મિત્રો, દશેરા આવી અને સ્વાદના શોખીનો માટે ફાફડા જલેબી લાવી, આવતી કાલે દરેક ગુજરાતી અચૂક શુકનવંતા ફાફડા જલેબી ખાશે, આપ સૌ જાણો છો કે દશેરાના દિવસે ફાફડા અને જલેબી ધૂમ વેચાય છે. લોકો શુકનવંતા ફાફડા અને જલેબી લેવા માટે સવારથી લાઇનમાં ઊભા રહેશે અને દુકાનદારો આખી રાત જલેબી ફાફડા બનાવશે. કોરોના નામના રાવણને મ્હાત કરી આવનારા તહેવારોને આનંદ ઉત્સાહ સાથે ઉજવવા આવતી કાલે લોકો ફાફડા-જલેબી ખાઇને આવનારા સારા સમયની શુકનવંતી શરૂઆત કરશે, મિત્રો, છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના મહાનગર કે દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાની પરંપરા છે. પણ આ પરંપરા ક્યારથી શરૂ થઈ એ કદાચ લોકોને ખબર હોય કે ન હોય પણ મેં વાંચ્યું છે કે જાણ્યું છે એ પ્રમાણે. એક માન્યતા એવી છે કે ભગવાન શ્રીરામ ને “શાશ્કુલી” બહુ ભાવતી હવે તમે વિચારો શું આ શાશ્કુલી એટલે શું તો શાશ્કુલી એટલે એક મીઠી વાનગી જે ચોક્ખા ઘી માં બને અને એ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ ગોળ હોય..યસ જેને આપણે જલેબી કહીએ છીએ, એ શાશ્કુલી પ્રભુ રામને ખૂબ ભાવતી અને એમના પરમ પ્રિય ભક્ત હનુમાનજીને ચણાના લોટમાંથી બનેલી વાનગી બહુ ભાવતી. આજે પણ આપણે હનુમાનને બુંદીના લાડુનો પ્ર...
something new