Skip to main content

Traffic jaam [ ટ્રાફિકની મોજ ]

 મિત્રો, 

 સમયને માન આપતી આ મોહમયી મુંબઈ નગરીમાં સાક્ષાત સમય પણ જો સદેહે સામે  આવે તોક્યાંય સમય પર ન પહોચી શકે, કેમકે મુંબઈમાં સમય પર પહોચવું એ ચંદ્ર પર પહોચવા કરતા પણ અઘરું છે. કેમકે ગમે ત્યારે ગમે ત્યાં એક જ સમસ્યા નડે અને એ છે ટ્રાફિક. 

યસ, આજે ટ્રાફિક વિષે થોડોક શબ્દોનો ટ્રાફિક જ્માવીએ. આમ તો મુંબઈમાં દરેક જગ્યાએ પહોચવા સરસ મજાની સુવિધા છે, જે ગલી,રોડ, રસ્તો તમને ન ખબર હોય એ ગુગલમેપની ગગલીને ખબર હોય, મેપ માં એડ્રેસ નાખો કે એ તમને સમય પણ કહી આપે કે તમે કેટલા સમયમાં નિશ્ચિત સ્થાન પર પહોંચી શકશો. પણ હા એ સમય સમયાંતરે બદલાતો રહે કેમકે ગુગલને પણ સેટેલાઈટમાંથી રોડ પરના ટ્રાફિકની હાઈલાઈટ દેખાતી હોય છે અને તમે સ્કુટર પર હો તો ધીમે ધીમે અળસિયાની જેમ આગળ વધતા જાઓ અને જો પોતાની ગાડીમાં હો તો ટ્રાફિકમાં ગાડીના માલિક હોવા છતાંય ગાડીના ડ્રાઈવર હોઈએ એવી ફીલિંગ આવે. અને સરસ મજાનાં સવારના પહોરમાં ભગવાનની ભક્ત, પૂજા પાઠ કરીને નીકળ્યા હોઈએ અને ટ્રાફિકમાં જો આગળ કોઈ રીક્ષા બંધ પડી તો પૂજા ભૂલી ને મોઢે જે સરસ્વતી આવે એ ગાડીમાં આપણે જ બોલીએ અને આપણે જ સાંભળીએ. અને આખા દિવસની વાટ લાગે તે અલગ. અરે ક્યારેક બપોરે ઓફિસમાં ખાવાનું ટીફીન ટ્રાફિકમાં ખાવાનોય વખત આવે.  

કોર્પોરેટ ઓફિસમાં તો સમયનાં પાબંદ જાબાઝ જુવાનીયાઓ સમયસર પહોચવા ટ્રાફિકમાં જે જંગ લડતા હોય છે એ જોઇને સરહદ પરના જંગબાઝ સિપાહીની યાદ આવી જાય. લગ્નમાં જાન જતી હોય તો ટ્રાફિકમાં જ લગ્નનું મહુરત થઇ જાય, એમ્બ્યુલન્સ માટે રસ્તો કરવા જતાં આડા અવળી ગાડીઓ કરતા ટ્રાફિક વધારે થાય અને એમ્બ્યુલન્સ જ્યાં હોય ત્યાં જ સ્ટેચ્યુ બની જાય. લોકડાઉન બાદ મહાનગરમાં બધું જ રાબેતામુજબ શરુ થયું છે માત્ર ટ્રેન સિવાય. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થળાંતર કરી ગયેલા લોકો પણ ફરી મુંબઈમાં દેખાય છે. ડગલે પગલે મુંબઈ નાં રસ્તાઓ સ્કુટર અને ગાડીઓથી ઉભરાય છે. 

