મિત્રો, લીડર કોઈ જન્મજાત ન હોય, સામાન્ય વ્યક્તિના ગુણ થકી ખબર પડે કે એની ક્ષમતા કેટલી છે. ધોની મેચમાં ન હોય પણ જો એ માત્ર ટીમની રમત જોવા પણ બેઠો હોય તો ટીમનું પ્રદર્શન શાનદાર હોય, ક્યાં, ક્યારે કેટલું બોલવું એ સિવાય.. ક્યાં ક્યારે કેટલું સાંભળવું એની આવડત પણ લીડરમાં હોય.કોને કેટલું મહત્વ આપવું અને કોની પાસેથી કેમ કામ કઢાવવું એની અઢળક પુસ્તકો અને પર્સનાલિટી ડેવલપ કરવાના વિડીયો જોવા મળશે પણ ધીરુભાઈ અંબાણી કે રતન ટાટા જેવા મહાનુભાવોમાં આ આવડત જન્મજાત હશે જ એટલે જ એમના ઉદાહરણો આપીને દર્શાવાય છે કે લીડર કેવો હોવો જોઈએ. કોઈ શાંત રહીને ઘણું સમજાવી જાય તો કોઈ કામ કરીને કેમ પ્રોબ્લેમ સોલ્વ કરવો એ કહી જાય. સાચો લીડર કઈ રીતે સમસ્યાનો ઉકેલ લાવે છે...એનું એક ઉદાહરણ આ પણ છે. તાતા સ્ટીલના અધ્યક્ષ રતન ટાટા એ જમશેદપુર ખાતે પોતાના કર્મચારીઓ સાથે એક સાપ્તાહિક બેઠક યોજી હતી. એક કર્મચારીએ એક ગંભીર મુદ્દો ચર્ચ્યો. તેણે કહ્યું કે કર્મચારીઓના શૌચાલયની સ્થિતી, ગુણવત્તા અને સ્વચ્છતાની દ્રષ્ટિએ ઘણી ખરાબ હતી જે તેમના આરોગ્ય માટે પણ જોખમી બાબત હતી. જ્યારે ઉપરીઓના શૌચાલયની સ્થિતી, ગુણવત્તા અને સ્વ...
something new