Skip to main content

be careful [ સખણા રેજો રાજ..]

મિત્રો,

માંડ માંડ બધું સરસ ચાલવા માંડ્યું હતું ત્યાં ફરી કોરોનાં એ માથું ઉચક્યું, આપણી દિવાળી આવીને ગઈ હવે કોરોના દિવાળી ઉજવવાના મુડ માં લાગે છે, ગુજરાતમાં તો એણે  સરકારને કામેય લગાડી દીધાં, અને રૂપાણી સાહેબે અમદાવાદમાં રાતનો કર્ફ્યું જાહેર કરવો પડ્યો, ધીરે ધીરે આખા ગુજરાતમાં આનો અમલ થવા માંડ્યો અને લોકો જે કોરોનાને કાકા મામાનો દીકરો સમજી બિન્દાસ માસ્ક વગર ફરતાં હતા એ બધાં ફરી મોઢે માસ્ક લગાડી ફરવા માંડ્યા, કોરોનાની સોશ્યલ મીડિયા પર બધાએ જે  મજાક કરી એનું કોરોનાને ખોટું લાગી ગયું. 

હવે મહારાષ્ટ્રની વાત, ગુજરાત અને રાજસ્થાનનાં આંકડા જોઈ સરકાર પણ અવઢવમાં છે કે હવે આપણે શું કરવું ? દશેરા,દિવાળી,કાળીચૌદશ,ધનતેરસનાં કોરોના રજા ઉપર લાગ્યો પણ અચાનક એની રજા પૂરી થઇ, મહારાષ્ટ્રમાં આવતા ત્રણ ચાર દિવસમાં નવા કાયદા આવે તો નવાઈ નહિ, ગુજરાતની જેમ અમુક વિસ્તારોમાં રાત્રે કર્ફ્યું લાગુ પડી શકે, પણ જ્યાં લોકોને રાત્રે ૩ વાગ્યે પાઉભાજી અને સવારે ૪ વાગ્યે કટિંગ અને બનમસ્કા ખાવાની આદત છે એ નારાજ થશે, આપણી સરકારને દરેક મુંબઈકરની ચિંતા છે.

માંડ માંડ મુંબઈ પાટે ચઢતું હતું ત્યાં કોરોનાંએ પાછી અંચાઈ કરી, આખી દુનિયા કોરોનાની વેક્સીન બનાવવામાં પડી છે અને ભારતમાં તો ફરી  ઉકાળાની નીકળી પડી છે. કહેવાય છે કે  દુનિયા આખી માં કોરોનાની બીજી લહેર ચાલી છે. મારા બેટા કોરોનાને પણ લહેર છે, દિલ્લી તો જાણે કોરોનાનું પિયર હોય એમ ગમે ત્યારે ત્યાં નીકળી પડે છે  માણસોની શોપિંગ કરવા અને રોજ રોજ નવા આંકડા આવે છે. મુંબઈની વાત કરીએ તો ભાઈ કોરોનાને હલકામાં નહિ ગણતા કેમકે જેમણે સાત મહિનાનો સમય કાઢ્યો છે એમને ખબર છે કે કોરોનાએ કોને કેવા ધંધે લગાડી દીધા છે, આમેય આપણે ફરી ઘરમાં ભરાવું પડે એ પહેલા ચેતી જાવ અને માસ્કને લાઇટલી નહિ લ્યો. ઘણાં એવા નંગ પણ છે જે એમ સમજે છે કે મને એકવાર તાવ આવી ગયો કે કોરોના ટચ કરીને જતો રહ્યો હવે મને કઈ નહિ થાય, ભાઈ કોરોના રિશ્વત નથી લેતો, તે લીધેલા ઉકાળા અને વરાળ બંધ કર્યા પછી પણ એ તારી બોડીમાં કબડ્ડી રમવા આવી શકે છે. એવા એક નહિ અનેક દાખલા છે કે જેમને કોરોના થયા બાદ પણ ફરી બીજીવાર પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે.

એક અફવા એવી પણ સાંભળી છે કે કોરોનાની વેક્સીનનાં વેચાણની ડિમાન્ડ વધે એ માટે કોરોનાનો ફરી હાઉ ઉભો કરવામાં આવ્યો છે, ચાઈના કે જ્યાંથી કોરોનાની કુંડળી બની હતી એમણે પણ સસ્તી વેક્સીન બનાવવા માટે મોટા દેશોને મદદ કરવાની ઓફર કરી છે, આવા બધા સમાચારો તો અનેક વહેતા થયા છે પણ આપણા અસ્થી ગંગા કે નર્મદામાં ન વહે એનું ધ્યાન આપણે જ રાખવાનું છે. માટે સાવચેત રહો સચેત રહો.  

