Skip to main content

salt [ સબરસ , સરસ ]

મિત્રો, 

લક્ષ્મી પૂજનના દિવસે સોનાંની પૂજા કરવાનો રીવાજ છે એમ ઝાડું ખરીદવાનો રિવાજ છે,  તમને ખબર હશે, કદાચ તમારા ઘરમાં પણ નવું ઝાડું આવ્યું હશે જ અને એની પૂજા પણ થઇ હશે, કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મીનો અચૂક વાસ હોય જ. અને એટલે જ સ્વચ્છતા રાખવાનું મહત્વનું કાર્ય કરે ઝાડું એટલે એનું પૂજન અનિવાર્ય છે. [ એવી માન્યતા છે..બાકી ઝાડું વેચવાનો આ નવો નુસખો પણ હોઈ શકે ? જેમ પુષ્ય નક્ષત્રનાં નામે સોનાની ખરીદીનો ટ્રેન્ડ છે..એમ ] અને નવા વરસે "સબરસ" ખરીદવાનો રિવાજ છે. સબરસ ન સમજ્યા..? અરે..યાર..બધા જ રસને ઉત્તમ સર્વોત્તમ બનાવતું સબરસ એટલે કે મીઠું, નમક, સોલ્ટ. યસ..આ સબરસની એક સબ સે સરસ વાર્તા યાદ આવી જે આપણી સાથે શેયર કરું છું. 

દિવાળીનો શ્રેષ્ઠ તહેવાર હતો. દ્વારિકા નગરીમાં શ્રીકૃષ્ણ ભગવાન અને રુક્મિણી હીંચકા પર બેઠાં બેઠાં આનંદમાં પળો વિતાવતાં હતાં. રુક્મિણી પણ ખૂબ જ ખુશમિજાજમાં હતાં. અચાનક જ રુક્મિણીથી પુછાઇ ગયું હે પ્રભુ, આપ મને કેટલો પ્રેમ કરો છો? હું આપને કેટલી વહાલી લાગું છું?અનાયાસે જ પુછાઇ ગયેલા પ્રશ્નનો શ્રીકૃષ્ણ ભગવાને પણ એવો જ ઉત્તર આપ્યો કે ‘તું મને મીઠા જેટલી વહાલી છે.’ આ સાંભળી રુક્મિણીનું મોઢું ચડી ગયું! રુક્મિણીજીને થયું કે બસ મીઠા જેટલી જ મારી કિંમત? મીઠા જેવી ક્ષુલ્લક ચીજવસ્તુ સાથે મારી સરખામણી કરી. રુક્મિણીજીને તો રીસ ચડી. હીંચકા પરથી ઊઠીને પોતાના મહેલમાં જતાં રહ્યાં!શ્રીકૃષ્ણ ભગવાને પ્રેક્ટિકલ પ્રયોગ કરી રુક્મિણીને સમજાવવાનું નક્કી કર્યું. 

કૃષ્ણ ભગવાન તો જાતે રસોડામાં ગયા! રુક્મિણીજીને મનપસંદ રસોઇ બનાવવાનો આદેશ આપ્યો અને કહ્યું કે રસોઇમાં ક્યાંય મીઠું ન નાખશો! ભગવાનના આદેશ મુજબ બધી રસોઇ બનાવવામાં આવી. શ્રીકૃષ્ણ ભગવાન અને રુક્મિણીજી જમવા બેઠાં. બંનેને થાળી પીરસવામાં આવી. જેવો કોળિયો ભર્યો એવું તરત જ રુક્મિણીજીનું મુખ બગડી ગયું. આ શું છે? કોણે રસોઇ બનાવી છે? મીઠા વગરની હોય તો ગળે કેવી રીતે ઊતરે? હવે શ્રીકૃષ્ણ બોલ્યા, ‘રસોઇમાં માત્ર મીઠું જ નથી ને, બાકી તો બધું બરાબર છે ને! એમાં શું થઇ ગયું? રુક્મિણીજી બોલ્યાં, મીઠા વગરની રસોઇ ગળેથી નીચે ઊતરે ખરી? હા...હવે તમે બરાબર સમજ્યાં, ‘હું મીઠા જેટલો પ્રેમ તમને કરું છું. અથૉત્ મીઠા જેટલા વહાલા છો, એમ કહીને તમારું અપમાન નહીં, પરંતુ બહુમાન જ કર્યું છે.’ હવે રુક્મિણીજીના ચહેરા પર રોનક આવી. પ્રેમથી છલકાયેલા વદને બોલ્યાં હા. પ્રભુ, હવે મને મારી ભૂલ સમજાય છે. તમે મારા પ્રેમને મીઠા સાથે શા માટે સરખાવ્યો? હે પ્રભુ, હવે ફરીથી આવી ભૂલ કદાપિ નહીં કરું! મને માફ કરી દેશો. મીઠાનું મહત્વ જેમ મને સમજાયું તેમ આપણું આવતીકાલે એટલે કે નૂતન વર્ષના પવિત્ર દિવસે આપણે નગરવાસીઓને મીઠાની જ ભેટ આપીશું! અને મીઠાનું મહત્વ સમજાવીશું. 

શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું, ‘આજથી મીઠાને સૌ સબરસ તરીકે ઓળખશે. મીઠું શુકનવંતું ગણાશે, નવા વર્ષની શરૂઆતમાં સૌપ્રથમ બધા મીઠાની ખરીદી કરશે. શ્રીકૃષ્ણ ભગવાને નવા વર્ષે સૌ નગરવાસીઓને શુકનવંતું મીઠું આપ્યું. બસ ત્યારથી જ નૂતન વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સૌ ‘સબરસ’ની ખરીદી કરતાં થયાં.  

તો તમે આ નવા વરસે સબરસ લીધું કે નહિ..? 

છેલ્લે બ્લોગને વિરામ આપતા પહેલા..

સબરસ બને જો આદમી, કાયમ દિવાળી,

હો જિંદગીમાં સાદગી, કાયમ દિવાળી,

પકવાન લાખો ના મળે તો ચાલશે, બસ,

છે ડુંગળી ને ભાખરી, કાયમ દિવાળી,

જપ-તપ ફક્ત દેખાવ, મનમાં દાવપેચો,

દિલમાં કરી દો આરતી, કાયમ દિવાળી,

આ રંગ રોગાનો કરીને ઢાંકશો શું ?

ભીતર ભરી દો ગુલછડી, કાયમ દિવાળી,

મેલું રહે છે મન, ભલે ને ઊજળું તન,

સબરસ બને જો આદમી, કાયમ દિવાળી.

સમજે તે સમજદાર.

Friends,

It is customary to buy a bush on the day of Lakshmi Pujan, maybe a new bush has come to your house and it has also been worshiped, it is said that where there is cleanliness, Lakshmi must have a perfect abode. And that is why it is important to keep clean. [It is believed that this could be a new recipe to sell the rest of the bush? As there is a trend of buying gold in the name of Pushya Nakshatra..M] and it is customary to buy "Sabras" in the new year. Sabras did not understand ..? Hey..dude..subras that make all the juices the best i.e. salt, salt. Yes..I remembered a great story from this sub that I am sharing with you.

Diwali was the best festival. In the city of Dwarika, Lord Krishna and Rukmini were sitting on a swing and spending moments in bliss. Rukmini was also very cheerful. Suddenly Rukmini asked, Lord, how much do you love me? How much do I love you? Lord Krishna also gave the same answer to the question asked by Anayase that ‘You are as dear to me as sweet.’ Hearing this, Rukmini's mouth dropped open! What happened to Rukminiji that just cost me as much as salt? Compared me to a trivial thing like salt. Rukminiji got angry. Get up from the swing and go to your palace! Lord Krishna decided to explain to Rukmini by doing a practical experiment.

Lord Krishna himself went to the kitchen! He ordered Rukminiji to make his favorite cooking and said don't put salt anywhere in the kitchen! All cooking was done according to God’s command. Lord Krishna and Rukminiji sat down to eat. Both were served a plate. Rukminiji's mouth went bad as soon as he swallowed. What is this? Who made the cooking? If it is unsalted, how can it be swallowed? Now Lord Krishna said, ‘There is not only salt in the kitchen, everything else is fine! What happened? Rukminiji said, cooking without salt really comes down the throat? Yeah Al that sounds pretty crap to me, Looks like BT aint for me either. I have not insulted you, but honored you by saying that you are as sweet as Athot Mitha. 'Now Ronminiji's face lit up. I said yes to Vad, overwhelmed with love. Lord, now I realize my mistake. Why do you compare my love with sweetness? O Lord, I will never make such a mistake again! Forgive me As I understood the importance of salt, we will give the gift of salt to the townspeople tomorrow, the holy day of the new year! And explain the importance of salt.

Lord Krishna said, ‘From today, salt will be known as sau sabaras. Salt will be considered auspicious, buying all the salt first at the beginning of the new year. Lord Krishna gave auspicious salt to all the townspeople in the new year. Ever since then, on the first day of the new year, everyone has been shopping for 'Sabras' since early morning.

So did you have patience this new year or not ..?


Finally before pausing the blog ..

If a man becomes Sabras, Diwali forever,
Ho simplicity in life, forever Diwali,
If you don't get millions of dishes, it will work.
Is onion bhakri, forever diwali,
Chanting is just a show
Aarti in my heart, Diwali forever,
Do you cover this color with roga?
Fill in the bouquet, Diwali forever,
The mind remains dirty, even if the body is bright,
If a man becomes Sabras, Diwali forever.


Understandably sensible

Comments

Post a Comment

hii friends if u like my post pl comment

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल में डालें ये एकदम गोल्डन होते हैं दिखने में अच्छे और खाने में कुरक

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાંદીમા