Skip to main content

Posts

જાનું મેરી જાનેમન..[ janu meri janeman..]

    મિત્રો, ઘણા વખતે આજે ફરી બ્લોગ લખવાનું મન થયું, અને લખવાનું શરુ કર્યું.. દેનેવાલા જબભી દેતા દેતા છપ્પર ફાડકે. નસીબ કોના ક્યારે કેવી રીતે ચમકે એ કોઈ કહી નથી શકતું.   જાનું મેરી જાને મન બસપન કા પ્યાર ભૂલ નહી જાના રે.. જેસ્સા મેરા પ્યાર હૈ..એસ્સા મૈને કિયા હે..બસપન કા પ્યાર મેરા ભૂલ નહિ જાના રે.. યહાં વહાં જહાં તહાં..આજકાલ આ ગીત ચર્ચામાં છે. છત્તીસગઢનાં સુકમા જીલ્લાના નાનકડા ગામના તાલુકામાં તો દસ વર્ષનો સહદેવ દીર્દો નામનો છોકરો રાતોરાત સોશ્યલ મીડિયા પર સ્ટાર થઇ ગયો. રોક સ્ટાર બાદશાહ એ એને કાસ્ટ કરીને ગીત પણ બનાવી નાખ્યું અને એ ગીત પણ આજે લોકોના મોઢે છે. રાતોરાત સ્ટાર બની ગયેલો સહદેવ આજે સેલીબ્રીટી છે. મૂળ આ ગીત ગુજરાત હાલોલના એક લોકગાયક   કમલેશ બારોટનું છે. પણ આજે આટલા વર્ષે નસીબ ખુલ્યું સહદેવનું. આવી જ સેલીબ્રીટી બની હતી કલક્તાનાં એક પ્લેટફોર્મ પર ગીત ગાતી રાનૂ મંડલે લતા મંગેશકરનું ગીત ' એક પ્યાર કા નગમા હૈ ' ગાયુ હતુ , જે   સોશ્યલ મીડિયા   પર ખૂબ જ વાયરલ થયુ હતુ. જે પછી રાનૂ મંડલનુ મેકઓવર કરી આપવાની લાઇન લાગી હતી. અત્યંત ગરીબીમાં જીવતા અચાનક ...

2nd time, be careful [ બીજી વાર, ધારદાર ]

  મિત્રો, રાતની કોઈપણ પાર્ટીમાં ન જનાર, રાત્રે ૧૦ વાગ્યે સુઈ જનાર સવારે ૪ વાગ્યે કસરત,યોગા કરનાર, અને માત્ર ઘરનું પૌષ્ટિક ભોજન ખાનાર અક્ષય કુમારને પણ કોરોના થયો. આ જોક્સ કહો કે સટાયર વ્હોટ્સએપ પર જોયું અને ખબર પડી કે અક્ષય કુમારને કોરોના થયા બાદ તે હોસ્પિટલમાં એડમિટ થયો છે. એ જે ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા એ રામસેતુ ફિલ્મની યુનિટના ૪૫ લોકોનો પણ પોઝીટીવ રીપોર્ટ આવ્યો.   ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બીજા કલાકારોમાં કાર્તિક આર્યનનો હાલમાં જ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં જ સંગીતકાર તથા સિંગર બપ્પી લહરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અત્યાર સુધી આલિયા ભટ્ટ ,  ગોવિંદા ,  આમિર ખાન ,  આમિરનો મિત્ર અમીન હાજી ,  આર. માધવન ,  રોહિત સરફ ,  રમેશ તૌરાની ,  મનોજ વાજપેયી ,  સિદ્ધાંત ચતુર્વેદી ,  મિલિંદ સોમણ ,  ફાતિમા સના ખાનનાં નામ કોરોના પોઝિટિવમાં આવ્યાં છે. આ સાથે જ સંજય લીલા ભણસાલી ,  રણબીર કપૂર ,  સતીશ કૌશિક તથા તારા સુતરિયા રિકવર થઈ ગયાં છે. અચાનક કોરોનાએ ફરી માથું ઉચક્યું અને સરકારે સ...

JSK [ જય શ્રી કૃષ્ણ ]

  મિત્રો, એક ઘરમાં આપણે બધાની સાથે રહીએ છીએ પણ આપણી સાથે કોણ રહે છે એની સમય આવ્યે જ ખબર પડે છે. સગા,સ્નેહી કે સંતાન ખરા સમય પર પરખાય અને સમજાય. અનુભવની સ્કુલમાં ક્યારેય વેકેશન નથી પડતું. ત્યાં પરીક્ષા અવિરત ચાલતી જ રહે છે આપણે જ સવાલો ઉભા કરવાના અને આપણે જ જવાબ શોધવાના અને આપણે જ નક્કી કરવાનું આપણે પાસ કે ફેઈલ. એક માતા પિતાનાં જીવનમાં બનેલી સત્ય ઘટના આપની સાથે શેયર કરું છું. વડીલનો અનુભવ એમનાં જ શબ્દોમાં લખ્યો છે. ટાઈટલ આપ્યું છે “જય શ્રી કૃષ્ણ”   જીવનના લેખા જોખાનો હિસાબ માંડતો હતો..પુત્ર જન્મ વખતે ઘેલા થતા મા બાપ કુટુંબ , સમાજ અને મિત્ર મંડળ માં પેડા વહેંચતા હોય ત્યારે તેમને ખબર હોતી નથી એજ છોકરાઓ મોટા થઈ જલેબી જેવા બની જશે..હું આગળ વિચારું ત્યાં..બાજુ માં બેઠેલ મારી પત્ની સ્મિતા બોલી...ગઈ કાલ રાત થી મને તાવ જેવું લાગે છે...ગામ ના ડોક્ટર નો સંપર્ક કર્યો....તેઓ એ સ્મિતા ને ચેક કરી કહ્યું.આ દવા થી ચોવીસ કલાક માં ફેર ન પડે તો ..તમે બન્ને કોરોના ટેસ્ટ કરાવી લેજો...અને હા કાકા ઘરમાં કોઈ સેવા ચાકરી કરે તેવા દીકરા વહુ નથી... ? મેં કહ્યું બેટા...કિનારે પહોંચીને પણ માનવ તરસ્ય...

