મિત્રો,
આવી દિવાળી, આવી...દિવાળી..? ક્યાંક દિવાળીનો મુડ છે તો ક્યાંક મુડ વિનાની દિવાળી, દિવાળી એટલે આનંદ ઉત્સાહનો તહેવાર, દિવાળી એટલે પ્રેમના વ્યવહારનો તહેવાર, દિવાળી એટલે પરંપરા, દિવાળી એટલે પ્રકાશ પર્વ..પણ આ વખતની દિવાળીને મેં નામ આપ્યું છે "ઉધાર દિવાળી."
હા મિત્રો આ ૨૦૨૦ વર્ષમાં તમને લાગે છે કે કોઈ પરિવાર ખરા દિલથી દિવાળી મનાવતો હશે ? છેલ્લા સાત મહિનાથી લોકડાઉન નામનો શબ્દ એટલો પ્રચલિત થઇ ગયો છે કે ઘરને તાળું મારવાનું હોય તો મમ્મી કહે દીકરા લોકડાઉન કરીને આવજે..રજાના દિવસે દુકાન બંધ હોય તો સાહેબ કહે આજે લોકડાઉન છે. ઘરઘરમાં લોકો ખુશ રહેવાની એક્ટિંગ કરતા હોય એવું લાગે છે.
ઉધાર દિવાળી એટલે બજારમાંથી પોતાની મહેનતના તો રૂપિયા આવવાના બાકી જ છે..પણ દિવાળી ઉજવવા મિત્ર પાસે લીધેલ ઉધાર, મિત્ર એ આપણી મિત્રતા સાચવવા બીજા પાસે ઉધાર લઈને આપણને આપ્યા ઉધાર, મિત્રએ જે મિત્ર પાસે ઉધાર લીધા એમણે પણ કોઈ બીજા પાસે લીધા ઉધાર..ટૂંકમાં ઉધારની સાઈકલ નહિ આખી રીક્ષા ચાલતી ચાલતી બજારમાં ફરે છે. જેનાં કારણે ઘર ઘરમાં દિવાળીનાં દીવા બળે છે. કોઈને કહેવાય નહિ અને સહેવાય નહિ એવી પરિસ્થિતિ છે આ દિવાળીએ. કોરોના કાળમાં અનેક પરિવારોમાં હજુ શોકનું સુતક હટ્યું નથી એ શું ઉજવશે દિવાળી..?
ઘણી ઓફિસોમાં આ વખતે દિવાળી ગીફ્ટની સાથે સાથે એમને નોકરીમાંથી પણ આરામ આપવામાં આવ્યો છે, ક્યાંક પગાર અડધા અને બોનસ ભૂલી જાઓ, ક્યાંક ન છુટકે નોકરી કરવી પડે છે કેમકે લોકડાઉનમાં આમતેમથી લીધેલા ઉધાર ચૂકવવા નોકરી ચાલુ રાખવી જરૂરી છે. હા , વેબ સીરીઝ અને સીરીયલોની દિવાળી જોરમાં છે..[ શુટિંગ માં ] કેમકે એ લોકો માટે દિવાળી એટલે નવા કપડા, મીઠાઈ,દીવા, રોશની અને ફટાકડા જે દેખાડ્યા વિના દિવાળીનો તહેવાર શક્ય જ નથી અમુક લોકો તો આવી સીરીયલો ની દિવાળી જોઈ પોતાના ભાડાનાં ઘર એ રીતે શણગારવા લાગ્યા છે કે એ ઘર એમને બાપદાદાએ વારસામાં આપ્યું હોય.મોઢા ઉપર માસ્ક બાંધવાની સાથે સાથે ખર્ચાઓ પર માસ્ક પહેરાવાય તો ટેન્શન ઓછા થઇ જાય.
