મિત્રો ,
મોબાઈલ છે તો એમાં આખી દુનિયા છે અને એ મોબાઈલમાં જો તમારી સેલ્ફી ન હોય તો મોબાઈલ લીધા નો શું અર્થ..? આજકાલ તો મોબાઈલની એડ પણ કેમેરા નાં મેગાપિક્સલ કેટલા છે એના ઉપર થાયછે. બધાને ફોટા અને ખાસ તો સેલ્ફી ક્રિસ્ટલ ક્લીયર ધી બેસ્ટ આવે એવો મોબાઈલ જોઈએ. ખાસ કરીને મહિલા વર્ગ ને. એમાય કોલેજ કન્યા માટે તો સારો કેમેરો હોવો જ જોઈએ. કેમકે મોબાઈલ જ એમનો અરીસો છે..અને સેલ્ફી એની શાન.
વેદ પુરાણ અને આપણા ગ્રંથોમાં સેલ્ફી ક્યારે અને કેમ લેવી એની કોઈ જ વાત નથી લખી જેમ સત્યનારાયણની કથા માટે વાર, તહેવાર, ગ્રહ, નક્ષત્ર અને ધડી ચોઘડિયા ન જોવાય એમ સેલ્ફી માટે પણ આ બધાની કોઈ જરૂર નથી, ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેવી..એટલે કે આપણને ગમે.. તેવી સેલ્ફી તમે પાડી શકો..જો કે ઘણા સેલ્ફી પાડતા પડી ગયાના દાખલા પણ છે. ફરવા ગયેલા ટીનએજનાં યુવાનો ઝરણા પાસે કે ઊંચા પહાડ પર કે પછી ટ્રેનના દરવાજે પોતાની શાન દેખાડતા સેલ્ફી લેતા સ્વધામે પહોચ્યા હોય એવા ન્યુઝ અવાર નવાર છાપે ચઢતા હોય છે.
સેલ્ફી એક સારો શોખ છે અને ખતરનાક નશો પણ.તમારે એને શોખ રાખવો છે કે એ નશાના બંધાણી બનવું છે એ તમારા ઉપર નિર્ભર છે.લોકો જ્યાં હોય ત્યાં પોતાની ઉપસ્થિતિ દેખાડવા અને આસપાસ ની જગ્યા યાદગીરી રૂપે સેલ્ફીમાં કંડારી લેતા હોય છે ઓફિસમાં વર્ષોથી કામ કરતા હોય પણ એક જ ટેબલ પર એકસોને એકવીસ વાર સેલ્ફી પાડી હોય. એવા દાખલા જોવા મળે. ગાડી ચલાવતા ઘરેથી કોલ આવે કે ક્યાં છો..? તો જવાબ આપવાને બદલે ટ્રાફિક માં સેલ્ફી લઈને પોસ્ટ મુકે "ટ્રાફિકમાં છું." સવારે કુતરા સાથે ફરવા નીકળો અને કુતરો વ્હાલ કરે તો કુતરા સાથે સેલ્ફી ન લ્યો તો કદાચ કુતરાને ખોટું લાગી જાય. જીમ માં તો સેલ્ફી જોઈએ જ યા...ર...અને મિત્રો સાથે ફરવા નીકળ્યા હો અથવા બર્ગર પીઝા ની મિજબાની થતી હોય ત્યારે તો..આ..હ..સેલ્ફી..વા...હ..સલ્ફી...
