કાગડો... મિત્રો , ગણપતિ બાપ્પા એમના ઘરે ગયા અને પિતૃઓ નો મહિનો આવ્યો , આ મહિનામાં કાગડાની ડિમાન્ડ વધી જાય , આ ‘પહોંચેલા’ સમાજમાં સૌથી ‘પહોંચેલો’ કાગડો કહેવાય કેમકે કાગડાની પહોંચ તમારા - મારા પિતૃ સુધી હોય છે...એટલે જ શ્રાદ્ધ પર્વમાં કાગવાસ નાખી પિતૃ સુધી એમને મનગમતી વાનગી "કાગવાસ" નાં નામે મોકલાય છે. ભાદરવી પુનમથી ભાદરવી અમાસ સુધી આ શ્રાધ્ધનું પર્વ મનાવાય છે. હિન્દુ સંસ્કૃતિ મુજબ આ દિવસોનો મહિમા અન્ય હિન્દુ પર્વ જેવો જ પવિત્ર છે. ફક્ત ધાર્મિક જ નહીં , ખગોળની દ્રષ્ટિએ , પર્યાવરણનાં સંબંધમાં પણ આ દિવસો મહત્ત્વના છે. ઘરોની છત કે બિલ્ડીંગની પાળીઓ પર ખીર પુરી સહિતનાં સંપુર્ણ ભોજનનો થોડો ભાગ આપણને શ્રાધ્ધ પક્ષમાં જોવા મળે છે. આપણા દરેક વાર-તહેવાર કોઈ વિશેષ તિથિ રીતિ-રિવાજોની પાછળ આપણા ઋષિમુનિઓનું ખુબ ઊંડુ ચિંતન થયું છે , જેના વૈજ્ઞાનિક કારણો પણ છે. આજની આવનારી પેઢીને આપણા ધર્મ સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુને અંધશ્રદ્ધામાં ખપાવવાની ટેવ પડી છે , કદાચ એ યુવાનો શ્રાદ્ધની પાછળ રહેલા વૈજ્ઞાનિક તથ્ય આપણાથી અજાણ હશે , ઘણી બધી વસ્તુ કદાચ એવી પણ હોય જે એ વખતનાં સમય સંજ...
something new