Skip to main content

Posts

Showing posts from November, 2020

be careful [ સખણા રેજો રાજ..]

મિત્રો, માંડ માંડ બધું સરસ ચાલવા માંડ્યું હતું ત્યાં ફરી કોરોનાં એ માથું ઉચક્યું, આપણી દિવાળી આવીને ગઈ હવે કોરોના દિવાળી ઉજવવાના મુડ માં લાગે છે, ગુજરાતમાં તો એણે  સરકારને કામેય લગાડી દીધાં, અને રૂપાણી સાહેબે અમદાવાદમાં રાતનો કર્ફ્યું જાહેર કરવો પડ્યો, ધીરે ધીરે આખા ગુજરાતમાં આનો અમલ થવા માંડ્યો અને લોકો જે કોરોનાને કાકા મામાનો દીકરો સમજી બિન્દાસ માસ્ક વગર ફરતાં હતા એ બધાં ફરી મોઢે માસ્ક લગાડી ફરવા માંડ્યા, કોરોનાની સોશ્યલ મીડિયા પર બધાએ જે  મજાક કરી એનું કોરોનાને ખોટું લાગી ગયું.  હવે મહારાષ્ટ્રની વાત, ગુજરાત અને રાજસ્થાનનાં આંકડા જોઈ સરકાર પણ અવઢવમાં છે કે હવે આપણે શું કરવું ? દશેરા,દિવાળી,કાળીચૌદશ,ધનતેરસનાં કોરોના રજા ઉપર લાગ્યો પણ અચાનક એની રજા પૂરી થઇ, મહારાષ્ટ્રમાં  આવતા ત્રણ ચાર દિવસમાં નવા કાયદા આવે તો નવાઈ નહિ, ગુજરાતની જેમ અમુક વિસ્તારોમાં રાત્રે કર્ફ્યું લાગુ પડી શકે, પણ જ્યાં લોકોને રાત્રે ૩ વાગ્યે પાઉભાજી અને સવારે ૪ વાગ્યે કટિંગ અને બનમસ્કા ખાવાની આદત છે એ નારાજ થશે, આપણી સરકારને દરેક મુંબઈકરની ચિંતા છે. માંડ માંડ મુંબઈ પાટે ચઢતું હતું ત્યાં કોરોનાંએ પા...

Where is humanity ? [ માણસાઈ છે ક્યાં ? ]

 મિત્રો,  ગઈકાલની જ એક સાચી ઘટના આપની સાથે શેયર કરું છું.  હું રાત્રે અઢી વાગ્યા ની આસપાસ [ નાઈટ ક્રિકેટ મેચ રમીને ] મિત્ર સાથે કારમાં દહીસર તરફથી બોરીવલી આવી રહ્યો હતો, ત્યાં શિમ્પોલીથી આગળ આઈ.સી.આઈ.સી.આઈ બેંકની સામે એક વ્યક્તિ રસ્તા ઉપર લોહી લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો, અમે ગાડી રોકી ત્યાં બીજા એકાદ બાઈક સવાર પણ હતા જેમણે એ વ્યક્તિને મદદ કરવાનું વિચાર્યું હશે, માણસાઈની દ્રષ્ટીએ અમે પણ ગાડી સાઈડ પર પાર્ક કરી અને એ વ્યક્તિ પાસે આવ્યા, ગરીબ અથવા તો કહો કે કોઈ ભિખારી જેવો લાગતો મેલાઘેલા કપડામાં લગભગ ૪૦-૪૫ વર્ષનો માણસ રસ્તા પર કણસતો હતો, અમે પોલીસ સ્ટેશને કોલ કરીને જાણ કરી ત્યારે સામેથી અનેક સવાલો આવ્યા કૌન હૈ..? આપકા ક્યા લગતા હૈ..? આદમી કો કોઈ ગાડીને ઉડાયા ક્યા..? અરે ભાઈ કોઈનો જીવ બચાવવા માટે કરાતી દયા સામે આટલા સવાલો હોય એની ખબર નહોતી છતાય મિત્રએ દરેક સવાલોના શાંતિથી જવાબ આપી પોલીસ સ્ટેશને કહ્યું કે આ લોકેશન પર જલ્દી આવો, ત્યાં સામેથી જવાબ આવ્યો કે હમારા પોલીસ સ્ટેશન ઇસ હદ્દ મેં નહિ આતા આપ બોરીવલી પોલીસ સ્ટેશન કોલ કીજીએ.. ત્યાં સુધી તો પેલો માણસ લગભગ બેભાન થઇ...

