મિત્રો, ચોરી આ શબ્દ લખતા જ કેટલા પ્રકારની ચોરી આંખ સામે આવે, કોઈ દિલ ચોરી જાય, કોઈ પૈસા ચોરી જાય, કોઈ દાગીના ચોરી જાય, કોઈ ગાડી ચોરી જાય, કોઈ રાતના ગોડાઉન, દુકાન કે ઘરના તાળા તોડીને ઘરમાં ચોરી કરી જાય, તો મંદિરની બહાર કોઈ ચપ્પલ ચોરી જાય, કેટલા પ્રકારના ચોર, ડાકુ, લુંટારા, ઠગ, બદમાશ સરકારી અધિકારી, પ્રાઇવેટ કંપનીના અધિકારીઓ, વગેરે...વગેરે... અનેક જગ્યાએ અગણિત અવનવા એન્ટિક ચોર મળતા હોય છે, આવા ચોરોનો કોઈ ડ્રેસ કોડ હોતો નથી, એ આપણી સાથે જ આપણી આજુબાજુ, આપણી આસપાસ રહેતા હોય છે, ભટકતા હોય છે, ક્યારેક ક્યારેક આપણું જ ખાતા હોય છે અને આપણું જ ખોદતા હોય છે. ફિલ્મ, સીરીયલ કે નાટક લાઈનમાં પણ આવા ચોરો ભટકાતા હોય છે. જેને તમે પોતાની નાનકડી વાર્તા લેખ કે કોઈ નવા જ વિષયનો આઈડિયા, સબજેક્ટ સંભળાવો તો પ્રથમ તો જાણે પોતે સાહિત્યકારોમાં ભારત રત્ન મેળવી ચૂક્યા હોય એવી રીતે તમારા વિષયમાં સલાહ સૂચનો આપે અને એ વિષયને બદલવામાં અથવા તો એની અંદર કંઈક નવીનતા નાખવાના વાહિયાત દાખલા ને ઉદાહરણો આપે, ચોરીના એક પ્રકારમાં વિષયની ચોરી આવી જાય જેમાં જુની ફિલ્મો પરથી નવી ફિલ્મો બને, જુના ગીતોની ધૂન પરથી નવા ગીત...
something new