health is wealth [ પહેલું સુખ તે જાતે નર્યા ]

  મિત્રો, કેવો ગજબનો સમય બતાવ્યો છે કુદરતે "જે બીમાર પડશે એ એકલો રહેશે, અને જે એકલો રહેશે એ બીમાર નહિ પડે."  સાચે જ જાન હૈ તો જહાન હૈ, સ્કુલમાં ગુજરાતીમાં આપણે વાંચતા કે પહેલુ સુખ તે જાતે નર્યા. શરીર સારું તો સૌ સારું.  ઘરમાં મોંઘામાં મોંઘુ ડાઈનીંગ ટેબલ છે પણ ખુરશીમાં બેસવાની શક્તિ નથી, ગુલાબજાંબુથી છલોછલ ભરેલો કટોરો નજર સામે જ છે પણ ડાયાબીટીઝ છે, ચોખ્ખા ઘીથી લથપથ એય મજેની સુરતની ધારી આંખો આગળ જ છે પણ શું કામની ? બ્લડપ્રેશર છે. ગરમાગરમ મેથીના ગોટાને લીલાંછમ, તીખાં, તમતમ લવિંગીયા તળેલાં મરચાં છે. પણ એસીડીટી-પિત્ત છે, પીસેલી લાલચટાક લસણની ચટણી છે પણ પાઈલ્સ પ્રોબ્લેમ છે અને એ.સી.રૂમમાં મખમલી સુંવાળી સુંવાળી ડનલોપીલોની મસ્ત પથારી છે પણ ઉંઘ આવતી નથી. આ તે કંઈ જિંદગી કહેવાય ? એટલા માટે જ બધા કહે છે કે : પહેલુ સુખ તે જાતે નર્યા.  આજના સમયમાં જ્યારે દિવસ એક ટેન્શન સાથે શરુ થાય છે ત્યારે ઘરની જવાબદાર વ્યક્તિ, શરીરે હેમખેમ રહે એવી પ્રાર્થના ઘરના લોકો કરતા હોય છે. "તમે વધારે ટેન્શન નહિ લ્યો, જે બધાનું થશે એ આપણું થશે, આખા ગામમાં તકલીફ છે આપણે એકલા તકલીફમાં નથી, તમે તબિયત સાચવો....

New beggining [ નવી શરૂઆત ]

  મિત્રો,  "જન્મદિન મુબારક હો," આમાં તો એવું પણ ન બોલાય કેમકે જન્મદિન કોનો છે તો કે લોકડાઉનનો. હા ભાઈ લોકડાઉનનો જન્મદિવસ આવ્યો અને ગયો. એક વર્ષનો થયો આ કોરોના. યાદ છે ને અગાશી,બારી અને બાલ્કનીમાં થાળી વગાડી હતી અરે ઘણાંએ તો થાળી વગાડતા સોસાયટીમાં અને રોડ ઉપર ગરબા પણ કર્યા હતા.શંખ ફૂંકાયા,ડમરું વગાડ્યા,મંજીરા અને તબલા સાથે નાસિક ઢોલ પણ વાગ્યા હતા પણ મારો બેટો કોરોના બિન્દાસ કોકના લગનમાં નાચતો હોય એમ નાચી નાચીને આખા દેશની ઊંઘ હરામ કરતો રહ્યો.અને હજુય કરે છે. બધાનાં કામ ધંધા કાચબાની ચાલ જેવા થઇ ગયા અને હજુ પણ એવી જ હાલત છે.  કોણ પહેલા શરૂઆત કરે ? દરેક વ્યવસાયના લોકો એમ જ વિચારે છે કે કોઈ કામકાજ શરુ કરે તો અમે શરૂઆત કરીએ.લગ્નમાં ગયા હોઈએ અને ચાંદલો લખાવ્યા બાદ કોણ પહેલા જમવાની ડીશ ઉપાડે છે અને જમવાનું શરુ કરે છે, એનું ધ્યાન રાખે એમ કોણ પહેલા ધંધાની  શરૂઆત કરે છે , કોણ પ્રથમ આગળ વધે એટલે અમે શરુ કરીએ એવી હાલત છે. ફિલ્મોના થિયેટર શરુ થયા અને સાતથી આઠ લોકો જન,ગણ,મન કરવા ઉભા થાય, નાટકો એકલ દોકલ થાય છે એ પણ પચાસ ટકા પ્રેક્ષકો સાથે.દર રવિવારે જન્મભૂમી પ્રવાસીમાં જેમ આખું પાનું...