ટૂંકમાં મારા સૌ સમજદાર મિત્રોને વિનંતી કરું છું કે કોરોનાની શરૂઆતમાં આપણે જે જે કાળજી લેતા હતા એવી જ કાળજી આજે પણ લેતા રહેજો મોઢે માસ્ક પહેરજો, હાથ ધોતા રહેજો અને સોશ્યલ ડિસ્ટન્સ પાળજો, કેમકે હવે લોકડાઉન કોઈને પરવડે એમ નથી, મુંબઈ માંડ બેઠું થાય છે એન ઉભું થવા દયો અને ફરી એ જ મસ્તીમાં  આગળ વધીએ.. કોરોનાને મજાક બનાવીશું તો ક્યાંક  કોરોના આપણને જો મજાકમાં લેશે ને તો...

એટલું યાદ રાખવું કે "કોઈ રાહ જુએ છે મારી" 

સમજે તે સમજદાર 


Friends,

Slowly everything started to go well. Korona raised his head again. Our Diwali has come and gone. Now Korona seems to be in the mood to celebrate Diwali. In Gujarat, he put the government to work, and Mr. Rupani had to declare a night curfew in Ahmedabad. This started to be implemented and people who considered Corona to be Kaka Mama's son and walked around without a Bindas mask started wearing masks again. corona got all the jokes made on Corona's social media wrong.

Now looking at the statistics of Maharashtra, Gujarat and Rajasthan, the  And don't be surprised if new laws come in the next three to four days, curfew may be imposed at night in some areas like Gujarat, but where people are in the habit of eating paubhaji at 9 pm and cutting and banamaska ​​at 9 am or Anna J. standing at a big signal at midnight. Tea, coffee, Bornevita and Idli will feed the head, it will be annoying, the corona has returned to Mumbai slowly, the whole world has been vaccinated against corona and in India the boil has started. It is said that the second wave of Corona is going on all over the world. My son Corona also has a wave, Delhi is like Corona's pier, people go out there anytime to shop and new figures come every day. Speaking of Mumbai, don't underestimate Brother Corona because those who have spent seven months know what business Corona has engaged in,didn't take the mask lightly. There are a lot of people who understand that once I got a fever and kept on touching corona, now nothing will happen to me, brother corona doesn't take bribe, he can come to play kabaddi in your body even after taking off the boiling and steaming. There are many examples of people who have received positive reports for the second time even after being coronated.

There is also a rumor that the corona no-how has been raised to increase the demand for corona vaccine sales. But we have to take care that our bones do not flow in Ganga or Narmada. So be careful be careful.

In short, friends, I really urge everyone to take the same care that we used to take care of in the beginning of Corona, wear face masks, keep washing hands and keep social distance, if we make fun of Corona, Corona will make fun of us. .



So much so that "someone is waiting for me"


Understandably sensible

google translate 



Comments

Popular posts from this blog

Heart attacks can also happen like this.

  हार्ट एटेक ऐसे भी आते है I  दोस्तों कुछ महीनो से ब्लॉग लिखने बंद ही हो गए थे, पर आज मेरे एक दोस्त का हार्ट एटेक से म्रत्यु हुआ और उसकी वजह सामने आई तो...सोचा आपके साथ शेयर करू.  मै कई दिन से देख रहा था की मेरे  शहर में और 1 किलोमीटर के एरिया में कम से कम 4 ऐसे छोटी दुकानें और कैफे खुले हैं जो ये खाना देते हैं जिन्हे हम फास्ट फूड कहते हैं  और मजे के बात ये है की इन सभी रेस्टुरेंट और कैफे के मेनू सेम थे प्राइस भी बराबर थे  और इसमें 4 5 तरह के पिज्जा, 3 4 तरह के बर्गर  रैप रोल और फ्रेंच फ्राइज़ थे  मेरे घर बच्चे आए थे तो सोचा यही कहीं से लेते हैं  और घुसा दुकान में, और जबतक वो फ्रेंच फ्राई बना रहा था तब तक मैं खड़ा था  देखा एक बड़े फ्रीजर में से पहले से कटे आलू निकाला और उसे तेल में डाल दिया,  मैने बोला ताजा नही काटते क्या  उसने बोला अरे नही ये कटा कटाया आता है बस फ्राई कर के देदो  मैने बोला ताजा आलू भी तो तुरंत काट सकते हो तो उसने बोला ये आलू अलग है सस्ता होता है उसे प्रोसेस कर के ऐसा बनाया जाता हैं की कितने भी गर्म तेल मे...

