Skip to main content

show must go on. [ "નાટક" કદી ન અટકે તે..]

 મિત્રો, 

આખરે લગભગ નવ મહિનાનાં બ્રેક બાદ રંગભૂમિ પર ફરી ત્રીજી બેલ વાગી, આંગીકમ ભુવનમ યસ્ય નો શ્લોક ગુંજ્યો  અને પડદો ઉઘાડ્યો, અને નાટક "કરસનદાસ કોમેડીવાળા" , બોરીવલીના પ્રબોધન ઠાકરે નાટ્યગૃહમાં ભજવાયું. અસંખ્ય કલાકારો કે જે આ લોકડાઉનમાં એક યા બીજી રીતે સંજોગો સામે લડી રહ્યા હતા એમણે રાહતનો શ્વાસ લીધો અને સાથે જ કોરોનાકાળમાં અનેક મુસીબતોનો સામનો કરતા મનોરંજનને સાવ ભૂલી ગયા હતા એવા પ્રેક્ષક દેવતાના મોઢે ફરી હાસ્ય દેખાયું. બસ આવા જ હાસ્યસભર દિવસો ફરી શરુ થાય. અને શો મસ્ટ ગો ઓન નાં સૂત્ર સાથે નાટકો માત્ર  મુંબઈ અને ગુજરાત ખાતે જ નહિ સમગ્ર  દેશમાં અને વિદેશમાં પણ ભજવાતા જ રહે.

મુંબઈના રંગમંચ પ્રોડક્શન સર્જિત ઈમ્તિયાઝ પટેલ લિખિત , નિર્માતા આસિફ પટેલનું નાટક " કરસનદાસ કોમેડીવાળા" અને એમની બાહોશ કલાકાર ટીમ આશિષ ભટ્ટ, જયદીપ શાહ, પીન્કી જૈન અને ટીમ દ્વારા અભિનયના અજવાળા પાથરતાં ફરી પ્રેક્ષકોએ લોકડાઉન કાળ ભૂલી લાફ્ટરકાળ એન્જોય કર્યો. 

મુંબઈમાં નાટકની ભજવણી વખતે રંગભૂમિનાં દિગ્ગજો કૌસ્તુભ ત્રિવેદી, સંજય ગોરડીયા, ઉમેશ શુક્લા, ઈમ્તિયાઝ પટેલ, પ્રતાપ સચદેવ, ભરત ઠક્કર, કિરણ ભટ્ટ, શરદ શર્મા, વિનોદ સરવૈયા, પ્રતિમા ટી. અને બીજા અનેક રંગમંચ સાથે એક યા બીજી રીતે જોડાયેલા દિગ્ગજો હાજર હતા. અને કેમ ન હોય, આજે દિવસ જ એવો હતો કે દરેક કલાકારને ગર્વ થાય. નાટકની શરૂઆતમાં કોરોનાકાળ દરમ્યાન જે રંગકર્મી અનંતયાત્રાએ સિધાવ્યા છે એમને યાદ કરવામાં આવ્યા.   

આવી જ રીતે અમદાવાદ ખાતે અભિલાષ ઘોડા દ્વારા નિર્મિત પ્રવીણ સોલંકી દ્વારા લિખિત અને નિશીથ બ્રમ્હભટ્ટ દ્વારા દિગ્દર્શિત "એમ પૂછીને થાય નહિ પ્રેમ" નામનું નાટક લોકડાઉન બાદ  સૌ પ્રથમ ભજવાયું અને પ્રેક્ષકોએ હર્ષભેર વધાવ્યું. પ્રેક્ષક દેવની ગુલાબની પાંખડીઓ દ્વારા પૂજા કરી દરેક પ્રેક્ષકનું મોઢું મીઠું કરાવવામાં આવ્યું. 

કલાકાર માત્ર તાળીઓનો ગડગડાટ સાભળીને ગદગદ થઇ જાય એ વાત તદ્દન સાચી લાગી. આ બંને નાટકોની શરૂઆત વખતે પ્રેક્ષક દેવતાનું પૂજન થયું અને લગભગ દરેક કલાકાર કસબીની આંખમાં ખુશીના આંસુ હતા કે આટલા મહિનાઓ બાદ રંગદેવતાએ કલાકાર અને પ્રેક્ષકોને આમને સામને કર્યા. બંને નાટકો અદ્ભુત રહ્યા. અને તાળીઓનાં ગડગડાટ અને વન્સમોર પણ થયા. 

સરકારની ગાઈડલાઈન્સ અનુસરીને બંને નાટકોનાં નિર્માતાએ પુરતી ચોકસાઈ સાથે થિયેટરમાં પ્રેક્ષકોનું ધ્યાન રાખ્યું. ફુલ્લી સેનેટાઈઝ સભાગૃહ અને એક એક સીટ છોડીને બેઠેલા મોઢે માસ્ક સાથે પધારેલા પ્રેક્ષકોએ હસવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. 

હવે આવતા વર્ષે ફરી રંગભૂમિ પહેલા કરતા વધારે જોશમાં ધમધમશે એમાં બે મત નથી કેમકે હવે જોવા મળશે કઇંક નવું. કારણકે  આ લોકડાઉનદ્વારા ક્રિએટીવ લોકોને ઘણું નવું મળ્યું હશે જે એમની ક્રિએટીવીટી દ્વારા પ્રેક્ષકો સુધી પહોચશે. અને કલાકારો પોતાની પ્રતિભા દર્શાવવા દરેક ચેલેન્જ ઉપાડવા હંમેશા તૈયાર હતા અને રહેશે જ. 

ટૂંકમાં ફરી રંગભૂમિ પર નાટકોનો પ્રવાહ શરુ થશે અનેક નવા નવા સબ્જેક્ટ, દિગ્દર્શકની નોખી અનોખી કમાલ અને કલાકારો દ્વારા ચેલેન્જીંગ રોલની ભજવણી અને પ્રેક્ષકોની વા...હ..વા...હ...તાળીઓ અને ક્યા બાત હૈ નો અવાજ..

સરકારને પણ ધન્યવાદ આપવો જ રહ્યો કે જેમણે કલાકારની કદર કરતા રંગભૂમિ પર નાટક ભજવવાની અનુમતિ આપી અને એ હિમ્મતવાન નિર્માતાઓને અભિનંદન સાથે ધન્યવાદ કે જેમણે નાટક ભજવવાની પહેલ કરી. 

શો મસ્ટ ગો ઓન. 

સમજે તે સમજદાર. 


Friends,


Finally, after a break of about nine months, the third bell rang again in the theater, the verse of Angikam Bhuvanam Yesya rang and the curtain was opened, and the play "Karsandas Comedywala" was performed by Prabodhan Thackeray of Borivali in the theater. Numerous artists who were fighting against the circumstances in this lockdown in one way or another breathed a sigh of relief and at the same time laughter reappeared in the mouth of the spectator deity who had completely forgotten the entertainment during the Corona period. Just such funny days start again. And with the slogan of show must go on, plays will be performed not only in Mumbai and Gujarat but also in the whole country and abroad.

Written by Mumbai-based theater producer Imtiaz Patel, producer Asif Patel's play "Karsandas Comedywala" and his brilliant cast by Ashish Bhatt, Jaideep Shah, Pinky Jain and the team again made the audience forget the lockdown period.

Theater veterans Kaustubh Trivedi, Sanjay Gordia, Umesh Shukla, Bharat Thakkar, Sharad Sharma, Vinod Sarvaiya, Pratima T. And many other theatrical giants were present. And why not, today was the day that every artist should be proud of. The play begins with a recollection of a painter who went on an endless journey during the Corona period

Similarly, in Ahmedabad, a play written by Abhilash Ghoda, written by Praveen Solanki and directed by Nishith Brahmbhatt, titled "Em Poochien Thay Nahi Prem" was played for the first time after the lockdown and was well received by the audience. Every spectator's mouth was salted by worshiping the spectator god with rose petals.


It seemed quite true that the artist just got thunderous when he heard the roar of applause. At the beginning of both these plays, the audience deity was worshiped and almost every artiste had tears of joy in his eyes that after so many months, Rangdevata confronted the artiste and the audience. Both plays were wonderful. And there was a roar of applause and even more.


Following the government’s guidelines, the producer of both plays kept the audience’s attention in the theater with sufficient precision. Fully sanitized auditoriums and one by one, the audience, who had left their seats with masks on their faces, left no stone unturned in their laughter.


There is no doubt that next year the theater will be more vibrant than before as there will be something new. Because through this lockdown, creative people will get a lot of new things that will reach the audience through their creativity. And the artists were always ready to take up every challenge to showcase their talents.

Soon there will be a resurgence of plays on the stage with many new subjects, the director's unique performances and the challenging role played by the actors and the applause of the audience and the sound of applause and what a talk.

We also have to thank the government for allowing the play to be performed in the theater in appreciation of the artist and for the courageous producers who took the initiative to perform the play.


 


Understandably sensible.







Comments

  1. theater for any artist is like .."jina yaha marana yaha isake siva jana kaha!"

    ReplyDelete

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...