, you are angry, annoyed and everyone is wondering when this 2020 will go

2030: After two days, I have to set here and a new sun will come to welcome 2021. I will be gone forever.

Author: Just as he has taken away a lot, he has given a lot, man, clean water to the rivers, greenery to the trees, contributions to the springs, home to the birds, heartbeat to Haiyan, love in relationships, a new dimension of life. [2020 looked in front of me and I nodded yes, there were tears of remorse in her eyes]

2020: [RADMUS THAT] You may think so, but for everyone else, I came as a curse. To be honest, this is not my fault. This is the law of nature. If you save it, it will save you. There is a request from the author.

Author: Ha ha ball.

2020: Remember the joys of the past, not the joys, remember the advice you got in life, don't play games with nature anymore. Remember that the world is all, not more, only a few are needed, where is the need for a life full of greed? Just keep contentment always, progress will be made only with satisfaction in 2021.


Author: Bhoo has made a big deal in 2020, he has given something to remember and a lot to forget. It is up to man to decide whether he wants to live with sorrow or not. So let's say goodbye to the past 2030 like every year and prepare for the arrival of the new 2021 and start the market again with new vigor and enthusiasm. [If you look at the side, it was not 2030..two ... was going somewhere in the sea ... maybe in search of its final stop]


Finally before pausing the blog


Foslavi Patavi to 2020

Goodbye year

2020 is very arrogant

Explain and say goodbye

Not knowing it at all

Keep in mind

Don't say come at all

Turn it off quietly,

The tyrant was cruel this year

If possible, tear up the calendar,

Wasted months and months

Delete from diary this year,

The whole world was upset

Reassure everyone

Health remains ubiquitous

Urge 2021.


Understandably sensible.

google translate 



Comments

  1. hope 2021 will bring happiness , good health and peace for the country and each of every citizen.. let's be positive!

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...