women power [ નારી શક્તિ ]

  મિત્રો,  નારી સર્વત્ર પૂજયન્તે, નારી તું નારાયણી, દરેક સફળ પુરુષ પાછળ એક નારી નો હાથ હોય છે, જો કે એમ કહેવાય પણ હોય છે આખી નારી, નારી એટલે શક્તિ નારી એટલે પૂજનીય દેવી, નવરાત્રી છે એટલે નારી ને લોકો માં અંબા દુર્ગા અને દેવી નાં અવતારની ઉપમા આપી એનું માન સન્માન કરે છે. નાનકડી બાળાઓ નું પૂજન પણ કરે છે. જો કે નારી સદા સર્વદા પૂજનીય હતી, છે અને રહેશે જ એની તુલનાએ કોઈ જ ન આવી શકે. નવરાત્રીમાં નારીના આ  નવ અવતાર ઘરે ઘરે જોવા મળશે જ સવારે કામકાજમાં વ્યસ્ત "અષ્ટભુજા" , છોકરાઓ ને ભણાવે ત્યારે "સરસ્વતી" , ઘરખર્ચનાં પૈસા માંથી બચત કરતી "મહાલક્ષ્મી" , પરિવાર માટે રસોઈ કરતી "અન્નપુર્ણા" , પરિવારની તકલીફમાં દ્રઢતાથી ઉભી રહેતી "પાર્વતી" , પતિ જો ગમેતેમ બોલે તો "દુર્ગા" અને પતિએ લાવેલી વસ્તુઓ ખરાબ નીકળે તો "કાલી" , પતિ જો ભૂલથી પિયરીયા વિષે કઈ કહી દે તો "મહિષાસુર મર્દિની" , પતિ જો બીજી સ્ત્રી નાં વખાણ કરે તો "રણચંડી". જો કે આ સિવાય પણ લાગણી,પ્રેમ,કરુણાસભર નારી વંદનીય છે જ.  ભારતીય સંસ્કૃતિમાં નારીને ખુબ મહત્વ આપ...

kundali [ કુંડળી, ગ્રહમાન ]

  મિત્રો, ગઈકાલે બે મિત્રો જીતું અને રાજુ ને લડતા જોયા હું વચ્ચે પડ્યો અને મેં કહ્યું કે ભાઈ વાત શું છે..? જીતુ કહે કે આ રાજીયો કહે છે કે આવતા મહિનાથી ગ્રહ બદલાશે અને સારો સમય આવશે..મેં કહ્યું હા આ રાજુ જ્યોતિષ જાણે છે..ત્યાં જીતુ વધારે ભડક્યો અને બોલ્યો આના ગ્રહ બદલાશે સાંભળી સાંભળી મારે ઘર બદલવાનો વારો આવ્યો છે..આ દસ આંગળીમાં અગિયાર નંગ પહેરાવ્યા, રાહુ કેતુ શનિ મંગળનાં જાપ કરાવ્યા, અરે આ શ્રાવણમાં લોકડાઉન છે તોય ત્રંબકેશ્વર અને ઉજ્જૈન મહાકાલની ભસ્મ આરતી એટેન્ડ કરી આવ્યો..યાર ક્યારે સમય બદલાશે..રાજુ કહે તારી દશા આવતા મહિનાથી બદલાશે..જીતુ બોલ્યો જો આવતા મહિનાથી મારી દશા નહિ બદલાય તો હું તારી દશા બદલી નાખીશ. આવા જ હાલ છે આજકાલ દરેકના વર્ષ ૨૦૨૦ ની શરૂઆત થઇ અને બધાએ નક્કી કર્યું કે આ વર્ષે કઈક નવું કામ કરીશું દરેકે પોતાના દિવાળી સુધીના કામના ટાર્ગેટ બનાવ્યા અને અચનાક આવ્યો માર્ચ મહિનો અને સરકારી હુકમ થયો કે લોકડાઉન. બધા ઘરમાં કરો આરામ. જેમને રૂપિયા આપવાના હતા એ લોકોને મજા અને જેમને ઉઘરાણી કરવાની હતી એ લોકોને સજા. કામકાજ ઠપ્પ. જ્યોતિષની વાત માની જે જે લોકોએ શ્રદ્ધા પૂર્વક સોના, ચાં...