ઘણાએ દિવાળીમાં ગાડી લેવાને બદલે વેચવા કાઢી છે, સ્કુટર જે ત્રણ મહિના અપહેલા ૬૫ હજારના હતા એ અત્યારે ૯૦,૯૫ હજાર સુધી પહોચી ગયા, આમાં સરકાર કઈ ન કરી શકે હો..... કાંદા અને બટેટા તો તમે લેવા જાવ જ છો..એના ભાવ તમને ખબર જ છે, બાકી મીઠાઈ,ફરસાણ અને ડ્રાયફ્રુટ્સ દિવાળીએ ઘરમાં ન હોય તો તો ઘણાંને ખોટું લાગી જાય..ચાઈનાનો માલ નહિ લેવાનો એવી પ્રતિજ્ઞા લીધી હતી પણ ઘરના બારી બારણા બાલ્કનીને ચાઈનાના જ કન્દીલ, તોરણ અને લાઈટ્સની આદત છે એનું શું....? અનેક સપનાઓ રગદોળીને રંગોળી બનશે..પણ..શુકન પુરતી. ટૂંકમાં દિવાળી ઉજવવાની "ઉધારદિવાળી"
અહી લખેલ દરેક વાતો મેં કોઈને કોઈ પાસેથી સાંભળેલી છે એટલે શેયર કરી છે આમાની એક પણ વાત ઉપજાવી કાઢેલી કે બનાવટી નથી. ખરેખર આ વખતની દિવાળી લગભગ દરેક ની છે "ઉધાર દિવાળી'
છેલ્લે બ્લોગ ને વિરામ આપતા પહેલા..
ઈશ્વર તમને કેમ જણાવું..કેમ કરી હું દિવાળી મનાવું ?
મન થાય છે દીપ પ્રગટાવવાનું પણ ઘરનો કુળદીપક રહ્યો નથી,
મીઠાઈ ,ફરસાણ કેમ કરી લાવું રૂપીયો એક હવે રહ્યો નથી..
હોસ્પિટલનાં બીલ ભર્યા અને કામ વગર ઘરમાં જ રહ્યા.
મનમાં થયેલા ઉઝરડા કેમ બતાવું ?
ઈશ્વર તમને કેમ જણાવું કેમ કરી દિવાળી મનાવું ?
ટકી ગયા છીએ તારા વિશ્વાસે, તું તારશે એ જ આશે.
આવશે સારા દિવસો અને મંદિરમાં તને મળાશે.
તારા દર્શન કરીને જ મારી સાચી દિવાળી ઉજવાશે.
તું જ હવે તારશે..
અશોક ઉપાધ્યાય.
સમજે તે સમજદાર.
Friends,
Such Diwali, such ... Diwali ..? Diwali means festival of joy and enthusiasm, Diwali means festival of love, Diwali means tradition, Diwali means festival of light ... but this time I have named Diwali "borrowed Diwali."
Yes friends, in this 2020 year do you think any family would be celebrating Diwali with all their heart? For the last seven months, the word lockdown has become so prevalent that if the house is to be locked, the mother says the son should come with a lockdown. If the shop is closed on a holiday, the master says today is a lockdown. People in the house seem to be acting to be happy.
Borrowing Diwali means money for one's hard work is yet to come from the market..but borrowed from a friend to celebrate Diwali, a friend borrowed from another to save our friendship, a friend borrowed from a friend he also borrowed from someone else .. In short, not a borrowed bicycle, but a rickshaw rides around the market, causing Diwali lights to burn in every house. This Diwali is a situation where no one can be told and tolerated. In the time of Koro, many families have not yet mourned. Will Diwali be celebrated?
In many offices, this time along with Diwali gift, he has also been given rest from his job, sometimes forgetting half salary and bonus, somewhere he has to work without getting lost as it is necessary to continue working to repay the loans taken from him in lockdown. Yes, the Diwali of web series and serials is in full swing. They have started decorating the house in such a way that Bapdada has inherited it from them.
Many have decided to sell instead of buying a car on Diwali. Scooters which were Rs 3,000 three months ago have now reached Rs 30,000. You have to go for wrists and potatoes. If dried fruits are not at home on Diwali, many people will feel wrong. She had vowed not to take Chinese goods but the balcony of the window bar of the house is accustomed to Chinese lanterns and lights. In short, "borrowed" to celebrate Diwali.
Every thing written here, I have heard it from someone, so I have shared it. Actually this Diwali is almost everyone's "borrowed Diwali"
Before finally pausing the blog ..
Ashok upadhyay
Understandably sensible.
Well said 🙏
ReplyDelete