પણ લોકોનો સેલ્ફી ક્રેઝ અજુગતો હોય છે ક્યારેક રસ્તામાં કોઈ એક્સીડેન્ટ થયો હોય તો ઘાયલ ને હોસ્પિટલ ભેગો કરવાને બદલે પહેલા ત્યાં એની સાથે એક સેલ્ફી થઇ જાય અને એફ બી પર પોસ્ટ વાયરલ થઇ જાય કે અમુક જગ્યાએ એક્સિડન્ટ થયાનો હું સાક્ષી છું. હમણાં અંકલેશ્વરમાં એક છોકરાએ ઝાડ પર લટકીને આત્મહત્યા કરી તો એ લાશ ને ઉતારવાને બદલે લોકો ત્યાં લટકતી લાશ પાસે ઉભા રહી સેલ્ફી પાડતા હતા, કોઈ ફિલ્મી કલાકાર પોતાનો સેલ્ફી સોશ્યલ મીડિયા પર મુકે તો એના ફેન્સ સલાહ ની દુકાન ખોલી નાખે..કે આના કરતા આમ સેલ્ફી પડ્યો હોય તો સારું..થોડા સમય પહેલા વાવાઝોડા નાં સમયે દરિયા કિનારે ઉછળતા મોજા સાથે ઘણાએ સેલ્ફી પોસ્ટ કરી હતી.
ટૂંકમાં સેલ્ફી નો શોખ સુખી કરે અથવા તો દુખી કરે..આપણને ખબર હોવી જોઈએ કે ક્યાં આપણી સેલ્ફી સારી આવશે અને ક્યાં આપણી સેલ્ફ રીસ્પેક્ટ જળવાશે.
સેલ્ફી પુરાણમાં આજે બસ આટલું જ..પણ છેલ્લે હું ને મારી સેલ્ફી..
મૈ..ઔર મેરી સેલ્ફી.. અક્સર એ બાતે કિયા કરતે હૈ..
થોડા એસા હસતી તો કૈસા હોતા..? થોડા ઔર હંસતી તો વૈસા હોતા..
થોસા નારાજ દિખતી..થોડી ખુશ હો જાતી..
મૈ ઔર મેરી સેલ્ફી અક્સર એ બાતે કિયા કરે હૈ..
જબ જબ દેખતી હું મૈ અપની સેલ્ફી, બસ દેખતે હી રહે જાતી હું ..
મુજસા કોઈ નહિ ઔર કોઈ , અપને આપ સે કહે જાતી હું..
ખુદ કો હી દેખ અનગિનત અનજાને વાદે કરતે હૈ..
મૈ ઔર મેરી સેલ્ફી અક્સર એ બાતે કિયા કરતે હૈ...
અશોક ઉપાધ્યાય
સમજે તે સમજદાર.
Friends,
If there is a mobile, there is a whole world in it and if there is no selfie in that mobile, what does it mean to take a mobile ..? Nowadays, even mobile ads are based on how many megapixels the camera has. Everyone wants a mobile with photos and especially a selfie crystal clear the best. Especially the women's class. Amy must have a good camera for college girls. Because mobile is his mirror..and selfie is his demeanor.
The Veda Purana and your scriptures do not say when and why to take a selfie, just like for Satyanarayana's story, there is no need to look at the festival planet Nakshatra and Dhadi Choghadia. You can take such selfies. However, there are many examples of people taking selfies. Teenagers who have gone for walks take selfies near springs or on a high mountain or at the door of a train, showing the news that they have reached Swadham from time to time.
Selfie is a good hobby and also a dangerous intoxication. It is up to you to make it a hobby or to be addicted to it. Even if Axon has taken a selfie twenty one times on the same table. Such examples are found. Where is the call from the house where you are driving ..? So instead of replying, I am in traffic by taking selfies and posting. Go for a walk with the dog in the morning and if the dog loves you, if you don't take a selfie with the dog, the dog may feel wrong. And when you go out with friends or have a burger pizza party..a..h..selfie..or ... h..selfie ...
In short, whether the hobby of selfie makes us happy or sad..we should know whether our selfie will be good and whether our self respect will be maintained.
That's all in Selfie Purana today..but finally I took my selfie ..
Mai..and meri selfie .. aksar e baate kiya karte hai ..
What would it be like to laugh a little like that ..? It would have been the same if she had laughed a little more.
Main aur meri selfie aksar e baate kiya kare hai ..
Whenever I see my selfie, I just keep looking ..
Mujsa koi nahi aur koi, apne aap se kahe jati hu ..
Khud ko hi dekh anaginat anjaane vaade karte hai ..
My and my selfie is often what you talk about ...
Ashok Upadhyay
Understandably sensible.
Totally agreed.
ReplyDelete