salt [ સબરસ , સરસ ]

મિત્રો,  લક્ષ્મી પૂજનના દિવસે સોનાંની પૂજા કરવાનો રીવાજ છે એમ ઝાડું ખરીદવાનો રિવાજ છે,  તમને ખબર હશે, કદાચ તમારા ઘરમાં પણ નવું ઝાડું આવ્યું હશે જ અને એની પૂજા પણ થઇ હશે, કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મીનો અચૂક વાસ હોય જ. અને એટલે જ સ્વચ્છતા રાખવાનું મહત્વનું કાર્ય કરે ઝાડું એટલે એનું પૂજન અનિવાર્ય છે. [ એવી માન્યતા છે..બાકી ઝાડું વેચવાનો આ નવો નુસખો પણ હોઈ શકે ? જેમ પુષ્ય નક્ષત્રનાં નામે સોનાની ખરીદીનો ટ્રેન્ડ છે..એમ ] અને નવા વરસે "સબરસ" ખરીદવાનો રિવાજ છે. સબરસ ન સમજ્યા..? અરે..યાર..બધા જ રસને ઉત્તમ સર્વોત્તમ બનાવતું સબરસ એટલે કે મીઠું, નમક, સોલ્ટ. યસ..આ સબરસની એક સબ સે સરસ વાર્તા યાદ આવી જે આપણી સાથે શેયર કરું છું.  દિવાળીનો શ્રેષ્ઠ તહેવાર હતો. દ્વારિકા નગરીમાં શ્રીકૃષ્ણ ભગવાન અને રુક્મિણી હીંચકા પર બેઠાં બેઠાં આનંદમાં પળો વિતાવતાં હતાં. રુક્મિણી પણ ખૂબ જ ખુશમિજાજમાં હતાં. અચાનક જ રુક્મિણીથી પુછાઇ ગયું હે પ્રભુ, આપ મને કેટલો પ્રેમ કરો છો? હું આપને કેટલી વહાલી લાગું છું?અનાયાસે જ પુછાઇ ગયેલા પ્રશ્નનો શ્રીકૃષ્ણ ભગવાને પણ એવો જ ઉત્તર આપ્યો કે ‘તું મને મીઠા જેટ...

take care..[ ધ્યાન રાખજો..]

  મિત્રો,  દિવાળીના દિવસો છે તહેવાર ઉજવાય છે પણ મન જાણે છે કે કેમ ઉજવાય છે, આ મારી નહિ દરેકની વાત છે..એક કહેવત આજના સમયમાં બરાબર લાગુ પડે છે "લાફો મારી ને ગાલ લાલ રાખવો પડે છે." ચાદર કરતા પગ લાંબા નથી તોય ચાદરની બ્હાર પગ પહોચી ગયા છે. દેખાદેખીની દિવાળી થઇ ગઈ છે.શહેરની દિવાળી આવી જ હોય,  ગામમાં દિવાળી થતી એ આજેય લોકો યાદ કરે છે. ગામડાની દિવાળી એટલે મીઠાઈ,ચેવડો અને સક્કરપારા સાથે સંસ્કારનું આદાન પ્રદાન, બીજાના ઘરમાં જતા જ વડીલોનાં આશીર્વાદ અને શુકનનાં અગિયાર કે એકસો એક બીજી દિવાળી સુધી મંદિરમાં સચવાતા. વડીલોની સલાહ અને એવી ઘણી વાતો જે સમય સમયે કામ લાગે,  વડીલો ભણેલા ન હોય પણ અનુભવની યુનિવર્સીટીમાં પી.એચ.ડી.થયા હોય.  આવતા ૧૦-૧૫ વર્ષમાં એક એવી પેઢી સંસાર છોડી ચાલી જશે. જેના ગયા પછી ખૂબ પસ્તાવો થશે. વાત કડવી છે પણ સત્ય છે. આ પેઢીના લોકો બિલકુલ અલગ જ છે. રાત્રે જલ્દી સુવાવાળા, સવારે જલ્દી જાગવાવાળા,સવારના અંધકારમાં ફરવાનિકળવા વાળા આંગણાના ફૂલછોડને પાણી પીવડાવવાવાળા, દેવપૂજા માટે ફૂલ તોડવાવાળા, રોજ પાઠ પૂજા કરવાવાળા અને રોજ મંદિર જવાવાળા... રસ્તામાં મળવાવાળાને ખૂબ વાતો...