જો કે ટ્રાફિક સમસ્યાનું મોટું કારણ મુંબઈ મેટ્રોનું કામકાજ કહી શકાય, અંધેરી થી માંડી દહીસર સુધી લીંક રોડ પર અને હાય વે બંને તરફ મેટ્રોનાં કામ પુરપાટ ચાલે છે. જો કે મેટ્રો એ મુંબઈકર માટે વરદાન છે જ એમાં બે મત નથી, પણ અત્યારે દર બે કિલોમીટરે મેટ્રોનાં કામ અને સાથે જ મોટા હેવી વાહનોની પાર્કિંગ, મેટ્રોનો સામાન રસ્તાની આજુ બાજુ રાખેલો અને મેટ્રોને કંપની આપવા અદાણીનાં ખાડાઓ જાણે શુન ચોકડી રમતા હોય એમ એક ખાદ મેટ્રો કરે તો બીજો ખાડો અદાણી કરે..એમ ઘર સુધી પહોચતાં મુંબઈ દર્શન અને ખાડા પ્રદર્શન બન્ને થતા જાય સાથે સાથે રસ્તામાં લડતા રીક્ષા અને કારવાળા , બસ માં બેઠેલા બેબસ મુસાફરો, ટેક્ષી માં ત્રણ માણસની  જગ્યાએ ગોઠવાયેલા પાંચ મેમ્બરો અને કોઈ રાજાની આજુ બાજુ જેમ હાથીઓ ચાલે એમ આપણી ગાડીની આજુ બાજુ ચાલતા હેવી ટ્રક,  ડમ્પર, બુલડોઝર કે એસ.ટી બસ, યસ એસ.ટી બસ,  હાલમાં ટ્રેન બંધ હોવાથી મુંબઈકરની સુવિધા માટે રાજ્ય સરકારે એસ.ટી. બસ સેવાની શરૂઆત કરી છે. 

હમણાં બે દિવસ પહેલા જ એક એસ.ટી. બસમાં બોરવલીથી અંધેરી સુધીનો પ્રવાસ કરવાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે કોરનાકાળમાંય જીવનની ગાડી પાટે ચઢાવવા અર્જુને રણમેદાનમાં જેમ હાથમાં ગાંડીવ ધારણ કર્યું હતું એમ લોકોએ મોઢે માસ્ક પહેરીને [ દેખાડવા પુરતા ] બસમાં એવી રીતે ભરાયા હતા જાણે ગોળની ઢેરી પર કીડીઓ ઉભરાઈ હોય. મને ડ્રાઈવરની કેબીનમાં બેસવા મળ્યું. ડ્રાઈવર સાહેબ નાંદેડના હતા જે ૧૨૦૦ કિલોમીટર બસ ચલાવી ચુક્યા હતા, અને દસ દિવસથી મુંબઈમાં સેવા બજાવતા હતાં. જેમને મુંબઈના રસ્તાનું કોઈ જ જ્ઞાન નહોતું અને દર બસ સ્ટોપે અમને પૂછતાં ઇધર બસ રોકનેકા ? અંદર પેસેન્જર જ્યાં કહે ત્યાં કંડકટર એક ઘંટડી મારી એસ.ટી. ઉભી રખાવી દેતા. ડેપો માં જ રહેવા , ખાવા પીવાની સુવિધા હતી આ ડ્રાઈવર અને કંડકટરને સલામ છે એવા જાબાજો ને જે ખડે પગે મુંબઈકર ની સેવા  પોતાના પરિવાર થી દુર આપણા માટે ઉભા છે. ડ્રાઈવરના જણાવ્યા પ્રમાણે આ કોરોના કાળમાં સેવા બજાવતાં  લગભગ છસ્સો  બસ કંડકટર  અને ડ્રાઈવરનાં મૃત્યુ થયા છે. હમેશા હાઈવે પર બસ ચલાવતા મુંબઈના રસ્તાઓ પરનો ટ્રાફિક જોઈ કહ્યું આપ લોગ કો ભી સલામ હૈ.. 

ટ્રાફિક માં જીત એની જ થાય જેનું મગજ શાંત હોય..બાકી તો સમજે તે સમજદાર..

જો કે ખરેખર તો મુંબઈકરની સહનશક્તિ ને સલામ છે જે ગમે તેવા ટ્રાફિકમાં પણ પોતાનો રસ્તો શોધી જ લે છે. જો કે આ ટ્રાફિક થોડા વખતનો છે એકવાર મેટ્રો બની જશે પછી આપણે મેટ્રોમાં ઉભરાતાં ટ્રાફિક વિષે વાત કરીશું. 

છેલ્લે બ્લોગ ને વિરામ આપતા પહેલા..

લેફ્ટમાં કે રાઈટમાં તું ફસાયો ટ્રાફિકમાં.

ઘરવાળા રાહ જોશે અને વાત થશે બસ મોબાઈલમાં.