diwali [ આવી દિવાળી ? ]

  મિત્રો,  આવી દિવાળી, આવી...દિવાળી..? ક્યાંક દિવાળીનો મુડ છે તો ક્યાંક મુડ વિનાની દિવાળી,  દિવાળી એટલે આનંદ ઉત્સાહનો તહેવાર, દિવાળી એટલે પ્રેમના વ્યવહારનો તહેવાર, દિવાળી એટલે પરંપરા, દિવાળી એટલે પ્રકાશ પર્વ..પણ આ વખતની દિવાળીને મેં નામ આપ્યું છે "ઉધાર દિવાળી."                                            હા મિત્રો આ ૨૦૨૦ વર્ષમાં તમને લાગે છે કે કોઈ પરિવાર ખરા દિલથી દિવાળી મનાવતો હશે ? છેલ્લા સાત મહિનાથી લોકડાઉન નામનો શબ્દ એટલો પ્રચલિત થઇ ગયો છે કે ઘરને તાળું મારવાનું હોય તો મમ્મી કહે દીકરા લોકડાઉન કરીને આવજે..રજાના દિવસે દુકાન બંધ હોય તો સાહેબ કહે આજે લોકડાઉન છે. ઘરઘરમાં લોકો ખુશ રહેવાની એક્ટિંગ કરતા હોય એવું લાગે છે.  ઉધાર દિવાળી એટલે બજારમાંથી પોતાની મહેનતના તો રૂપિયા આવવાના બાકી જ છે..પણ દિવાળી ઉજવવા મિત્ર પાસે લીધેલ ઉધાર, મિત્ર એ આપણી મિત્રતા સાચવવા બીજા પાસે ઉધાર લઈને આપણને આપ્યા ઉધાર, મિત્રએ જે મિત્ર પાસે ઉધાર લીધા એમણે પણ કોઈ બીજા પાસે લીધા ઉધાર..ટૂંકમા...

selfie respect [ હું ને મારી સેલ્ફી..]

  મિત્રો ,  મોબાઈલ છે તો એમાં આખી દુનિયા છે અને એ મોબાઈલમાં જો તમારી સેલ્ફી ન હોય તો મોબાઈલ લીધા નો શું અર્થ..? આજકાલ તો મોબાઈલની એડ પણ કેમેરા નાં મેગાપિક્સલ કેટલા છે એના ઉપર થાયછે. બધાને ફોટા અને ખાસ તો સેલ્ફી ક્રિસ્ટલ ક્લીયર ધી બેસ્ટ આવે એવો મોબાઈલ જોઈએ. ખાસ કરીને મહિલા વર્ગ ને. એમાય કોલેજ કન્યા માટે તો સારો કેમેરો હોવો જ જોઈએ. કેમકે મોબાઈલ જ એમનો અરીસો છે..અને સેલ્ફી એની શાન.  વેદ પુરાણ અને આપણા ગ્રંથોમાં સેલ્ફી ક્યારે અને કેમ લેવી એની કોઈ જ વાત નથી લખી જેમ સત્યનારાયણની કથા માટે વાર, તહેવાર, ગ્રહ, નક્ષત્ર અને ધડી ચોઘડિયા ન જોવાય એમ સેલ્ફી માટે પણ આ બધાની કોઈ જરૂર નથી, ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેવી..એટલે કે આપણને ગમે.. તેવી સેલ્ફી તમે પાડી શકો..જો કે ઘણા સેલ્ફી પાડતા પડી ગયાના દાખલા પણ છે. ફરવા ગયેલા ટીનએજનાં યુવાનો ઝરણા પાસે કે ઊંચા પહાડ પર  કે પછી ટ્રેનના દરવાજે પોતાની શાન દેખાડતા સેલ્ફી લેતા સ્વધામે પહોચ્યા હોય એવા ન્યુઝ અવાર નવાર છાપે ચઢતા હોય છે.  સેલ્ફી એક સારો શોખ છે અને ખતરનાક નશો પણ.તમારે એને શોખ રાખવો છે કે એ નશાના બંધાણી બનવું છે એ તમારા ઉપર નિર્ભર ...