ક્યાં પહોચ્યા ? ક્યાં  છો ? કેટલા વાગશે એ કહી તો દો.

જે સમય કહેશો એ સમયે પણ હશો તમે ટ્રાફિકમાં..

જેમ ચાલે છે એમ ચાલવા દો..

શાંત રહીને ટ્રાફિક માણી લ્યો.

આ પણ એક સમય છે,  નીકળી જશે. 

બાકી આપણે ક્યાં રહેવું છે ટ્રાફિકમાં ? 

મોજમાં રહો, મસ્ત રહો..હસતાં રહો બંધ માસ્કમાં.

કંટ્રોલ જાત પર રાખી મોબાઈલ હાથમાં રાખી,

એન્જોય કરો ટ્રાફિકમાં. 

અશોક ઉપાધ્યાય. 

સમજે તે સમજદાર 


Friends,

 Even if the real time is spent in Mumbai, it cannot reach anywhere on time, as it is more difficult to reach Mumbai on time than it is to reach the moon. Because the only problem anywhere and anytime is traffic.

Let's say a few words about traffic today. So there is a nice fun facility to reach every place in Mumbai, the alley, the road, the road you don't know, you know the gaggle of google map, put the address in the map or it will also tell you the time in which you will be able to reach a certain place. But yes the time changes from time to time as Google also sees the traffic highlights on the road from the satellite and if you are on a scooter move slowly like a worm and if you are in your own car you will feel like a driver even though you are in the car. And in the morning of a nice fun morning, the devotee of God, should have gone out after reciting Pooja and if any rickshaw stops ahead in the traffic, forget the Pooja and we should speak and listen to the Saraswati that comes in the mouth. And waiting all day is different.


In the corporate office, seeing the time-bound Jabaz youths fighting in traffic to reach on time, one is reminded of the Jangbaaz sipaahi at the border. If the life is lost in the marriage, then the marriage will be celebrated in the traffic, the traffic will be more than the horizontal vehicles going to make way for the ambulance and the ambulance will go to the statue wherever it is. After the lockdown, everything has started as usual in the metropolis except the train. People who have migrated from one state to another also reappear in Mumbai. Following Douglas, Mumbai's roads are flooded with scooters and cars.


However, the major cause of the traffic problem is the Mumbai Metro, which runs from Andheri to Dahisar on the Link Road and on both the highways. Although the metro is a boon for Mumbaikars, there are no two opinions on it. If he does, he will dig another pit. As he reaches home, both the Mumbai Darshan and the pit exhibition will take place. Heavy trucks, dumpers, bulldozers or ST buses, yes ST buses running on this side of our vehicle, as the train is currently closed, the state government has provided ST for the convenience of Mumbaikars. The bus service has started.

Just two days ago, an ST. When the opportunity arose to travel from Borvali to Andheri in a bus, people, wearing masks, filled the bus as if it were ants on a pile of jaggery. I got to sit in the driver's cabin. The driver was from Nanded who had driven a 1,200 km bus, and had been in Mumbai for ten days. Who had no knowledge of Mumbai roads and every bus stop asking us to stop here? Inside where the passenger says the conductor rang a bell my ST. Keeping upright. There was a facility to stay, eat and drink in the depot. Greetings to the driver and conductor of Jabaj who stood on the cliffs of Mumbaikar's service away from his family for us. According to the driver, about one-half of the bus conductor and driver died while on duty during the Corona period. Always looking at the traffic on the roads of Mumbai running buses on the highway said Aap log ko bhi salam hai ..


The only one who wins in traffic is the one who has a calm mind.


However, it really salutes the stamina of Mumbaikars who find their way even in any traffic. Although this traffic is short-lived, once it becomes a metro, we will talk about the emerging traffic in the metro.


Before finally pausing the blog ..


You are stuck in traffic, left or right.


The householder will wait and talk on the bus mobile.


Where did you arrive where are you ? Please tell, whats the story of them big puppys .....


You will be in traffic at any time.


Let it go


Stay calm and enjoy the traffic.


This is also a time, will go away.

Where else do we live in traffic?

Be merry, be cool .. keep smiling in a closed mask.

Keep mobile in hand, keep control over quality,

Enjoy in traffic.


Ashok Upadhyay.


Understandably sensible

googletranslate

©


 

Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...